આપણાં (ભારત) દેશની એકતા કેટ્લી આભાસી કેટલી પોકળ અને ભ્રામક ? !! ???

આપણાં ( ભારત ) દેશની એકતા કેટ્લી  આભાસી  કેટલી  પોકળ અને ભ્રામક ? !! ???

આપણે સૌએ જોયું કે ચૂંટણીની જાહેરાતે પ્રાદેશીક પક્ષો મધ્યસ્થ સંગઠનમાંથી છેડો ફાડી પોતની અલગ મહત્તા સિધ્ધ કરવા મચી પડેલા અને કોઈપણ હોદાની ગરિમા જાળવ્યા સિવાય –આવા પક્ષો પ્રચાર દરમિયાન હલકામાં હલકી કક્ષાએ ઉતરી આવેલા જે નિસંદેહ સાબિત કરે છે કે પ્રાદેશિક નેતાઓ વિવેક બુધ્ધિ હીન છે .અલબત્ત મધ્યસ્થ પક્ષોના પણ કેટલાક કહેવાતા સ્ટાર પ્રચારકો પણ આવી વ્યક્તિગત ટીકાઓથી પર રહી શકયા નહિ હતા. સમગ્ર રીતે જોવામાં આવે તો કોઈ પણ પક્ષ સમગ્ર દેશમાં પોતાનો પ્રભાવ પાથરી શકવા સમર્થ બન્યો નથી.

આઝાદી બાદના પ્રથમ દસેક વર્ષો બાદ કરીએ તો ક્યારેય આ દેશે એકી અવાજે એકતા પ્રદર્શિત કરી હોય તેવું જણાતું નથી. અને કદાચ એટલે જ એક ઉક્તિ પ્રચલીત થયેલ છે કે ભારત એક એવો દેશ છે કે જેમાં “વિવિધતામાં એકતા” સમાયેલી છે. પરંતુ આ ઉક્તિ ખરેખર સત્ય છે ખરી ?

આપણી સંસ્કૃતિ અને આપણાં દેશનો ઈતિહાસ 5000 વર્ષથી પણ જૂનો ગણવામાં આવી રહ્યો છે. ત્યારથી તે આજ સુધી આપણે ક્યારે ય એક હતા ખરા ?

વિભાજન અને અલગતા આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું એક આગવું અને અવિભાજ્ય લક્ષણ રહ્યું છે. જો બરાબર અભ્યાસ કરી ચકાસવામાં આવે તો વિભાજન આપણી ગળથુથીમાં/લોહીમાં જ છે. ચાર વર્ણોની વાત જેવા કે ક્ષત્રિય-વૈશ્ય્-બ્ર્હામણ-અને શુદ્ર તેની સાબિતી છે. અને આ વર્ણ પણ વ્યકતિના જન્મથી જ નક્કી થતા રહ્યા છે- કર્મોથી નહિ. કાળ ક્ર્મે આ વર્ણોના પણ અનેક વિભાજન  જ્ઞાતિને નામે થયા. તેની પણ પેટા જ્ઞાતિ અને એ રીતે ઉતરતા ક્રમમાં અનેક પેટા જ્ઞાતિઓ ઉમેરાતી ગઈ અને આ રીતે છેક તળીયાના લોકો સુધી જ્ઞાતિને નામે વિભાજન થતું રહ્યું. એક બાજુ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિનું સર્જન થઈ રહ્યું હતુ તો તેની બીજી બાજુ ઋષિ પ્રથા ખત્મ થઈ રહી હતી અને ગુરૂ પ્રથા અસ્તિત્વમાં અવી રહી હતી.

આ ગુરૂ પ્રથાએ કાળક્ર્મે ગૂરૂઓના સ્થપિત હિતો પેદા કર્યા પરિણામે  ગુરૂઓએ પોતાનો વ્યક્તિગત પ્રભાવ સમાજ ઉપર પાથરવા અનેક સંપ્રદાયો ઉભા કર્યા અને સંપ્રદાયમાં જોડાયેલા અનુયાયીઓમાં થી એક પણ છટકી ના જાય માટે કંઠી બંધાવાની પ્રથા ગુરૂઓએ ચાલુ  કરી. ઉપરાંત દરેક સંપ્રદાયોના ગુરૂઓ દ્વારા ઈશ્વરના અલગ અલગ સ્વરૂપ રજૂ કરી લોકોમાં શ્રધ્ધાને બદલે અંધ શ્રધ્ધા અને ચમત્કારોનો આવિષ્કાર કરવા-કરાવવામાં આવ્યો. જે કોઈ વ્યકતિ કોઈ સવાલ કરે કે શંકા ઉઠાવે તેને સંપ્રદાયનો દ્રોહી ગણાવી બહાર કરી સામાજિક રીતે પણ તેનો બહિષ્કાર  શરૂ કરાવવામાં આવ્યો. જ્ઞાતિના રીત-રિવાજો અને રૂઢિથી વિરૂધ્ધ વર્તન કરનારને જ્ઞાતિ  બહાર કરવામાં આવ્યા અને આમ જ્ઞાતિ અને સંપ્રદાયની વાડા બંધીની પકડ મજબૂત બનાવવામાં આવી.

સંપ્રદાયના વડાઓમાં મતભેદ કે અહમના ટકરાવ થતા જે તે સંપ્રદાયનું વિભાજન કરી નવો સંપ્રદાય સ્થપાવા લાગ્યો !  અને કેટલાક સંપ્રદાયોની ગાદી મેળવવા ગુરૂઓની હત્યા કરવા કે કરાવવાનો સીલસિલો પણ ચાલુ થયાનું જોવા મળે છે. આ સંપ્રદાયોનું વેપારી કરણ થતાં અને અબજો રૂપિયાની ધન રાશિ એકઠી થતાં આ વગર રોકાણનો ધંધો થઈ પડેલો જણાતાં કેટલાક લેભાગુઓ એ પણ પોતાના સંપ્રદાયો શરૂ કરતા આ સંપ્રદાયોની સંખ્યા આજની તારીખે 30000/- ત્રીસ હજારને પણ આંબી ગઈ છે અને હજુ પણ નવા સંપ્રદાયો અને મંદિરો બની જ રહ્યા છે. આ સંપ્રદાયોના 30000/- ત્રીસ હજારથી પણ વધુ વડાઓ અને તેમના કહેવાતા પટ્ટ શિષ્યો અને તેમની શાખાઓના વડાઓ  અને તેમના પટ શિષ્યો અને  શિષ્યો વગેરે મળી અંદાજે 5000000/- પચાસ લાખ વયક્તિઓ કોઈ પણ પ્રકારની કામગીરી કર્યા વગર સમાજ ઉપર પરાવલંબી બની માત્ર દાન્-ધર્માદાની આવક ઉપર જીવન ગુજારનાર આળસુ અને પ્રમાદી  બની રહ્યા છે  અને આ લોકોને આપણૉ સમાજ અંધ શ્રધ્ધાને કારણે આજે પણ પોષી રહ્યો છે !

