કન્યાદાન કેટલું પ્રસ્તુત—કેટલું અપ્રસ્તુત ?

આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે હજુ પણ મોટા ભાગના લોકો સદીઓ પહેલાની લગ્નમાં થતી દીકરી—કન્યા-ના દાન ની પરંપરા કે રુઢી છોડી શક્તા નથી આ કન્યાદાનની વિધિને મોટું પૂન્ય ગણાવાય રહ્યુ હોય ઘણા  લોકો કે જેઓને દીકરી નથી તેવા  કોઈ નજીકના સગાં-વહાલાની દીકરીનું દાન કરી આ પૂન્ય મેળવવા ઝંખતા જોવા મળે છે.

સેંક્ડો  વર્ષ પહેલા દીકરીને દાનમા દેવાની પ્રથા શરૂ થઈ હશે તેમ માનવું રહ્યુ. આ વિષે કોઈ પુરાણો કે અન્ય ગ્રંથોમાં ઉલ્લેખ છે કે કેમ તે તો સંશોધનનો વિષય ગણાય અને મે કોઈ એટલો અભ્યાસ કર્યો નથી એટલે આ પ્રથા આજના સમયમાં પ્રસ્તુત છે કે કેમ તેમ આધારભૂત રીતે કહી શકું તેમ ના હોઈ પણ મેં આ વિષે જે વિચાર્યુ છે તે જણાવું છુ.

મહાભારત કે રામાયણ ના સમયમાં લગ્ન પ્રથા કેવી હતી તે ઉપર વિચારતા અને સમાજના રિત-રિવાજો ઉપર જેમનો પ્રભાવ પડ્તો હતો તેવા લોકોના લગ્ન કાં તો સ્વ્યંવર દ્વારા યોજાતા હતા અથવા અપહરણથી થતા જોઈ શકાય છે.આવા લગ્નોમાં મહાભારતના બે/ત્રણ પ્રસંગોથી મારી વાત સ્પષ્ટ સમજી શકાશે .દ્રૌપદી માટે સ્વ્યંવર યોજાયેલો અને રુક્શ્મણીનુ કૃષ્ણે અપહરણ કરેલું એટ્લું જ નહી પરંતુ પોતાની બહેન સુભદ્રાનુ અર્જુન પાસે અપહરણ કરાવેલુ અને આમ લગ્ન વિધિથી જોડયેલા.

એજ રીતે રામાયણના કાળમાં પણ સીતાનો સ્વ્યંવર યોjજાયેલો-દમયંતીનો પણ સ્વ્યંવર યોજાયેલો. એટ્લે એક વાતતો સ્પષ્ટ સમજાય છે કે આ સમયમાના ગાળામાં કદાચ કન્યા દાનમાં આપવાની ચીજ કે વસ્તુ નહી ગણાતી હોવી જોઈએ.

આપણા નજીકના સમયનો ઈતિહાસ જોઈએ તો રાજપુત યુગમાં પૃથ્વીરાજ ચૌહાણે સંયુકતાનું અપહરણ કરેલું.

આમ અપફરણ અને સ્વ્યંવરથી થતાં લગ્ન સમાજ સ્વાભાવિક ક્રમના ગણી સ્વીકારી લેતો હોવો જોઈએ. કાળક્રમે , કદાચ છોકરીઓના વધારે જન્મદરથી કે કોઈ અન્ય સામાજિક સંજોગોને કારણે કેટલાક વર્ણોમાં લગ્નમાં દીકરી ઉપરાંત દહેજ પણ આપવાની પ્રથા શરુ થઈ હોવી જોઈએ તો કેટ્લાક વર્ણોમાં દીકરાના લગ્નમાટે દીકરીના મા-બાપને જાણે વહૂ ખરીદતા હોય્ તેમ કિંમત ચૂકવવાની પ્રથા કે રૂઢી ચાલુ થઈ અને આજે પણ અનેક વર્ણોમાં આવી સ્થિતિ ચાલુ જ છે. અને આપણે અવાર-નવાર સ્ત્રીઓની થતી આત્મહત્યા કે હત્યાના સમાચારો સાંભળીએ છીએ કે વાંચતા હોઈએ છીએ. તે આવી અમાનૂષિ રૂઢી અને રીવાજોનું પ્રતિબિંબ જ છે.

એક માન્યતા એવી જાણવા મળી તે પ્રમાણે હિન્દુત્વ એક વ્યવસ્થા છે જેમાં સર્વે લોકો પોતાના પરિશ્રમથી મેળવેલ અન્ન ખાતા હતા અને પિતાને માટે પુત્ર ઉપરાંત પુત્રી પણ ઉપાર્જનનું એક સાધન મનાતી હતી. એક રિવાજ પ્રમાણે વરપક્ષ તરફ્થી પશુધન કે અન્ય કિંમતી વસ્તુઓના લઈને જ કન્યાના વિવાહ થતા હતા. આ પ્રથાને બંધ કરવા એમ કહેવાયું કે કન્યાનું દાન કરવું જોઈએ. દાનનો અર્થ બદલામાં કંઈ પણ લીધા સીવાય આપવું તેવો થાય છે.હિન્દુઓમાં મોટાભાગના વિવાહ વર-કન્યાના મા-બાપ/વડિલો દ્વારા નક્કી થતા હોય છે તેથી કન્યાદાન શબ્દ પ્રયોજવામાં આવ્યો હોવો જોઈએ. અને સમય જતાં  કન્યા સાથે દહેજ આપવાનું દૂષણ પ્રવેશી ગયુ હોવાનુ માનવાને કારણ રહે  છે. આવી આ કન્યાદાનની પ્રથા કે રિવાજ હિન્દુ સમાજ સિયાય કોઈ સમાજ કે દેશમાં હોય તેવું જણાતું નથી.