વિભાજીત સમાજના કારણો તરફ પાછા ફરીએ તો અને તે માટે આપણૉ પુરાણો ઈતિહાસ તપાસવામાં આવે તો એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આપણૉ દેશ રામ કે કૃષ્ણના સમયમાં પણ એક નહિ હતો. એકતા સ્થાપવા અને સિધ્ધ કરવા વારંવાર જે તે સમયના પ્રબળ રાજવીઓ એ પોતાનુ પ્રભુત્વ સ્થાપવા અને અન્ય રાજ્યો પાસે સ્વીકાર કરાવવા અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવતા  અને એક ચક્રી શાસન સ્થાપી ચક્રવર્તી રાજાનું બિરૂદ મેળવતા રહેતા. પરંતુ તક મળતાં જ આવા જીતેલા પ્રદેશોના રાજવીઓ ચક્રવર્તી શાસકની ધુંસરી ફગાવી ફરીને  સ્વતંત્ર બની  બેસતા. અર્થાત જ્યાં સુધી મધ્યસ્થ રાજવી મજ્બૂત અને પ્રભાવી હતો ત્યાં સુધી રાજ્યો એક છ્ત્ર નીચે રહેતા હોવાથી એકતાની ભ્રમણા  ઉભરતી પણ સમયે સમયે સાબિત કરી આપ્યું છે કે આ ધરાર ઉભી થતી  કે થયેલી એકતા આભાસી અને છેતરામણી હતી ! ગુપ્ત વંશ, મોર્ય વંશ ,મુસલમાનો કે મોગલો દરેકના સમય ગાળામાં આવી જ છેતરામણી કે આભાસી પરિસ્થિતિ પ્રવર્તતી જોવા મળે છે. અને છેલ્લે અંગ્રેજોના સમય કાળ દરમિયાન મજબૂત અને અસરકારક સત્તાધીશોને કારણે અને તેમના પ્રયાસોથી આ દેશ લાંબા સમય સુધી એક બની રહ્યો તેમ છતાં ત્યારે પણ 600/- છ્સો થી વધારે રજવાડાઓ તો અસ્તિત્વમાં હતા જ્ . આમ દરેક સમય દરમિયાન  સામાજિક્ કે ભાષાકીય રીતે એકતા વાસ્તવમાં આભાસી જ બની રહી અને ક્યારેય ભાવનાત્મક એકતા સ્થપાય હોય તેવું જણાતું નથી.

આ વિભાજિત માનસિકતાનો લાભ અંગ્રેજોએ બહુ જ ચાલાકી લીધો અને ધર્મને નામે હિન્દુ અને મુસલીમને સામ સામે ગોઠવી સ્વતંત્રતા આપતા પહેલાં બે દેશ તરીકે આપણને  વિભાજીત કર્યા જેના કુ ફળ આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ ! આ વિભાજનની સહમતિ આપનારા જે તે સમયના રાજકારણીઓને જ જવાબદાર ગણવા રહ્યા.

તેમ છતાં એકતાનું પરિબળ મજ્બૂત ના બને તે માટે રાજકારણીઓ કરતાં પણ મારા મતે આ દેશના સાધુ-સંતો એ મોટો ભાગ ભજવ્યો છે. દુનિયાના કોઈ પણ દેશમાં ના હોય તેટલા સંપ્રદાયો અને દરેકનો ઈશ્વર અલગ અલગ ! તે છેક તળીયા સુધી અર્થાત વર્ણ બાદ જ્ઞાતિ-પેટા જ્ઞાતિ તેની પણ પેટા જ્ઞાતિ અને એક જ જ્ઞાતિ હોવા છતાં દરેક પરિવારનો ઈશ્વર –કૂળ દેવતા કે કૂળ દેવી –અલગ અલગ ! ઉદાહરણ તરીકે બ્રાહ્મણની 84 જ્ઞાતિ ગણાવામાં આવે છે અને અનેક પેટા જ્ઞાતિઓ અને તેના અલગ અલગ ગોત્રો અને તેથી તમામના ઈશ્વર પણ અલગ અલગ ! તેવું જ ક્ષત્રિય  વૈશ્ય અને શુદ્રો માટે ! જ્ઞાતિ એક હોવા છતાં ગોત્રને નામે કે અન્ય માન્યતાઓને કારણે તમામનો ભગવાન તો અલગ અલગ જ !

આમ કોઈ પણ કક્ષાએ પ્રજા ક્યારેય એક થઈ જ ના શકે તેવી કુનેહ અને ચાલાકીથી કરવામાં  આવેલી ગુંથણી જોવા મળે છે. અને તેને ધાર્મિકતા/ આધ્યાત્મિકતાના વાઘા શીફતથી પેરાવી દેવામાં આવ્યા છે અને જો કોઈ આનો અસ્વીકાર કરે કે ટીકા કરે તો જ્ઞાતિ જ તેનો બહિષ્કાર કરે એટલી મજ્બૂત પકડ સાધુ-સંતોએ સમાજના મોટા ભાગના લોકો ઉપર મેળવી લીધેલી જણાય છે.આવા વિરોધ સુર ઉચ્ચારનારાઓને નાસ્તિક જેવા લેબલો પણ આપવામાં આવતા જણાય છે.

આ સંપ્રદાયના વડાઓને પોતાના સંપ્રદાયની ઓળખ માટે અનુયાયીઓ પાસે  ઈશ્વરના  નામને જોડી /સાંકળી સુત્રોચ્ચાર કરાવવા કુનેહ પૂર્વક ચાલાકી થી તૈયાર કર્યા છે. જેનો ઝ્નૂન પૂર્વક અમલ થતો આપણને જોવા મળે છે.

સંપ્રદાયોના વડાઓ એ પોતાની આગવી ઓળખ ઉભી કરવા પોતા માટે અને ચુસ્ત અનુયાયીઓ માટે વિશિષ્ટ વેશ ભૂષા ડીઝાઈન કરી છે અને તે જ ધારણ કરતા રહે છે. કે જેથી સમૂહમાંથી પણ તેમને અલગ ઓળખ મળી રહે ! તે જ રીતે અનુયાયીઓને પણ સુત્રો પોકારતા કરવામાં આવ્યા. જે મ કે સવારમાં જાગૃત થતા કે બહાર જતાં, ઘેર પરત આવતાં કે. કોઈપણ વ્યકતિને મળતા -જુદા પડતા, સૌ પ્રથમ પોતાની અને પોતાના સંપ્રદાયની-જ્ઞાતિની ઓળખ ઈશ્વરના નામને જોડી મોટેથી ઉચ્ચારવાની શરૂ કરાવવામાં આવી. જેવી કે “જય શ્રી કૃષ્ણ” , “જય સ્વામીનારાયણ”,  “જય જિનેન્દ્ર,”  “જય માતાજી,”  “જય આશાપુરા,”  “જય ખોડિયાર,”  “જય હાટકેશ,”  “જય યોગેશ્વર,”  “નમો નારાયણ,”  “મહાદેવ હર” વગેરે વગેરે જેમાં ઈશ્વરના નામ્ કરતાં સંપ્રદાયોની  તેમજ જ્ઞાતિની  ઓળખ વ્યકત કરવાનો સભાન અને મુખ્ય હેતુ છુપાવી ભક્તોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે હવે ખુલ્લુ રહસ્ય ( OPEN SECRET ) બની ચૂકયું છે ! અને આપણે હૈયા ફૂટેલ આવા કહેવાતા સાધુ- સંતોની ધાર્મિકતાના આંચળા હેઠળ પ્રબોધાયેલી વાતોમાં આવી વધુ અને વધુ વિભાજીત થતા રહ્યા છીએ.

આ વિભાજીત માનસિકતાનો લાભ આજના સત્તા ભૂખ્યા રાજકારણીઓ ચાલાકી પૂર્વક પ્રદેશવાદને નામે લઈ લોકોને ગુમરાહ બનાવ્યે રાખે છે. જેના જીવંત ઉદાહરણ રૂપે બાલ ઠાકરેની શિવ સેના અને હવે રાજ ઠાકરે તેનાથી પણ વધુ આક્રમક બની મહારાષ્ટ્ર માત્ર મહારાષ્ટ્રીયન માટે જ નો નારો બુલદ બનાવી અન્ય પ્રદેશના લોકોમા ભય ફેલાવી મુબઈ છોડવા મજ્બૂર બનાવી રહ્યા છે અને સત્તાધીશો અકળ મૌન ધરી આ તમાશો જોઈ રહ્યા છે ! તે જ રીતે દક્ષિણમા કરૂણાનીધિ, પૂર્વમાં મમતા બેનરજી, ઉતર પ્રદેશમાં માયાવતી , મુલાયમ, અને અમરસિંહ  બિહારમાં લાલુ અને નિતિશ કુમાર ( હમણા તાજે તરમાં જ બિહારને સ્વાયત્તા આપવાની માંગણી કરેલી )   પંજાબમાં ખાલીસ્તાનની ભિંડરણવાલાની  માંગણી યાદ આવે છે ને ? જમ્મુ-કાશ્મીરની પણ સવાયત્તાની માંગણી ઉભી જ છે. આ તમામ સત્તા ભૂખ્યા સ્વાર્થી રાજકારણીઓ પોતાનો રોટલો પકવવા આવી બેહુદી માંગણી કરી લોકોને ઉશ્કેરી જાહેર મિલ્ક્તોને જે નુકશાન કરાવે છે જે અબજો રૂપિયાનું થવા જાય છે. હમણાં જ તાજેતરમાં જ વિયેનામાં શિખ ધર્મ ગૂરુની હત્યા થતાં પંજાબમાં તેની સામે વિરોધ પ્રદર્શિત કરવા લોકોએ જે રીતે જાહેર મિલ્કતોને અબજો રૂપિયાનું નુકશાન કર્યું તેની પાછળ પણ કાં તો કોઈ ધર્મ ગૂરુ અથવા કોઈ રાજકારણીનો જ હાથ હોવાનું માનવાને કારણ રહે છે. તે જ રીતે રેલ્વે એ બિહારમાં સ્ટોપેજ નહિ આપતા આખી ટ્રેન સળગાવી નાખવા પાછળ પણ રાજકારણી જ હોવાની પૂરી સંભાવના રહે છે.

એમ કહેવાય છે કે હિન્દુ કોઈ ધર્મ નથી પણ એક વ્યવસ્થા છે- વહેતો ધર્મ છે. અને અતિ સહિષ્ણુ અને સમતા તથા    ધૈર્ય ધરાવનાર દુનિયાભરમાં આવો કોઈ ધર્મ થયો નથી. આ ધાર્મિક વ્યવસ્થામાં 32 કોટી દેવતાઓ છે તેમ માનવા અને મનાવવામાં આવે છે. ટૂકમાં પથ્થર એટ્લા ભગવાન માની પુજવા-પુજાવવામાં આવે છે. તેમ છતાં આ જ ધર્મમાં છૂતા છુત પણ અસીમ કક્ષા સુધીની છે. અસ્પૃશ્યતા નાબુદ કરવાની ઝુંબેશ કે મંદિરોમાં દલિતોના પ્રવેશ માટે ચળવળ હાથ ધરનાર  ગાંધીજી જેવી વિભૂતિને પણ ધારી સફળતા મળી નહિ હતી. અને જો ધર્મ પરિવર્તન દુનિયા ભરના દેશોમાં જે થયા છે તેની ગણત્રી કરવામાં આવે તો વધુમાં વધુ લોકો હિન્દુ ધર્મ છોડી અન્ય ધર્મ્ અંગિકાર કરતા જણાય છે. આવા ધર્મ પરિવર્તન સામે હિન્દુ સાધુ-સંતો  રાજકારણીઓ પોતાના હેતુ સિધ્ધ કરવા સામન્ય લોકોને હથિયાર (TOOL)બનાવી  અવાજ ઉઠાવે છે પણ હિન્દુ ધર્મમાં રહેલી નબળાઈઓ દૂર કરી પરિવર્તન કરવા કે કરાવવા કોઈ પ્રયાસ કરતા ક્યારેય જણાયા નથી. અરે હિન્દુ ધર્મ છોડી અન્ય ધર્મ અંગિકાર કરનાર વ્યકતિને ફરી હિંદુ ધર્મમાં પરત આવવા ઈચ્છા થાય તો તેમ કરવાની રજા નથી. પરિણામે દલિતોમાં થી વધુ અને વધુ ધર્મ પરિવર્તન થયેલા જણાય છે. અને આમ વિભાજન વધુ છેક તળીયા સુધી તીવ્રતાથી પહોંચેલુ જણાય છે.

વળી આ કહેવાતા સાધુ-સંતો કે સંપ્રદાયના વડાઓ કે રાજકારણીઓએ વિભાજિત પ્રજાને એક થવા કોઈ પ્રેરણા આપી હોઈ કે એ દિશામાં કોઈ પ્રયાસ કર્યા  હોઈ તેવું જાણવા મળતું નથી. હંમેશા લોકોને વિભાજિત કેમ રાખી શકાય તેની સાઝીશ કરતા રહ્યા હોય તેમ માનવાને કારણ રહે છે.

પરિણામે આપણે ક્યારેય ભારતીય  નહિ બની શક્યા. આપણી ઓળખ સૌ પ્રથમ જ્ઞાતિ, બાદ સંપ્રદાય, અને  સમાજ, પછી પ્રદેશ, અને બાદ જિલ્લો, અને રાજ્ય, અને છેક છેલ્લે દેશ, અર્થાત (ભારતીય) આવતા રહ્યા છે જે એક કરૂણ પરિસ્થિતિ છે. ઉપરાંત આપણે આપણને હિન્દુ તરીકે  પણ છેક છેલ્લે જ  ઓળખાવીએ  છીએ. સૌ પ્રથમ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ, બાદ ગોત્ર, પછી કુલદેવતા, બાદ સંપ્રદાય અને ગુરૂ, અને અંતમાં હિન્દુ ! કેટલાક  રાજકારણીઓ પોતાના સ્થાપિત હિતોના રક્ષણ માટે પોતાની  જાતને બિનસાંપ્રદાયિક ગણાવવા બહુમતિની ભારોભાર અવગણના અને અન્યાય કરી રહ્યા છે જે હવે દીવા જેવું સ્પષ્ટ બની ચૂક્યું છે. અને લઘુમતિનો એક વર્ગ પણ આ સાઝિશ સમજતો થયો છે !