દીકરીના લગ્નમાં દહેજની પ્રથા  અને કન્યાદાન શબ્દને કોઈ સંબંધ હોઈ શકે ? કારણ એક એવી પણ પ્રથા છે કે દીકરીના ઘરનું- અલબત્ત લગ્નબાદ્- પાણી પણ ના પીવાય. મેં એવા મા-બાપ/વડિલો  જોયા છે કે દીકરીના ઘરે જો અનિવાર્ય રીતે જવું જ પડે તો પોતાને બેસવા માટે આસન પણ પોતાને ત્યાંથી જ સાથે લઈ જાય અને પીવાનું પાણી કે જમવાનું દીકરીના પાડોશમાંથી આવે.અને કદાચ પેલી કહેવત આવા કાળને કારણે જ પડી હશે કે  દીકરીને ગાય દોરે ત્યાં જાય. ખરેખર આ કહેવત સ્ત્રીજાતીના અપમાન અને અવહેલના કરતી હોઈ તેવું નથી લાગતું ? આ સામે ક્યારેક કોઈ સુધારાવાદી મહિલાઓએ અવાજ ઉઠાવ્યો પણ હશે તેમ છતાં આજે 21મી સદીમાં અને ગ્લોબેલાઈશેસનના સમયમાં અને દુનિયા એક્દમ નાની બની ગઈ હોવા છ્તાં મોટા ભાગની સ્ત્રીના જીવનમાં કોઈ સામાજીક બદલાવ આવ્યો મહેસુસ થતો લાગતો જણાતો નથી. આજે સ્ત્રી ભણી-ગણી અનેક પ્રકારની પ્રવૃતિમાં જોડાતી હોવા છતાં અરે પૂરુષના માટે જ આજ સુધી જે કાર્યો અનામત ગણવામાં આવતા તેવા અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓએ કાઠું કાઢ્યું છે અને બસ કે ટેક્ષી ડ્રાઈવર થી પાઈલોટ સુધીની ફરજો બજાવતી  થઈ છે અને પટાવાળા કે સરપંચ જેવા રાજકારણી હોદા મેળવવા સમર્થ બની છે અને દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ સુધી પ્રગતિ કરી ચૂકી છે. ઉપરાંત અનેક સરકારી/ ખાનગી કંપનીઓમાં છેક સીઈઓની પોઝીશન મેળવી પોતાની કાબેલિયત પુરવાર કરવા સમર્થ અને સક્ષમ હોવા છતાં અને કમાતી થઈ સ્વનિર્ભર બની હોવા છતાં લગ્નમાં તેણીનું કરવામાં આવતું દાન સામે આજની યુવતીઓ કેમ અવાજ ઉઠાવી  ને પોતે પોતાનુ કોઈપણ સંજોગોમાં દાન નહી કરવા વડિલોને સમજાવી  શકતી  નથી તે મારે માટે તો આશ્વર્ય અને આઘાત ઉપરાંત કોયડો બની રહેલ છે. કે પછી આજની યુવતીઓને પણ આવી સ્વમાન અને સ્ત્રીના સ્વત્વને હણનારી હોવા છતાં આ વિધિઓ પસંદ હશે તેવી આશંકા થયા કરે છે.

આ ઉપરાંત આજના યુવકો પણ ખુબ કાબેલ અને હોંશિયાર થતાં જાય છે ત્યારે આ રીતે લગ્નમાં થતાં કન્યાદાનની વિધિનો બહિષ્કાર કરી આવી દાનમાં મળનાર જીવન સંગીનીનો સ્વીકાર નહિ કરવા પોતાનો સંકલ્પ હોવાનું  જણાવતા  કેમ અચકાય છે.

આજની યુવતી કે સ્ત્રી એ કોઈ ચીજ-વસ્તુ નથી કે જેનુ દાન થઈ શકે એ તો એક સજીવ વ્યક્તિ છે જે તમામ પ્રકારની  માનવીય લાગણીઓ/ઉર્મિઓ અને સંવેદનાઓ ધરાવે છે અને તેણીને  ખલેલ પણ્ પહોંચી શકે છે.

દરેક વિધિ- વિધાન જે તે સમય અને કાળ પ્રમાણે સામાજીક પરિસ્થ્તિ અને સંજોગોને અનુસાર ઘડવામાં આવતા હોય છે અને તે તમામ સમય અનુસાર  પરિવર્તંન શીલ હોવા જોઈએ.જે ગઈ કાલે બરાબર હતુ તે આજના સમયમાં અને પરિપ્રેક્ષ્યમાં મૂલવતા યોગ્ય ના જણાય તો તે બદલવું જ જોઈએ અને તે માટે યુવાનો અને યુવતીઓએ પહેલ કરવાની હિમત કેળવવી જ રહી. લગ્નમાં એવી ધાર્મિક વિધિ પ્રયોજવી જોઈએ કે જેમાં  કન્યાદાનની વિધિ કરવાની આવશ્યકતા ના રહે અને વડિલોને પણ ધાર્મિક વિધિથી લગ્ન સંપન્ન થયાનો સંતોષ મળે.

શક્ય છે કે મારાં આવા વિચારો વાચનારના મનમાં એક પ્રશ્ર ઉદભવે કે આવી બધી રુઢી-રીતરિવાજો કે પરંપરા છોડવાની કે પરિવર્તન લાવવાની વાતો કરનારને જો દીકરીના લગ્ન કરવાના હોય તો ખબર પડે કે સમાજમાં ચાલી આવતા રીત્-રીવાજો કે પરંપરા બદલાવવામાં કેટ્લું સહન કે સાંભળવું પડ્તું હોય છે ?

તેના જવાબમાં હું એટ્લું જણાવાની રજા લઉં છું કે મે અમારી બે દીકરીના લગ્ન કર્યા છે અને તે પણ વર્ષો પહેલાં કે જ્યારે આવા વિચારો ધરાવનારનો કોઈ વર્ગ હતો કે નહિ તે પણ ખબર નથી.

અમારી એ દીકરીમાંથી મોટીના લગ્ન 1992ના નવેમ્બર માસમાં યોજેલા અને તે પણ મુંબઈ ખાતે. આ લગ્ન નક્કી કરતી વખતે જ અમારા વેવાઈ સાથે બહુ જ સ્પષ્ટતાથી વાત કરવામાં આવેલી કે લગ્ન માટે જે કોઈ વિધિ કરવાની હોઈ તેમાં કન્યાદાન જેવી કોઈ પણ વિધિ નહી હોવી જોઈએ કારણ અમારી દીકરી એ કોઈ જણસ/ચીજ/વસ્તુ કે સંપત્તિ  નથી તે એક જીવંત મનુષ્ય છે અને તમામ લાગણી-પ્રેમ અને સંવેદનાઓ વગેરેથી ભરપૂર વ્યકતિ છે માટે તેનું દાન અમે કરીશું નહિ અને અમારી દીકરી પણ તેણીના સ્વમાન કે સ્વત્વ્ જે વિધિમાં જળવાતા નહી હોઈ તે વિધિ-વિધાન સ્વીકારશે નહી. આપની જાણ માટે જણાવું કે અમને આવી ચર્ચા સમયે અમારા વેવાઈના વડિલ દાદાજીએ પૂછેલું કે કન્યાદાન તો શ્રેષઠ દાન ગણાય અને પૂણ્ય મળે ત્યારે તેના જવાબમાં અમે કહેલું કે અમને આવું પૂણ્ય મેળવવું નથી અને કન્યાદાન ના કરવાથી કદાચ અમારે રૌરવ નર્કની યાતના ભોગવવી પડે તો અમને મંજૂર છે. પણ જીવંત વ્યકતિ-દીકરી-નું દાન કરવું મંજૂર નથી.

આખરે રજીષ્ટર્ડ લગ્ન કરવાનો વિકલ્પ સ્વીકારી આ લગ્ન સંપન્ન થયેલું.