હમણાં થોડા સમય પહેલાં જ મોરારીબાપુએ મહુવા મુકામે વિશ્વધર્મ સંગોષ્ઠિ યોજેલ જેમાં દલાઈલામા જેવા અને અનેક સાધુ-સંતો હાજર રહેલ આ સંગોષ્ઠિમાં જે  ચર્ચાઓ કરવામાં આવી હોય તેની સાથે  અથવા અલગથી આ દેશમાં પ્રવર્તતા 30000/- સંપ્રદાયોને એક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હોત તો અને સાથો સાથ ઈશ્વરની વિભાવના દરેક માટે એક જ હોઈ શકે તેવો વિચાર વહેતો કરવામાં આવ્યો હોત તો લાંબા ગાળે કદાચ સમાજના તમામ લોકો વચ્ચે એકતા સિધ્ધ કરી શકવાની શક્યતા ઉભી થઈ શકી હોત તેમ માનવાને કારણ રહે છે. જો આ દેશમાં ખરેખર સામાન્ય લોકો વચ્ચે એકતા પ્રગટાવવી હોય તો તે કાર્ય આવા ધાર્મિક વકતાઓએ જ પહેલ કરવી રહેશે તેમ હું બહુ દ્રધ રીતે માનું છું !  આ માટે આ દેશના ધાર્મિક- આધ્યાત્મિક અને સંપ્રદાયોના વડાઓ એક બની પ્રજાને એકતા કેળવવા ક્યારે ય દોરશે ખરા ?

આ સામે અન્ય દેશોનો અને ત્યાં પ્રવર્તતા ધર્મનો અભ્યાસ કરવામાં આવે તો સ્પષ્ટ રીતે દ્ર્ષ્ટિ ગોચર થાય છે કે મૂળ ધર્મ માંથી વિભાજિત થયા હોય તેવા વધુમાં વધુ બે કે ત્રણ ફાંટા પડેલા જોવા મળશે  તેમ છતાં દરેકનો ઈશ્વર તો એકજ રહે છે ! પરિણામે એ પ્રજામાં લોખંડી એકતા જોવા મળે છે ! અને આ ધર્મોમાં કોઈ પણ વ્યકતિ ધર્મ કે ઈશ્વરને નામે વિભાજન કરવા ધારે તો પણ સફળ થઈ શકે તેમ નથી.

ઉપર જોયું તેમ કમનસીબે આપણાં દેશમાં વંશ પરંપરાગત માલિકી ધોરણે રાજગાદી કે સંપ્રદાયના વડાનું સ્થાન નિશ્ચિત થતું રહ્યું છે અને જે પરંપરા આજે પણ વધતે/ઘટતે અંશે ચાલુ જ રહી છે. પરિણામે હમણાં  જ થયેલી ચૂટણીમાં સત્તા મેળવવા જે રમતો રમાઈ તે સ્પષ્ટ દર્શાવે છે કે આપણા આ કહેવાતી એક દેશ કે એક્તાની વાતો માત્ર અને માત્ર ભ્રમણા છે દરેકને કોઈ પણ ભોગે સત્તાધીશ બની રહેવું છે અને તે માટે દેશના ગમે તેટલા ટૂકડા થાય તેની જરા પણ પરવા કે ચિંતા નથી. આ પરિણામોથી ચૂટાયેલા લગભગ 300 થી વધારે સાંસદો કરોડ પતિઓ છે અને 40% ઉપરાંત સભ્યો વંશ પરંપરાથી ચૂંટાયેલા છે કે જેમના બાપદાદાઓ કે નજીકના સગાઓ અગાઉ રાજકારણ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા અને આજે પણ છે  અને જેમને મન રાજકારણ વગર રોકાણે  કમાણી કરવાનું જબર જસ્ત સાધન/ધંધો  બની રહ્યું છે.

આવનારા દિવસોમાં આ કરોડપતિ સાંસદો આ દેશના કરોડો ગરીબો માટે કાર્ય કરવાના છે અને તેમને રોજી-રોટી આપવાના છે. કેટલી વાહિયાત વાત લાગે છે !

આગળ કહ્યું તેમ આપણે ક્યારેય કોઈ બહારના દેશો ઉપર આક્રમણ કર્યું નથી. પરંતુ સાથોસાથ આપણે ક્યારે ય અંદરો અંદર લડવામાંથી નવરા પણ પડ્યા નથી. આપણો ઈતિહાસ તપાસો જે માહોં માહેં  વાતવાતમાં લડ્યા કરતો, કપાઈ મરતો, પેઢી-દર-પેઢી વેરઝેર ઓકતો, જોવા મળે છે.પરાકાષ્ટા તો ત્યારે આવે છે કે આવા ટૂકી બુધ્ધિના, બે જવાબદાર ,અને નજીવી અને ક્ષુલ્લ્ક વાતોમાં વટનો સવાલ બનાવી અંદરો અંદર લડી કપાઈ મરનારા લોકોના પાળીયા બનાવી ગામડે ગામડે સુરાપુરા તરીકે તો કોઈ સ્થળેકુળ દેવતા તરીકે પૂજાતા જોવા મળે છે.

આટલું ઓછું હોય તેમ પોતાના અંગત વેરઝેર વાળવા વિદેશીઓને આપણાં દેશ ઉપર આક્મણ કરવાના નિમંત્રણો પાઠવનારા અમીચંદો પણ આજ ધરતી ઉપર પાક્યા છે. અને એક વાર નહિ અનેક વાર આ દેશ ઉપર 20000-25000 માઈલના અંતરેથી  પગપાળા , અશ્વો કે ઉંટ ઉપર આવી અનેક રજવાડાઓને હરાવી, મંદિરો તોડનારા, લૂટનારા આક્રમકોને આપણે એક-સંપ કે એકતા કેળવી કયારેય પડકાર્યા પણ નથી. અરે આ રીતે આવનારા આક્ર્મકોને માર્ગ-રસ્તા દેખાડનાર ખેપીયા તરીકે આપણાં જ રજવાડાઓએ ભાગ ભજ્વ્યો છે.!

ટૂંકમાં આપણાં દેશનો ઈતિહાસ અંદરો અંદર લડતી પ્રજા,  ટૂકી બુધ્ધિ વાળા, નજીવી અને ક્ષુલ્લ્ક વાતોમાં અહમના ટકરાવથી લડવા નીકળી પડનારી, વિભાજીત પ્રજાનો ઈતિહાસ ! જ્યાં આપણી માનસિકતા જ વિભાજનવાદી બનાવવામાં જે તે સમયના સાધુ-સંતો અને સંપ્રદાયના વડાઓએ મહત્ત્વનો ભાગ ભજ્વ્યો છે ત્યાં રાજકારણીઓ અને સત્તાપિપાસુઓને તો બગાસું ખાતા પતાસું મળી ગયાનો આનંદ આવે છે ! આ રાજકારણીઓ તો લોકોને કેમ વધુ અને વધુ વિભાજીત કરી શકાય તેના નુસ્ખા રાત્-દિવસ શોધ્યા કરે છે. સમાજના કચડાયેલા વર્ગને અને લઘુમતિને અનામત આપવાનું ગતકડું છેક તળીયા સુધી વિભાજન પહોંચાડવાની યુક્તિ સીવાય કંઈ નથી. અને આ દેશના અબુધ અને અજ્ઞાન લોકો તેનો ભોગ બનતા રહે છે.