બીજી દીકરીના લગ્ન તો અમારી દ્રષ્ટિએ કદાચ આદર્શ તો છે જ પણ તેથી પણ ચડી જાય તે રીતે કરેલા છે.

આ લગ્ન 1993ના નવેમ્બરમાં યોજેલું. લગ્નનો દિવસ નક્કી કરેલો તે દિવસે  અમારા થનારા જમાઈ લગ્ભગ  સવારે 10/30 વાગે અમારે ઘેર સ્કૂટર પર આવ્યા અને અમારી દીકરીને  લઈ જવાની અમારી રજા માંગી અમે રજા આપી એટ્લે તે બંને સ્કૂટર ઉપર જ એક  નજીકમાં જ આવેલા લક્ષ્મી-નારાયણના મંદિરે પહોંચ્યા અને તેમની પાછળ અમે એટલે કે બનેંના માતા-પિતા પણ તે સ્થળે પહોંચ્યા એટ્લે બંને એ એક બીજાને હાર પહેરાવ્યા અને દર્શન કરી ઈશ્વરના આશિર્વાદ મેળવી ત્યાંથી હૉટેલમાં ગયા કે જ્યાં બંનેના પરિવારના લોકોને સમુહ ભોજન માટે આમંત્રેલા અને ત્યાં જ મેરેજ રજીસ્ટ્રારને પણ તેમની બૂકસ સાથે પધારવા કહેલુ અને તેઓ શ્રી પણ  અમારી વિનંતિને માન આપી ત્યાં આવી પહોંચેલ અને ત્યાં જ લગ્ન રજીસ્ટર કરવાની વિધિ પુરી કરી ભોજન લઈ સૌ છૂટા પડ્યા.   વધુમાં આ લગ્નનો તમામ ખર્ચ અમારા દીકરી-જમાઈએ વહેંચી લીધેલો અને અમારી દીકરી તેની સાથે કોઈ દર્-દાગીના કે કિમતિ પ્રકારના કોઈ કપડાં-લતા પણ નહી લઈ ગયેલ પોતે જે અમારે ત્યાં કપડાં પહેરતી તે જ કપડા લઈ ને ગયેલ. અમારા આગ્રહ અને વિનંતિ નવા કપડા તથા થોડા ઘરેણા લઈ જવાની બંને એ ઠુકરાવી દીધેલ.

કહો આ લગ્ન અનોખું ક્રાંતિકારી અને આદર્શ ગણાય કે નહિ ?

કન્યાદાન અમે આજના આ 21 મી સદીમાં અપ્રસ્તુત ગણાવીએ  છીએ  કારણ અમે અમારાં આચાર અને વિચાર એક સરખા સમાન હોવા જોઈએ તેવું દ્ઢતાથી માનીએ છીએ એટલું જ નહિ પરંતુ જીવનમાં અમલમાં મુક્યા પછી જ અન્યોને સમજાવવા કોશિશ કરીએ છીએ. અમે CHARITY BIGGENS AT HOME માં મકકમતાથી વિશ્વાસ ધરાવીએ છીએ અને તેનું પાલન અમે સૌ પ્રથમ અમલ મૂકી ને જ આવું સૂચન કરવા પ્રવૃત થયા છીએ.

  આ ઉપરાંત ગુજરાતના ઉધ્યોગપતિ શ્રી અંબાલાલ સારાભાઈએ પોતાની દીકરીનું લગ્ન 1937ના ડિસેમ્બરની 11 તારીખે કન્યાદાન કર્યા વગર કરેલું અને ગુજરાતભરમાંથી એવો કોઈ ગોર કે બ્રાહ્મણ કન્યાદાન વગરની લગ્નની વિધિ કરાવવા માટે તૈયાર નહિ થતા છેક પૂનાના એક વિઢ્વાન શાસ્ત્રી તૈયાર થયેલા અને તેમને આ કન્યાદાન વગરની વિધિ સંપન્ન કરાવેલી. આ વાતનો ઉલ્લેખ શ્રી અંબાલાલભાઈની પૂત્રીએ તેણીએ લખેલા થેંકયુ પપ્પાના લેખમાં કરેલ છે.પૂત્રીનું નામ લીના અંબાલાલ સારાભાઈ. આ રીતે દીકરી એ કોઈ ચીજ-વસ્તુ નથી તેવું મૌલિક રીતે પ્રગતિશીલ વિચાર ધરાવનારા અગાઉના સમયમાં પણ હતા અને તે આપ સૌ પણ જાણૉ તે ઉદેશ સાથે આ પૂરક માહિતિ રજૂ કરી છે. આશાછે કે આપ સૌને પસંદ પડ્શે !
માટે આ 21 મી શદીમાં કન્યાદાન સામે યુવતીઓએ પોતાનો અવાજ ઉઠાવવાનો સમયનો તકાજો છે અને યુવાનો એ પણ આ માન્યાતામાં જડમૂળથી પરિવર્તન લાવવા પૂરેપૂરો સહ્કાર આપવો જોઈએ. અને આ કનિષ્ઠ કહેવાય તેવી કન્યાદાનની પ્રથા બંધ કરાવવી જોઈએ. વડિલોએ પણ પૂણ્ય મેળવવાની જૂની માન્યતાને ઠૂકરાવી દીકરીઓને ચીજ/વસ્તુ કે સંપત્તિ નહી ગણતા મનુષ્યનો દરજ્જો આપવો જ રહ્યો…

27 comments

 1. આજે આપ્નો નો કાન્યાદાન વિશે નો સુંદર બ્લોગ વાંચ્યો. આપે જે લખ્યુ છે તે આપે આપની બન્ને પુત્રીઓ ના લગ્ન મા કરી બતાવ્યુ છે. ખરેખર દિકરી કોઇ વસ્તુ નથી કે જેનુ તમે દાન કરી શકો. ધન્યાવાદ.

  આપ્ નો બ્લોગ ખુબ સુંદર છે અને પ્રેરણા પ્રદ છે.
  વિજય મજીઠિયા

  Liked by 1 person

  1. ભાઈશ્રી મજીઠીયા, આપે બ્લોગની મુલાકાત લીધી અને ક્ન્યાદાન વિષેનો લેખ ગમ્યો તે જાણી ખૂબ જ આનંદ થયો. જો કે નવા વિચારો સાથે વડિલોને સહમત કરવા કઠિન છે તેમ છતાં બાળકોએ ખાસ કરીને પૂત્રીઓએ કન્યાદાન કરવાની પરંપરાનો સખ્ત વિરોધ કરવો જ રહ્યો.. મારી સમજ પ્રમાણે તો દીકરીનુ દાન કરાતું હોવાને કારણે જ દહેજ માંગવાની પ્રથા શરૂ થઈ હોવી જોઈએ. કારણ સાસર વાળા દીકરીના ખર્ચ પેટે કદાચ આ રકમ માંગતા હોઈ શકે. ઉપરાંત દાન માં દીધેલ વસ્તુ પાછી પણ ના લઈ શકાય તેવી રૂઢી તો પ્રવરતે જ છે. અર્થાત આથી દાનમાં દીધેલ દીકરી સાસરામાં વાંધો પડતા પિયરનો આશરો પણ ના લઈ શકે અને સાસરામાં જ જીવન પસાર કરવા મજબુર બની રહે.

   Liked by 1 person

 2. શ્રી અરવિંદ કાકા
  ખરેખર,આપનું લખાણ બહુ જ સુંદર છે. હું આપની સાથે 100% સહમત છું કે દીકરીએ કોઈ ચીજ-વસ્તુ નથી કે એને દાન માં આપી શકાય.જીવતું-જાગતું માણસ એ કોઈને દાનમાં કઈ રીતે આપી શકાય.?
  દીકરીએ તો સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે.ભગવાને સ્ત્રી અને પુરૂષની રચના કરી, બંનેને એકબીજાના પુરક બનાવ્યાં. એક બાળકને જન્મ આપી શકે અને બીજું જન્મ આપવામાં સહાય કરે.જે લોકો કન્યાદાનની વાત કરે છે એ લોકો આ વાત કેમ માન્ય ના રાખે કે વરદાન (પુત્રદાન) પણ હોવું જોઈએ. ભગવાને કોઈ ફરક નથી રાખ્યો તો આપણે સામાન્ય માણસ શું કરવા આટલો ભેદભાવ રાખીએ છીએ?

  Liked by 1 person

  1. આપે બ્લોગની મુલાકાત લીધી, આભાર ! આપને મારા વિચારો ગમ્યા તે જાણી વધુ આનંદ થયો. અનુકૂળતાએ ફરી મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવ જણાવતા રહેશો તેવી અપેક્ષા છે. આવજો ! મળતા રહીશું !

   Liked by 1 person

 3. વ્હાલસોયી લાગણી ઘરથી પરાયી થાય છે,

  ભલભલા પાષાણ હૈયાને પલાળી જાય છે.

  જે પૂજાતી વ્હાલથી લક્ષ્મી ગણી પિતૃગૃહે,

  કોઈના ઘરની થવા મિલ્કત સવાયી જાય છે.

  કાલ સુધી એ છલકતી થૈ ખુશી ઘરઆંગણે,

  આજ પાલવમાં બધી યાદો સમાવી જાય છે.

  એક આંખે છે વ્યથા ને એક આંખે છે ખુશી,

  અશ્રુના કૈં કેટલા તોરણ સજાવી જાય છે.

  આજથી ચાતક થશે ઘરનાં ખૂણા, ભીંતો, ગલી,આગમનની આશ જીવનને જીવાડી જાય છે.

  Liked by 1 person

 4. અરવીંદભાઈ તમારા જે કન્યાદાન વિશે ના વિચારો સાથે બિલ્કુલ સહ્મત નથી અને તેનુ કારણ જે છે તે માટે મારા બ્લોગ પર નો લેખ કન્યાદાન શા માટે શ્રી રાજ પુરોહીત નો લેખ વાંચવા વિનંતી. જ્યા સુધી દહેજ માટે ના વિચારો છે એ માટે મારા બ્લોગ પર ના લેખ દહેજ્પ્રથા શુ ખરાબ છે વાંચવા વિનંતિ.

  Like

  1. ભાઈશ્રી મહેશ
   આપ કન્યાદાન વિષેના મારા વિચારો સાથે સહમત નથી તે જાણ્યું. ઓ.કે. એક વાતમાં હું મક્ક્મતાથી માનું છું કે દીકરી એ કોઈ ચીજ-વસ્તુ નથી અને નથી જ. આ દીકરીના દાન કરવાની પ્રથા પુરૂષપ્રધાન સમાજની એક કદરૂપી નિપજ છે. આપની દીકરીનો કોઈ અવાજ જ નહિ એમ ? સ્ત્રી તરીકે જન્મનાર બાળકી જંન્મભર કોઈની ગુલામ પૂતળું બની ને જ રહેવાનું. ના, આ વાત નથી તો મને મંજૂર કે નથી મારી દીકરીઓને. મારી બંને દીકરીઓનું મેં કન્યાદાન કર્યું ના હોવા છતાં ખૂબ જ સુખી છે. જ્યાં સુધી દહેજ્ને લાગે વળગે છે ત્યાં સુધી એ અનિષ્ટ જ છે અને તે દૂષણ પણ સમાજમાંથી દૂર કરવા સમજદાર વ્યક્તિઓએ સ્ક્રિય અને સતત પ્રયાસો કરવા જ જોઈએ અન એતોજ સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવી શકાય તેમ માનું છું. અંતમા આપનો મત આપને મુબારક ! અસ્તુ !

   Like

 5. first of all…nice article.

  2nd : કહો આ લગ્ન અનોખું ક્રાંતિકારી અને આદર્શ ગણાય કે નહિ ?…100% agree. I and my husband also think the same and we also did the same as yr daughter and son-in-law.

  we did marraige from our own expense….I and my husband shared that expense from our budget(salary saving).
  from my childhood , I believe, we daughters must not take more then 1.25 rupees(sakan-and ashirvad) from parents after our baisc study…..they educate us, that is more then enough for any girl…..but surpringly, many people don’t think that way…many daughtrs are also demanding…..maru sasri ma saru dekhavu joiye…etc….they even don’t think how parents and brother will manage all these?

  Indeed I agree with you about Kanyadan too…we daughters are alive, sensible human being.