દેશના કહેવાતા ધાર્મિક કે આધ્યાત્મિક વડાઓના મૂક આશીર્વાદ મળતા રહે છે .કારણ કે બંને વર્ગના સ્થાપિત હિતો તોજ સલામત રહી શકે અને યાવદચન્દ્ર દિવાકરો વંશ પરંપરાગત શાસન ભોગવી શકે. આ દેશની સંપત્તિનું કેન્દ્રીકરણ મંદ્દિરો સંપ્રદાયો અને રાજકારણીઓ પાસે છે જેના વડે તે સતત સત્તાધીશ બની રહેવાના સભાન અને ચાલાકી ભર્યા માર્ગે પ્રયાસો કરતા રહે છે અને સફળતા મેળવે છે.

આ વખતની ચૂંટણીમાં 300 ઉપરાંત કરોડપતિઓ અને 40% વંશપરંપરાગત સાંસદો તરીકે ચૂંટાયા છે અને આવનારા દિવસોમાં આ લોકો તથા દેશના ઉધ્યોગ પતિઓ વગેરેનું ગઠબંધન આ દેશને કઈ દિશામાં લઈ જવો તે નક્કી કરનાર છે. અને એ તો સ્વાભાવિક જ છે કે અંધારામાં પણ કોળિયો તો મોંમાજ જાય ! પોતાના સ્વાર્થી હિતોનું રક્ષણ કરવા અને પેઢી દર પેઢી સત્તામાં રહેવા આ લોકો આ દેશના સામાન્ય જનતાને ક્યારે ય એકતા સાધવા નહિ જ દે તે દિવાલ ઉપર લખાયેલું સનાતન સત્ય છે. એટલું જ નહિ સમય આવ્યે અલગ અલગ પ્રદેશ-રાજ્ય-ની ભાગ બટાઈ પણ કરી લેતા હિચકિચાટ અનુભવશે નહિ  ! આવનારા ચાર કે છ દસકામાં આ દેશ ફરીને 600 કે વધારે રજવાડામાં વહેંચાય જવાની પૂરેપૂરી સંભાવના છે- હા  આ વખતે રજવાડાઓનો ઠાઠ માઠ આધુનિક વાઘા અને નવા લોકો દ્વારા થવાની ભરપૂર શક્યતાઓ છે. આવનારા દિવસોમાં એક રાજ્યમાંથી બીજા રાજયમાં જવા માટે પાસપોર્ટ અને વીસાની પણ જરૂર પડશે તેમ હાલના કેટલાક રાજકારણીઓના ઉચ્ચારો પરથી સ્પષ્ટ જણાય્ રહ્યું છે !

ટૂંકમાં હાલના લક્ષણો ઉપરથી એટલું જરૂર કહી શકાય કે આવનારા દિવસોમાં ઈતિહાસનું પુનરાવર્તન થવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. અને આપણી ઉપલક દ્ર્ષ્ટીએ દેખાતી એકતા કેટલી પોકળ-ભ્રામક  છે તે છ્તું થતું રહે છે !

27 comments

 1. જીવનમાં પરિવર્તન આવવો એ તો વાત મનુષ્ય પર રહ્યો છે પરિવર્તન તો આવવાની સંભાવના તો ૧૦૦ ટકા છે પરંતુ તેની શરુઆત તો દાદા એકવાર કરી જુઓ, કદાચ આપણાથી સમાજની નજરમાં બદલાવ લાવી શકીએ. જો આપણે આપણાથી નવા વિચારોની શરુઆત કરીએ તો પરિવર્તન જરૂર થી આવશે.

  Like

 2. શ્રી રાજેશભાઈ,
  મારાં 2009માં લખાયેલા લેખ ઉપર આપનો પ્રતિભાવ વાંચી આનંદ થયો. જૂના લેખો પણ હજુ રસ પૂર્વક
  બ્લોગર મિત્રો વાંચી રહ્યા છે તે જાણી આનંદ બેવડાયો. જાતિ વાદ અને અનેક દેવી દેવતાઓને ભૂલી વ્યક્તિ જો પોતાના માહ્લલાનો અવાજ સાંભળી તેને વફાદાર રહે તો મોટા ભાગની તકલીફો કે અગવડો નાબુદ થઈ જાય તેમ મારું માનવું છે. પરંતુ કમભાગ્યે મોટા ભાગના લોકો માહ્લલાના અવાજને ટાપલી મારી મૌન કરી દે છે અને બાદમાં ઈશ્વર કે ભાગ્યને દોષ દેતા રહે છે. આ વૃતિ નાબુદ થવી જોઈએ પણ તે વ્યક્તિ પોતે જ કરી શકે, બહારનું કોઈ આ કાર્ય કરી શકે તેમ માની ના શકાય. બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! આવજો ! ફરી મળતા રહીશું.

  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 3. ખુબ જ સરસ રીતે દરેક ભારતીઓની અંતર્વેદના શ્રી અડાલજાસાહેબ, આપે વ્યક્ત કરી છે. હુ જીવનભર આવી જ વેદનાને સહન કરતો રહ્યો હતો, મારુ મન પણ અલગ અલગ દેવી-દેવતાઓ અને સંતો-બાબાઓમાં સંતોષાતુ ન હતુ કેમ કે દરેકે દરેક બાબઓ કે સંતો અલગ અલગ દેવી કે દેવતાઓને મહત્વ આપતા અને હુ ચકરાઈ જતો.

  અધુરામાં પુરુ, જાતિવાદ. હાય રે કિસ્મત ભારતની..!! આ જાતિવાદ જ ભારતના મુળ નખ્ખોદનુ જડમુલ છે, એ ના હોત તો શ્રી રાઓલ સાહેબે જણાવ્યા મુબજ ૭૫% પ્રજા ઘરમાં ભરાઈ રહે અને ૨૫% મરવા દોડે તો એ દેશ ૫૦૦૦ તો શું ૫ લાખ વરસ સુધી પણ ગુલામ જ રહેવાનો.

  હવે મને કહો જાતિવાદને કેવી રીતે હરાવશો, એના ઉપર એક લેખ લખો એવી નમ્ર વિનંતિ…

  એકંદરે ખુબ જ વિચારક લેખ લખ્યો છે આપે, અભિનંદન…….

  Like

 4. અરવિંદદાદા,
  આ લેખ ઘણો જ માહિતીપ્રદ છે.
  જ્ઞાતિવાદ એ આપણા DNA જનીનતત્વ માં ઘૂસી ગયો છે,જેમ જેમ સમય નુ વહેણ આગળ ધપતુ રહેશે તેમ જ્ઞાતિ-જાતિના વાડાઓ ઓછા થતા જશે.
  આજ ના સાધુ સંતો માત્ર ભગવાઘારી બીઝનેસમેનો છે.