  Like

  1. હીરલજી
   આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપ બંનેને મારા ખૂબ ખૂબ અભિનંદન ! આજના યુવાનો/યુવતીઓ જો નવું વિચારી મલ પણ કરે તો સમાજમાં ઘણું પરિવર્તન લાવી શકાય ! લગ્નમાં થતા બેફામ ખ્રર્ચ માત્ર દેખાડો અને પોતાનો અહમ સંતોષવા થતો હોય છે અને મોટા ભાગના લોકો દેખાદેખીમાં કરજ કરીને પણ આવા ખર્ચ કરી રહેલા જોવા મળે છે ! તાજેતરમાં મોટા ભાગે દિવ્ય ભાષકરની એક પૂર્તિમાં આવેલ લેખમાં લેખકે બહુજ ચોટદાર વાત કરેલી જે મને ઋદય સોંસરવી ઉતરી ગઈ છે. લેખકે કહેલુ કે “ઘડપણમાં જુવાનીમાં કરેલી બચત અને જો ડાહ્યા બાળકો હોય તો તે કામ આવે છે માટે લગ્ન સાદાઈથી કરવા કારણ કે ઓપરેશનો સાદાઈથી થતા નથી !”
   આ વાસ્તવિકતા છે અને તેથી આજના યુવાનો અને ખાસ કરીને યુવતીઓએ પોતનું થતું દાન અટકાવવા મા-બાપને સમજાવવા જ રહ્યા ! યુવતી એ કોઈ ચીજ્-વસ્તુ ખચિત પણે નથીજ અને તેથી તેનું દાન કરી શકાય નહિ તે વાત વડિલોને સમજાવવા તમામ કોશિશો કરવી જોઈએ અને મકક્મતાથી પોતાની વાતને વળગી રહેવું જોઈએ ! આજની 21મી સદીની યુવતીઓ આવી હિમત દર્શાવી શકશે ખરી ?
   આવજો ! મળતા રહીશું ! આપના અન્ય લેખ ઉપરના પ્રતિભાવો માટે હું આતુરતા પૂર્વક રાહ જોઈશ !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 6. http://www.divyabhaskar.co.in/2009/10/14/091014001641_holy_speech_for_woman.html
  http://www.divyabhaskar.co.in/2009/10/14/091014214502_bhupendrasinh_raol.html
  શ્રી અરવિંદ ભાઈ,ઉપર મેં બે લીંક મોકલી છે.પહેલી કન્તીભટ્ટ ના લેખ ની છે.બીજી નીચે મારા લેખ ની છે.કાંતિ ભટ્ટ સ્ત્રીઓને જગાડવા પુરુષોએ પ્રયત્ન કરવા પડશે એવું નથી કહેતા.એતો એવું કહે છે કે સ્ત્રીઓને પીડાવું,સફર થવું ગમે છે.કાન્તીભટ્ટ તો સાધુબાવાના જબરદસ્ત તરફેણ કરનારા છે.સ્ત્રીઓ માટે ધાર્મિક કથાઓ આંશુ ઉપચાર કથાઓ છે મતલબ કથાઓ ટીઅર્સ થેરાપી છે.મેં એના જવાબ માં ખુબજ કડક પ્રતિભાવ આપેલો,જે દિવ્યભાસ્કરે લેખ તરીકે છાપેલો એની લીંક ઉપર બીજા નંબર ની છે.આપ કદાચ જુદું સમજ્યા છો.આપ સમજ્યા છો કે કાન્તીભટ્ટ સ્ત્રીઓને જગાડવાની વાત કરે છે,ના એવું નથી.કદાચ મારા લખવાની સ્ટાઈલ ગલત હશે.બવઉં સ્ત્રીઓનું બ્રેન વોશ કરે છે,એના વિરુદ્ધમાં મેં લખ્યું છે જયારે કાન્તીભટ્ટ એની તરફેણ કરે છે.
  મારા બ્લોગ ની લીંક છે ,,http://brsinh.wordpress.com/

  Like

  1. ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ
   આપના બ્લોગની મુલાકાત લીધી. સરસ શરૂઆત છે. આપે મોકલેલ દિવ્ય-ભાસ્કરમાં આવેલો શ્રી કાંતિ ભટ્ટ્નો લેખ વાંચ્યો. હું અલગથી એક લેખ લખી દિવ્ય-ભાસ્કરને મોકલી રહ્યો છું. દરમિયાનમાં આપ મારા બ્લોગ ઉપર સ્ત્રીઓનું સશસ્ત્રીકરણ કે સેકન્ડ કલાસ સીટીઝનના લખેલા મારાં સ્ત્રીઓ વિષેના વિચારો જોઈ જશો. આપે જે ઉદાહરણ સીતા વગેરેનું આપેલ છે તે વિષે પણ મારાં વિચારો આપની સાથે અદ્ભુતરીતે સામ્ય ધરાવે છે અને મેં મારાં અન્ય બ્લોગ સાથીઓને તેમના લેખના પ્રતિભાવોમાં જણાવેલ પણ છે. આવજો.મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 7. આમતો આ પ્રતિભાવ દીકરીને પારકી થાપણ માનશો નહિ એક કવિતા નીચે મેં લખેલ.પણ મને લાગ્યું આ તમારા લેખ નીચે પણ આ જ લખવા દે. એક દીકરીને પારકી થાપણ માનવાની પાછળ ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ છે.સ્ત્રીને હજારો વર્ષો થી પુરુષ પ્રધાન સમાજ માં ફક્ત વસ્તુ સમજવામાં આવે છે.થાપણ એટલે ધન,ડીપોજિટ.એ શબ્દ વસ્તુ ની યાદ અપાવે છે.વસ્તુ તમે જેને આપવી હોય તેને આપી શકો.આજ સુધી દીકરીઓ સાથે એવુજ થતું આવ્યું છે.હવે ની વાત જુદી છે.પણ પહેલા ક્યાં પૂછવામાં આવતું હતું કે તને આ છોકરો ગમે છે કે નહિ.જુગાર માં શું મુકાય?પૈસા કે ધન કે વસ્તુ.જો પત્નીને પત્ની માનતા હોત તો પાંડવો દ્રૌપદીને જુગારમાં ના મુકત.હજુ પણ સમાચાર મળે છેકે પત્નીને જુગારમાં હારી ગયા.પત્નીને કોઈ પાચ જણા વચ્ચે વહેચે ખરા?વસ્તુને વહેચીને ખવાય.એ જમાનામાં કદાચ રીવાજ હશે.શ્રી કાન્તીભટ્ટ કહે છે,સ્ત્રીઓનેજ સફર થવું ,પીડાવું ગમે છે. પારકી થાપણ વાળું મુવી ને ગીત કેટલું બધું સફળ થએલું.એ જોવા સ્ત્રીઓ જ ઉમટી પડેલી ખાસ તો.આ ધર્મરાજાઓની કથાઓ વર્ષોથી બ્રેન પર હથોડાની જેમ ઠોકાયા કરતી હોય ત્યાં બીજું શું થાય?શ્રી કાન્તીભટ્ટ કહે છે સ્ત્રીઓ જ આં કથાઓમાં વધારે હોય છે.એમના પ્રતિભાવ માં મેં “સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?” નામનો પ્રતિભાવ મોકલેલ જે દિવ્યભાસ્કર માં સિટીજન જર્નાલીઝમ માં પબ્લીશ થયેલો.અને કરુણતા એ છે કે એની નીચે જે કોમેન્ટ્સ આવેલી એ ફક્ત સ્ત્રીઓ એ જ આપેલી કોઈ ભાયડા મર્દે એક પણ કોમેન્ટ લખેલી નહિ.અહીજ પુરુષોનું માનસ દેખાઈ આવે છે.ખેર હવે જમાનો બદલાયો છે.આ માટે મેં મારા બ્લોગ “કુરુક્ષેત્ર” માં ઘણુબધું લખ્યું છે.પણ મૂળ વાત આ ગીત ખુબજ સુંદર છે.અને આવું લખવું જરૂરી છે.હવે જો શ્રી કાંતિ ભટ્ટ સાહેબ ની વાતો સાચી હોય તો પુરુષોએ જ સ્ત્રીઓને જગાડવાના પ્રયત્નો કરવા પડશે.કોઈને દુભાવવાનો મારો હેતુ નથી.ભૂલચૂક હોય તો માફ કરશો.

  Like

  1. આભાર આપે મારાં વિચારોને પુષ્ટિ આપી. સ્ત્રીઓ સ્વાવલંબી બનતી જાય છે પણ હજુ પોતાના સ્વત્વ અને સ્વમાન વિષે જાગૃત હોઈ તેમ જણાતું નથી. શ્રી કાંતિ ભટ્ટ્તો ઘણાં સીનીયાર અભ્યાસુ અને વિદ્વાન છે. તેમના પેગડામાં આપણો પગ ના જઈ શકે. તેઓ જો એમ માનતા હોય કે સ્ત્રીઓને પોતાના સ્વમાન માટે પુરૂષો જ પ્રયત્નો કરવા પડશે તો હમણાં જ તાજેતરમાં જ સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીના જન્મ દિન નિમિત્તે એક લેખ દિવ્ય-ભાષ્કરની બુધવારની પૂર્તિમાં વાચેલ જેમાં પ્રમુખસ્વામીના અને તેમની વિદ્વતાના પેટ ભરી વખાણ અને પ્રશંસા કરેલી છે અને તે વધતે અંશે સત્ય પણ છે. તેમના જણાવ્યા મુજબ દુનિયાભરમાં બોચાસણ સંપ્રદાયના નેજા હેઠળ અનેક મંદિરો બાંધ્યા છે. આ મંદિરો બાંધાવા માટે જે રકમ દાન પેટે મળી તે ક્યા સ્તોત્રમાંથી મેળવેલ તે માટે ક્યારેય કોઈ દાન આપનારને પૂછ્યું હોય તેવું જાણ્યું નથી. ગમે તે પ્રકારના ધંધા-વ્યવસાય કે ઉધ્ધ્યોગમાંથી કરેલી કમાણી પછી ભલે તે ખાધ્ય કે પેય પ્રકારની હોય અને જેમાં ભેળ્-સેળ પણ કરવામાં આવી હોય જુગાર કે દારુના પીઠાની કે કતલ ખાનામાંથી પણ આવેલી દાન ની રકમ હોઈ શકે અને તો તે મંદિરના બાંધકામમાં વપરાય તો ઈશ્વર ત્યાં આવે ખરો ? જે સ્ત્રીને જગાડવાની વાત કરી રહ્યા છે તેઓ એ કેમ ભૂલી ગયા કે સ્વામીનારાયણ સપ્રદાયમાં સ્તીઓનું કોઈ સ્થાન નથી. સ્વામીઓ સમક્ષ સ્ત્રીઓ જઈ શકતી નથી તેમના હાથનું ખાઈ શકાતું નથી અરે 1 દિવસની તાજી જન્મેલી બાળકીને પણ સ્વામી સામે લઈ જઈ ના શાકય ! જે સ્ત્રીને કારણે આ કહેવાતા સ્વામીઓ જન્મ ધારણ કરી શક્યા તેની આટલી હદે અવગણના અને અવહેલના અને અપમાન ? આ સ્વામીઓ સ્ત્રીને સ્ત્રીના જ સ્વરૂપમાં જુએ છે તેને મા-બહેનંકે દીકરીના સ્વરૂપમાં જોઈ શકતા નથી કે જ્યારે સ્ત્રીઓ પટાવાળાથી માંડી રાશ્ટ્રપતિના હોદા સુધી પહોંચી છે ત્યારે 21મી સદીમાં પણ આ સંપ્રદાયમાં સ્ત્રીઓના સ્વમાન -સ્વત્વ કે સન્માન માટે કોઈ વૈચારિક પરિવર્તન આવતું જોઈ શકાતું નથી. માત્ર મંદિરો બનાવવાથી જન સમુદાયની તરક્કી થતી હોય તેમ માનવા હું તૈયાર નથી ! અસ્તુ ! આ વિચારો પણ કોઈને દુઃખ પહોંચાડવા કે લાગ્ણી દુભાવવા દર્શાવ્યા નથી ! અસ્તુ ! આભાર ! મળતા રહીશું !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 8. just a thought that i have heard – that ‘Kanya Daan’ as a word is misnomer. because in any ‘daan’, the ‘vastu’ (for the lack of better word) remains as it is. While ‘Kanya’ does not remain ‘Kanya’ any more after the marriage. The one who accepts makes her his wife. so There is never ‘Kanya daan’.

  Like

  1. ભાઈશ્રી

   સૌ પહેલાં આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવો પણ જણાવ્યા એ બદલ આભાર. કન્યાદાન એ શબ્દ પ્રયોગ ખોટો જે છે કારણ કન્યા એ કોઈ વસ્તુ નથી તે જીવંત વ્ય્કતિ છે અને આપણે હવે એવા સમયમાં નથી જીવી રહ્યા કે જ્યારે માનવી ગુલામ તરીકે વેંચાતો અને શક્ય છે તે સમયમાં ગુલામોના માલિકો આ રીતે પોતાના ગુલામોનું દાન/ભેટ તરીકે કોઈએ આપતા હશે. આપની વાત પણ તથ્ય ધરાવે છે કે દાનમાં આપેલી વસ્તુ જેમની તેન જ રહે છે જ્યારે કન્યા નું સ્થુળ સ્વરૂપ તો સ્ત્રી તરીકે જ રહેતું હોવા છતાં લોકિક નામ બદલી પત્ની બની જતું હોય છે. !

   ફરીને આભાર

   સ-સ્નેહ

   અરવિદ

   Like

  1. જીજ્ઞા
   તે મારા બ્લોગની મુલકાત લીધી તે જાણી ખૂબ જ આનંદ થયો. પ્રતિભાવ વાંચ્યો ગમ્યો. આભાર્ તે સુચવેલ પુસ્તક મારી લાયબ્રેરીમાં આવી ગયેલું છે અને વાંચી પણ કાઢ્યું છે. સુંદર પુસ્તક નીલમજીએ લખ્યું છે. કન્યાદાન વિષેના તે પુસ્તક્માં દર્શાવેલ દલીલ મને મારી માન્યતામાં થી કે મારી દીકરીઓના વિચારોમાંથી હઠાવી શકે તેમ નથી. આ વિષે નીલમજીના પ્રતિભાવના પ્રત્યુતરમાં એ વિષે સ્પષ્ટ જણાવ્યું છે તે તું વાચી લેજે એટ્લે મારા વિચારો સારી રીતે સમજી શકાશે તેમ માનુ છું. મારા અન્ય વિષયો ઉપરના વિચારો વિષે પણ તારા પ્રતિભાવોની અપેક્ષા રાખું છું. નિરાશ નહિ કરેને ?
   ચાલ ત્યારે આવજે ફરી મળીશું.