  Like

 5. અરવિંદદાદા,
  આ લેખ ઘણો જ માહિતીપ્રદ છે.
  જ્ઞાતિવાદ એ આપણા DNA જનીનતત્વ માં ઘૂસી ગયો છે,જેમ જેમ સમય નુ વહેણ આગળ ધપતુ રહેશે તેમ જ્ઞાતિ-જાતિના વાડાઓ ઓછા થતા જશે.
  આજ ના સાધુ સંતો માત્ર ભગવાઘારી બીઝનેસમેનો છે.

  Like

 6. ્તમે ધ્યાન દોરતાં આજે આ લેખ વાંચ્યો. તમારા સાથે અક્ષરશઃ સંમત છું. બધી કૉમેન્ટ્સ પણ સારી છે. શ્રી ભટ્ટે બીજા ધર્મોના પંથો અને સંપ્રદાયોની સ્થિતિ પર પણ ધ્યાન દોર્યું છે. હકીકતમાં પશ્ચિમના દેશોમાં લોકો આપણા જેવા જ છે પણ સમાજના સ્તરે એમણે ધર્મને વ્યક્તિગત બનાવી દીધો. આથી એક સિવિલ કલ્ચરનો વિકાસ થયો. વિજ્ઞાન પણ વિકસ્યું. આપણે એક અલગ સિવિલ કલ્ચર નથી વિકસાવી શક્યા.
  આ બાબતમાં અમર્ત્ય સેન એમના પુસ્તક Identity and Violenceમાં સરસ સમજાવે છે. એક વ્યક્તિની એક જ આઇડેન્ન્ટિટી નથી હોતી. એક વ્યક્તિ હિન્દુ છે, તો તે સાથે એ સરકારી નોકર પણ છે. અથવા વેપારી પણ છે. એને વાંચવામાં રસ છે અને લોકલ લાયબ્મેરેરીનો મેમ્બર છે. આ બધી અલગ અલગ પણ એકસરખા મૂલ્યની આઇડેન્ટિટીઓ છે. પણ આપણે આપણી એક જ આઇડેન્ટિટીને મુખ્ય બનાવી દઈએ તો બીજું બધું દબાઈ જાય. સામાન્ય રીતે ધર્મની આઇડેન્ટિટી સૌથી મોટા ગ્રુપની હોવાથી એ સહેલાઈથી બીજી આઇડેન્ટિટિઓને દબાવી દે છે. આમ આપણે હિન્દુ ભલે હોઈએ પણ લાયબ્રેરીના કોઈ પણ અન્યધર્મી મિત્ર સાથે આપણે હિન્દુ તરીકે નહીં પણ લાયબ્રેરીના સમાન દરજ્જાના સભ્ય તરીકે વર્તવું જોઇએ.
  આ સિવિલ કલ્ચર છે. એટલે આપણે સમાજના જુદાજુદા સ્તરે સંવાદિતા પૂર્ણ વર્તન કરી શકીએ. અને આપણી બીજી આઇડેન્ટિટીઓને પાછળ રાખતાં શીખી જઈએ.
  જ્યારે આ શક્ય બને ત્યારે એક આઇડેન્ટિટીની પકડ ઢીલી પડૅ. ધીમેધીમે આપણે નવા રસ્તે જઈ શકીએ. જ્યાં સુધી આપણે સૌથી મોટી આઇડેન્ટિટીને અલગ ન કરીએ ત્યાં સુધી એની અસર જીવન પર રહેવાની છે. આપણી ધાર્મિક માન્યતાઓ આ આઇડેન્ટિટીની ચિંતામાં જ આપને આપનાં સંતાનો પર પણ લાદતા હોઇએ છીએ. અને એ એનો સ્વીકાર ન કરે તો એમનું આવી બન્યું. છોકરી જ્ઞાતિ બહાર લગ્ન કરવા માગે તો આપણી જ્ઞાતિની આઇડેન્ટિટી જોખમાય. બસ, જલદી જ્ઞાતિમાંથી છોકરો શોધો અને પરણાવી દો. છોકરીનું ગમે તે થાય, આપણી આઇડેન્ટિટી ટકવી જોઇએ. હવે આ આઇડેન્ટિટી્ને આપને મહત્વ ન આપીએ તો છોકરીને સ્વતંત્રતા આપી શકીએ.
  આ બધું સભાનપણે અને ધીરે ધીરે થઈ શકે. જ્યાં સુધી આપણે આ દિશામાં આગળ ન વધીએ ત્યાં સુધી આપણે ખરેખરા અર્થમાં એક ન થઈ શકીએ.

  Like

  1. શ્રી દીપકભાઈ
   આપે આ લેખ વાંચી જે પ્રતિભાવ જણાવ્યો મને ખૂબ જ આનંદ થયો કારણ મેં તો માત્ર થોડા વાચન અને થોડો મારો તર્ક દોડાવી તારણ ઉપર પહોચેલો મને ડર હતો કે મારો તર્ક ખરેખર સાચી દિશામાં જઈ રહ્યો છે કે કેમ ? આપ જેવા અભ્યાસુ દ્વારા જ્યારે તે સ્વીકારાય ત્યારે જે હર્ષની લાગની થાય તે ખૂબ જ રોમાંચક બની રહે મારા જેવા માટે તો ! ખૂબ ખૂબ અભાર ! આવજો ! મળતા રહીશું !
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

 7. હીન્દુ ધર્મના ઠેકેદારો અને રાજકારણીઓ બહુજન સમાજને હાથો બનાવીને પોતાના ઉલ્લુ સર કરવાની ખોરી દાનત ધરાવતા હોય એકતા ન થાય તે માટેના અનેકવીધ પ્રપંચો આદરતા હોય છે. તેની સામે બહુજન સમાજે જાગૃત થવાની જરુર છે….

  Like

 8. ગુરુજી…ગુરુજી પ્રણામ.હું આ સાઈટ પર એકદમ નવો છું.વિચારોનું કુરુક્ષેત્ર વર્ષોથી ચાલતું હતું.તમારા લખાણો વાચ્યા.તો તો તમારે મારો બ્લોગ વાચવોજ પડશે.પછી સમજાશે કે તમને ગુરુજી કેમ કહ્યા?સ્વામી સચ્ચિદાનંદ કહેતા હતા કે ૧૯૭૯ કે ૮૯માં ચોક્કસ યાદ નથી ભારત માં ૨૨૦૦૦ સંપ્રદાયો હતા.અને મોહન ભાગવત અમદાવાદ માં કહે હિંદુઓ અહિંસક છે ને હિન્દુઓએ એક થવું જોઈએ.એ સમાચાર ની નીચે મેં પ્રતિભાવ આપેલો જે દિવ્યભાસ્કરે સિટીજન જર્નાલીઝમ માં છાપેલો.જોકે પ્રજાને ગેરમાર્ગે દોરતા અને અંધશ્રદ્ધા,અંધવિશ્વાસ અને બ્રેન વોશિંગ કરતા ગુરુઓનો હું સખત વિરોધી છું.મેં લખેલું કે એક જયશ્રી કૃષ્ણ બોલે તો સામે બીજા કોઈ ધર્મ નો હોય તો જયશ્રી કૃષ્ણ બોલવા તૈયાર નથી.આટલા બધા વાડાઓમાં વહેચએલો હિંદુ એક ક્યારે થવાનો?મારો બ્લોગ વાંચીને ભાષા,શૈલી,કે બીજી કોઈ ત્રુટી હોય તો દોરવણી આપતા રહેશો.