   સ-સ્નેહ
   અરવિંદકાકા

   Like

 9. ભાઈ શ્રી અરવીંદભાઈ, છેલ્લી લાઈનમાં મારું કહેવાનું એટલું જ છે કે કન્યા વસ્તુ નથી કે એ માતા-પીતાની મીલકત પણ નથી. આથી એનું દાન કરી ન શકાય.
  જો આપ મારા છેલ્લા ફકરાની વાત કહેવા માગતા હો તો
  “પરંતુ દાનનો અર્થ વિસ્તૃતરીતે અને સમાજને લગ્નની મહત્તા અને સ્ત્રી પુરૂષના સંબંધને સમાજના વિવિધ સ્તરના લોકો સ્વીકારે તે અર્થ લેવો જોઈએ.” એની સાથે સંમત થવું મને મુશ્કેલ લાગે છે.
  એક વાર જેનું દાન કરવામાં આવે તેના પર દાન કરનારનો પછીથી કોઈ અધીકાર રહેતો નથી. દાન સ્વીકારનાર જ એનો એક માત્ર સર્વ પ્રકારનો અધીકારી બને છે. એમાં ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે દાનના જે ત્રણ પ્રકારો બતાવ્યા છે, તે પૈકી કોઈ પણ પ્રકારનું દાન હોય. જેમ કે ક્યાંક કન્યાવીક્રય હોય કે વરવીક્રય હોય તો એ તામસી દાન થયું. તે જ રીતે રાજસી દાનમાં દાન કરવાથી કંઈક લાભ થશે એવી અપેક્ષાથી દાન કરવામાં આવે કે પછી સાત્ત્વીક દાનમાં એ જ કરવા યોગ્ય છે એમ માનીને કર્યું હોય. આ બધાંમાં દાન જેને કરવામાં આવ્યું હોય તે જ એનો દરેક પ્રકારનો અધીકારી બને છે. લગ્ન સાથે આ રીતે કન્યાદાનનો મેળ બેસી શકતો નથી. ખરેખર તો લગ્નમાં તો વરકન્યા બંનેનું પરસ્પર સમર્પણ હોય છે, નહીં કે પરંપરાગત લગ્નવીધીમાં કહેવામાં આવે છે તેમ માત્ર કન્યાનું જ પુરુષને સમર્પણ.

  મેં પરંપરાગત લગ્નવીધીમાં જે થોડા ફેરફાર કર્યા છે, તેમાં એક મહત્ત્વનો ફેરફાર સ્ત્રીની સ્વતંત્રતાને જાળવી રાખવાનો પણ છે. જેમ કે સપ્ત પ્રતીજ્ઞામાં જે શ્લોક હતોઃ
  कुटुम्बं पालियिष्यामि ह्यावृद्धबालकादिकम् |
  यथालब्धेन संतुष्टौ ब्रुते कन्या द्वितीयके ||
  મને આપના તરફથી જે કંઈ મળશે તેથી સંતોષ પામી બાલકથી વૃદ્ધ પર્યંત સર્વ કુટુંબનું હું પાલન કરીશ.

  कुटुम्बं पालियिष्यावह ह्यावृद्धबालकादिकम् |
  यथालब्धेन संतुष्टौ ब्रुते कन्या द्वितीयके ||
  આપણને વ્યવસાય કે અન્ય રીતે જે કંઈ મળશે તેથી સંતોષ પામી બાલકથી વૃદ્ધ પર્યંત સર્વ કુટુંબનું આપણે બંને પાલન કરીશું.

  આવા બીજા કેટલાક ફેરફારો પણ છે. આ લગ્નવીધી પણ હું મારા બ્લોગ પર મુકવા ધારું છું ત્યારે બધી વીગતો જણાવીશ. અત્યારે આ અંગે વધુ લંબાણ કરતો નથી.
  -ગાંડાભાઈ

  Like

  1. શ્રી ગાંડાભાઈ
   મારું પણ એજ કહેવાનું છે હું તમારી સાથે સહમત છું. કન્યા કોઈ ચીજ-વસ્તુ નથી જ નથી અને તેથી તેનું દાન અપ્રસ્તુત જ છે. આપની દાન માટેની અન્ય વાત પણ ખુબજ મહત્વ ધરાવે છે. ક્ન્યાદાન વિષે નીલમ દોશીનો પ્રતિભાવ જોઈ જશો. એમને કોઈએ કન્યાદાન વિષે સારી સમજ આપી છે તેમ કહે છે અને તેનો ઉલ્લેખ તેમના પુસ્તક્- દીકરી મારી દોસ્ત- માં કર્યો છે. જે મેંમંગાવ્યુ છે અને આવશે પછી વાંચી આપને મારો પ્રતિભાવ જણાવીશ સાથે નીલમ દોશીને પણ્ આપની સાથે આ વિષય ઉપર વાત કરવાનો ખુબજ આનંદ આવ્યો. આપ મારા અન્ય વિષયો ઉપર પણ આપના પ્રતિભાવો જરૂર મોકલશો.
   આવજો. ફરી મળીશું.
   સ-સ્નેહ
   અરવિંદ્

   Like

 10. પ્રીય ભાઈ શ્રી અરવીંદભાઈ,
  આપના વીચારો સાથે હું સંમત છું. મારા આદરણીય સાળા સ્વ. નરસિંહભાઈએ ૫૦-૫૫ વર્ષો પહેલાં અહીં ન્યુઝીલેન્ડમાં શરુ કરેલી લગ્નવીધીમાં કન્યાદાનની વીધી નથી. લગભગ એ જ વીધી (થોડા ફેરફારો સાથે) મેં પણ વીસેક વર્ષો સુધી અહીં ચાલુ રાખી હતી. (થોડાં વર્ષ પહેલાં નીવૃત્ત થયો ત્યાં સુધી)
  એક વાર એક લગ્નવીધી નીમીત્તે કન્યા એમનાં માતાપીતા સાથે વીધી અંગે મને મળવા આવ્યાં હતાં. મારી વીધીમાં કન્યાદાનની વીધી નથી, એમ મેં કહ્યું. કન્યા સાથે બરાબર આપે વ્યક્ત કરેલા વીચારો મુજબ મેં વાતો કરી. કન્યા કહે કે તમારી વાત બરાબર છે, હું મારાં માતાપીતાની મીલકત નથી આથી મારું દાન કરવું યોગ્ય ન ગણાય. પરંતુ મારે એમની ઈચ્છા સંતોષવી છે, આથી કન્યાદાનની વીધીનો સમાવેશ કરશો. કન્યાની મા માધ્યમીક શાળામાં શીક્ષીકા હતાં, કન્યા પોતે ગ્રેજ્યુએટ હતાં એવો ખ્યાલ છે. જો કે કન્યાપક્ષનાં બધાં ફીજીથી અહીં સ્થાયી થયાં હતાં એવું સ્મરણ છે. શીક્ષીત લોકોમાં પણ આ સ્થીતી છે.