  Like

  1. અંદાજે 30000 ત્રીસ હજાર સંપ્રદાયોમાં વહેચાયેલો આપણો સમાજ ક્યારે ય એકતા નહિ સાધી શકે તે વિષે મને કોઈ શંકા નથી. અંધશ્રધ્ધા એટલી જડની જેમ આપણાં લોકોના માનસમાં ધરબીદેવામાં આવી છે કે દુનિયાની કોઈ તાકાત આમાંથી આપણને બહાર કાઢી શકે તેમ નથી. માત્ર અને માત્ર દંભ અને પાખંડ કરનારાને લોકો પૂજે છે અને મારાં -તમારા જેવાને નાસ્તિક કહી ભાંડે છે ! ગુરૂઓ કઈ હદ સુધી અનુયાયીઓનું શોષણ કરે છે અને આશ્રમોમાં શરમ પણ શરમાય જાય તેવી પ્રવૃતિઓ કરતા રહે છે.આશારામના આશ્રમમાંથી બહાર આવેલી વાતો અને આશારમનો તે વિષે નો પ્રતિભાવ જો ટીવી ઉપર જોયો હોય તો તેમ્નો ચહેરો લાલઘુમ થયેલો અને મોદીને શાપ આપતો હતો ! સત્ય જીરવવું કે તેનો સામનો કરવો તે આવા થઈ પડેલા સ્વામીઓ કે સંતો માટે કેટલું અસહ્ય થઈ પડે છે તે આશારામે બરાબર તાદ્ર્શ કરી બતાવેલું ! આ દેશના મોટા ભાગના સંતો-સાધુઓ-ગુરૂઓ અને બાવાઓ કદાચ દંભ કે પાખડ માટે નોબેલ ઈનામ રખાય કે ઓલમ્પીક્માં આવી કોઈ રમતનો સમાવેશ કરાય તો નોબેલ પ્રાઈઝ્/ ગોલ્ડ મેડલ આ લોકોને જ મળે તેમાં બે મત ના હોઈ શકે ! માત્ર બાહ્યાચારમાં જ ધર્મ્ સચવાયો જણાય છે. ક્યારે ય કોઈ આમ શા માટે કે શું કામ તેવા પ્રશ્નો કરતા નથી અને જે કરે તેમને આવા પ્રશ્નો કરવાથી પાપ લાગે તેવું સમજાવી બોલતાબંધ કરી દેવાય છે !

   સ-સ્નેહ
   અરવિંદ

   Like

  1. ભાઈશ્રી દિવ્યેશ

   આપે મારા બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપે પ્રતિભાવો પણ જણાવ્યા અને આપને મારા વિચારો ગમ્યા તેજાણી વિશેષ આનંદ ! આપની અનુકૂળતાએ ફરી પણ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવશો જે મને પ્રોત્સાહિત કરશે ! આવજો ! ફરી મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 9. Whatever you wrote is what is always written about our religion/country/caste system. Everyone narrates the problem and wishes for a solution but tragedy is that noone brings the solution. And problem is in our psyche too. somewhere inside all Indians there is a inferiority complex (out of ignorance) that we are not united, we have caste system, we have so many gods and not one god etc. But just find out
  – which other country of the same size as India was ever united in the history? Let’s not talk about America as America is a recent country.
  – which other religion does not have denominations as in Hinduism? have you ever really seen how many denominations are there in Christianity?

  Problem is also that we can not surpass our weaknesses. We know since generations that these are our problems, but we can move on past that. We can’t keep complaining about it and do nothing in every generation.

  Like

  1. Dear Bhatt

   Thanks for the comment and visited my blog. I may agree at some extent that we are suffering from inferiority complex and used to talk about Are we United ? No 1 so far coming out with the solution /suggesation. May I request you to suggest some suggesation from your side for the solution how to get united and get more strengthen ourselves. As I understand unless and untill we come out from our conservative n orthodox ideology of cast and community there is no way. So far as crischaanity is concern thare may be more dominations but the GOD is only one. The same with Muslims also. Moreover we may agree or not but it is hard facts that our all so called Religious Gurus have their own vasted interest to keep you divided in many Sampradaays. Unless and until education reaches to the bottam and people made to think RATIONALY I dont think we can be united and stand as ONE. Most of the people are illitrate and have BLIND Faith and it is being strengthen by so called GURUS which is being claverly used by present politicians for their benifiets. Remember no one so called GURUS or POLITICIANS are interested to get we stand united.

   Again I thanks for your visit and request you to visit again and let me know your comments on all subjects of your interest.

   With Love

   Arvind

   Like

   1. Like you, many others put the condition that ‘unless and until we come out of x,y & z we cannot achieve a,b or c”. And that’s what I strongly disagree after I stayed in western society. Western society is equally conservative and orthodox and sometimes even more – but instead of that being their weakness, it has become their strength and for us we think it is our weakness. Whatever is in English is not scientific. Bible or Koran is not rational at all – still the people following it so adamantly are considered rational. Church executed many scientist and Islam does not even allow revolutionary thinking – still their civilization is rightnow stronger.

    I do not claim to have any solution to the problems you describe, because I don’t believe writing comment here is going to change the situation. I just believe that our situation is not because of ‘bad’ work of any politician, gurus or gundas, it is because of ‘lack of good’ work of people like us who just say that time is not right for me to do any good work. Our gurus are not burning people at stake if they do right thing. But we don’t have enough people to do the right thing at first place. Gurus and politicians are working for their own interest but then we all let them do that – don’t we? India produces highest number of science graduates/PHDs in the world – so why they are not rational? They all learn Western authors books – still why they are conservative or orthodox? No Guru went to hire them in Univ. – still why they then follow one of those gurus?