  દાનના અલગ અર્થો સાથે સંમત થવું મને કદાચ મુશ્કેલ લાગે છે. દાન તો વસ્તુનું જ અને તમારી માલીકીનું જે હોય તેનું જ થઈ શકે. કન્યા બાબતમાં આ બંને સત્ય ગણી ન શકાય.

  Like

  1. શ્રી ગાંડાભાઈ આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને આપનો પ્રતિભાવ પણ મોકલ્યો એ માટે ખુબખુબ આભાર. આપને મારાં કન્યાદાન વિષેના વિચારો ગમ્યા ત જાણી વિશેષ આનંદ. તેમ છતાં આપના પ્રતિભાવની છેલ્લી લાઈનમાં દાન વિષે આપે જે લખ્યુ છે તે હું બરાબર સમજી શક્યો નથી તો એ વિષે થોડું વધારે જણાવવા વિનતિ સાથે મારાં અન્ય વિષય ઉપરના આપની પ્રતિભાવોની હું આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યો છુ. ફરીને એક વાર આભાર્સ-સ્નેહઅરવિંદ

   Like

 11. અરવિંદભાઇ.. સૌ પ્રથમ તો આપને અભિનંદન…. આપ આપના વિચાર અને માન્યતા મુજબ આપની દીકરીના લગ્ન કરી શકયા છે. સામે એવું સ્વીકારનારને પણ ખાસ અભિનંદન…
  હું પણ આજ સુધી તમારા જેવા જ વિચાર ધરાવતી હતી. પરંતુ મારી દીકરીના લગ્ન કર્યા ત્યારે આ વિષય ઉપર વાત, અને ચર્ચા થતાં મને કોઇએ કન્યાદાનનો ખૂબ સુંદર અર્થ સમજાવ્યો. જે મને ખૂબ ગમ્યો.
  એ અર્થ અત્યારે લંબાણ અને સમયના અભાવે લખી શકતી નથી.
  મારા પુસ્તક ” દીકરી મારી દોસ્ત ” માં મેં આ અંગે વાત લખી છે. સમય મળ્યે અનુકૂળતાએ વાંચી શકશો. પુસ્તક ત્યાં જામનગરમાં પણ મળે છે.

  આભાર..

  Like

  1. આપે મારા બ્લોગની મુલાકાત લીધી આભાર્ આપે દીકરી મારી દોસ્ત પુસ્તક્નો ઉલ્લેખ કર્યો છે તે હું જરૂરથી મેળવી વસાવી વાંચી આપને મારો પ્રતિભાવ જણાવીશ્ આપને એક વાત કરું કે આ વિષય ઉપર લખતા પહેલાં મે ગૂગલ સર્ચ ઉપર જઈ કન્યાદાન ની રૂઢી અને રિવાજ કેમ આવ્યો તે જાણવાની કોશિશ કરેલી પરંતુ મારા લેખ્માં જે ઉલ્લેખ કરેલ છે તે સિવાય વધુ જાણવા નહિ મળતા અને અમે બંને અર્થાત પતિ-પત્ની દીકરીને કોઈ ચીજ વસ્તુ નહિ માનતા હોઈ દાન કરવાની વાત કે પ્રથા અમારાં વિચારોમાં સ્વીકાર્ય બને તેમ જ નહિ હતી. કદાધ સર્ચ કરતા એ વિષે આપે કહ્યુ તેવું કે તેથી પણ વિષેશ કોઈ એ સમ્જાવ્યુ ં હોત તો પણ તે સ્વીકારી નહિ શક્યા હોત્ નવા વિચારની અને તે સમાજ્માં વહેતો કરવાની અને પરિવર્તન લાવવા કોઈકે તો પહેલ કરવી જ રહી અને તેનો અમને આનંદ જ નહિ ગૌરવ પણ છે. આપે અમને અભિનંદન આપયા છે તે માટે હાર્દિક આભાર્ બીજા વિષય ઉપરના પણ આપના પ્રતિભાવોની ઉત્સુકતા પૂર્વક રાહ જોઈશ્ ફરીને આભાર્.

   Like

 12. આપનો વિચાર મુદો વિચારણીય હોવા છતાં હું એમ માનું છું કે કન્યાદાન માત્ર એક વસ્તુ કે ચીજના દાન તરીકે પ્રસ્તુત નથી.પરંતુ દાનનો અર્થ વિસ્તૃતરીતે અને સમાજને લગ્નની મહત્તા અને સ્ત્રી પુરૂષના સંબંધને સમાજના વિવિધ સ્તરના લોકો સ્વીકારે તે અર્થ લેવો જોઈએ. આ દાન એ કોઈ બ્રાભ્રણને આપવામાં આવતો લોટ કે ભિક્ષુકને આપવામાં આવતું કોઈ રકમનું દાનના સ્વરૂપમાં જોવાનું નથી.દાનનો અર્થ આપવું એ શાબ્દિક પર્યાય છે.
  માતા-પિતા પોતાની દીકરીને અન્યના હાથમાં આપે છે ત્યારે માત્ર આપવા ખાતર નહિ પરંતુ અરસ-પરસના નવા સામાજિક બંધનને વધારે મજ્બૂત બનાવવા અને એક ઉંચાઈ આપવા કન્યાદાન કરે છે તેમ સમજવું જરૂરી છે. જો મા-બાપને પોતાની છોકરી (દીકરી નહિ) ને કોઈ જાણીતા કે ગમતા જ્ઞાતિજનના છોકરા (પુત્ર નહિ) ને આપી છે તે ગણી શકાય ? અહીં સંબંધને વહેવાર (વેપાર) ગણવો જોઈએ. લગ્નમાં અપહરણ-ગાંધર્વ લગ્ન- સ્વયંવર વગેરે હતા. પરંતુ સમાજના વિવિધ સ્તર-ભણેલા-અભણ્-સમજુ-પછાત-ઉચ્ચ્-નીચ આ લગ્નનું બંધન ટકે પણ સામાન્ય કારણોસર તૂટે નહિ અને દાન પાછું આવે નહિ તેવા અર્થમાં લઈ શકાય. જો કે અત્યારના સમાજની સ્થિતિમાં લોકોને પણ પતાવવા ખાતર કલાક કે એક દિવસમાં “ છોકરીને આપે છે” કન્યાદાન જેવું છે જ નહિ. માત્ર બોલવાની ક્રિયા છે. હ્ર્દય અને મન હાશ છૂટ્યાનો ભાવ ધરાવે છે——-જાન ગઈ !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s