    Like

 10. વિભાજન અને અલગતા આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું એક આગવું અને અવિભાજ્ય લક્ષણ રહ્યું છે. જો બરાબર અભ્યાસ કરી ચકાસવામાં આવે તો વિભાજન આપણી ગળથુથીમાં/લોહીમાં જ છે. ચાર વર્ણોની વાત જેવા કે ક્ષત્રિય-વૈશ્ય્-બ્ર્હામણ-અને શુદ્ર તેની સાબિતી છે. અને આ વર્ણ પણ વ્યકતિના જન્મથી જ નક્કી થતા રહ્યા છે- કર્મોથી નહિ. કાળ ક્ર્મે આ વર્ણોના પણ અનેક વિભાજન જ્ઞાતિને નામે થયા. તેની પણ પેટા જ્ઞાતિ અને એ રીતે ઉતરતા ક્રમમાં અનેક પેટા જ્ઞાતિઓ ઉમેરાતી ગઈ અને આ રીતે છેક તળીયાના લોકો સુધી જ્ઞાતિને નામે વિભાજન થતું રહ્યું…………
  તેમ છતાં એકતાનું પરિબળ મજ્બૂત ના બને તે માટે રાજકારણીઓ કરતાં પણ મારા મતે આ દેશના સાધુ-સંતો એ મોટો ભાગ ભજવ્યો છે. દુનિયાના કોઈ પણ દેશમાં ના હોય તેટલા સંપ્રદાયો અને દરેકનો ઈશ્વર અલગ અલગ ! તે છેક તળીયા સુધી અર્થાત વર્ણ બાદ જ્ઞાતિ-પેટા જ્ઞાતિ તેની પણ પેટા જ્ઞાતિ અને એક જ જ્ઞાતિ હોવા છતાં દરેક પરિવારનો ઈશ્વર –કૂળ દેવતા કે કૂળ દેવી –અલગ અલગ ! ઉદાહરણ તરીકે બ્રાહ્મણની 84 જ્ઞાતિ ગણાવામાં આવે છે અને અનેક પેટા જ્ઞાતિઓ અને તેના અલગ અલગ ગોત્રો અને તેથી તમામના ઈશ્વર પણ અલગ અલગ ! તેવું જ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રો માટે ! જ્ઞાતિ એક હોવા છતાં ગોત્રને નામે કે અન્ય માન્યતાઓને કારણે તમામનો ભગવાન તો અલગ અલગ જ !……
  ટૂંકમાં હાલના લક્ષણો ઉપરથી એટલું જરૂર કહી શકાય કે આવનારા દિવસોમાં ઈતિહાસનું પુનરાવર્તન થવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે>>>>
  Dear Arvindbhai, As promised, I am reading your Post…& I took the liberty of COPY/PASTE some of the writngs of the Post.You had nicely narrated the topic of the UNITY in INDIA. You have the point when you say that the DIVISION was there when the CIVILIZATION began, & it was given the ENCOURAGEMENT by the DHARMA (Way of Life )….Then, it is the SAD STORY of the DIVISIONS/SUBDIVISIONS of the Society by the Preachers/Teachers……As this was going on, the independent India witnessed “SO MANY POLITICAL PARTIES ” in the name of the DEMOCRACY. Therefore, this POLITICAL TRANSFORMATION is at the root of NON UNITY. We,the Indians, had lost the NATIONAL SPIRIT of UNITY because of our Regional & other narrow Political goals.Often, the Religous Leaders’s invovemement in the Politics took us all AWAY from UNITY.
  We need NEW LEADERSHIP both in POLITICS & RELIGION…… Budhdha was born to bring about a CHANGE….& as a OPTIMIST, I know one day there will be the UNITY as desired ! LONG LIVE BHARATMATA !>>>>Chandravadan ( Chandrapukar )

  Like

  1. શ્રી ચન્દ્રવદનભાઈ
   આભાર આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો. આપને મારી વાત/દેશની એકતા વિષેમાં તથ્ય જણાયું તે જાણી મને સંતોષ થયો કે હું સાચી દિશામાં વિચારી રહ્યો છું. ફરીને પણ બ્લોગની મુલાકાત લેતા રહેશો અને મને પ્રોત્સાહિત કરતા રહેશો તેવી આશા રાખું છું. ફરીને એક વાર આભાર્
   સ-સ્નેહ
   અરવિંદ્

   Like

 11. I have read your artical and feel that each civilian should think on it.
  Can I share a poem of my father aakashdeep?It matches with your thoughts.

  હરિતો ઉપર બેસી હસતા

  પંથ પીંજરે પૂરી પરમેશ્વર
  સરોવરને કેમ સમજો સમંદર,
  ભગતજી નીજ સુખમાં કેમ હરિ સુખ જોતા
  હરિતો ઉપર બેસી હસતા

  ધર્મ ધવ્જાની દઈ દુહાઈ
  સંસારે છેડો રોજ લડાઈ
  ભગતજી, પ્રભુ શરણમાં કેમ ન રમતા?
  હરિતો ઉપર બેસી હસતા

  શણગારો મૂર્તિ ,ભૂલી નીજ ત્રૃટી
  લોભ લાલચની સદાય ઝીલી વૃષ્ટિ
  ભગતજી ,એકલ પંડે રોજ પ્રસાદો જમતા
  હરિતો ઉપર બેસી હસતા

  સંગીત નાદે ઝૂમતાં તનડાં
  રમે કપટમાં નિશદિન મનડાં
  ભગતજી, કેમ ભૂલ્યા શબરીની સરળતા?
  વગડે દોડી રામજી કેવા મળતા

  માનવ મનનો મહેલ અટપટો
  હરિ નામે રોજ હાટડીઓ ખોલો
  ભગતજી, કપટ ક્લેશમાં કેમ રમતા?
  હરિતો ઉપર બેસી હસતા

  પ્રભુ તમેતો અનંત શક્તિના સરવાળા
  નજાણ્યું કેટલા બ્ર્હમાંડના રચનારા?
  આવો હરિ, આજ સાથે બેસી હસીએ
  બ્ર્હમ પરબ્ર્હમના અતૂટ બંધને રમીએ

  રમેશ પટેલ(આકાશદીપ)

  Vital Patel

  Like

  1. ભાઈશ્રી વિઠ્ઠ્લ

   આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો ખૂબ ખૂબ આભાર ! આજ રીતે અવાર નવાર બ્લોગની મુલાકાત લેતા રહેસો અને સાથોસાથ પ્રતિભાવો પણ જણાવતા રહી મને પ્રોત્સાહિત કરતા રહેશો. આપના પિતાશ્રીની કવિતા અને તેનો ભાવાર્થ ખૂબજ સુંદર છે. ફરી એક વાર આભાર્

   સ-સ્નેહ

   અરવિંદ્

   Like

 12. જ્ઞાતીવીભાજન અંગે હું પોતે શું કરી શકું? મારી જ્ઞાતીદર્શક અટક કે નામ જતું કરવું. ઘણા લોકો કહે છે કે પોતે જ્ઞાતીવીભાજનમાં માનતા નથી, પણ એનો પોતે કોઈ અમલ કરતા હોય એવું જોવામાં આવતું નથી.

  હીન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયોની આપની વાત સાવ સાચી છે. આપે વ્યક્ત કરેલ આ બધા વીચારો સાથે હું સંમત છું. પણ થોડા દીવસ પહેલાં જ મારે કોઈક સાથે વાતો થયેલી, કે બીજા ધર્મના સંપ્રદાયો એકબીજાનાં ગળાં કાપે છે, ખુનામરકી કરે છે, તેવું હીન્દુ ધર્મના સંપ્રદાયો અરસપરસ કરતા નથી. જેમકે ખ્રસ્તીઓના કેથોલીક અને પ્રોટેસ્ટંટ તેમ જ ઈસ્લામના સુન્ની અને શીયા. હા, હીન્દુ સંપ્રદાયો પોતાના જ સંપ્રદાયના અનુયાયીનો વધ કરે છે. એક જ સંપ્રદાયનું વીભાજન થાય છે.
  ધર્મને ધંધો બનાવી દેવામાં આવ્યો છે અને વંશ પરંપરાગત વારસો આપવામાં આવે છે, લોકશાહી માત્ર નામ પુરતી રહી જશે એવું પણ બને- જો લોકો જાગશે નહીં તો.
  આજે પણ પુરેપુરી લોકશાહી તો નથી. પક્ષોએ ઉમેદવારો પસંદ કરવાનો અધીકાર તો સર્વોચ્ચ નેતાઓ પાસે જ રાખ્યો છે ને! અને આ પ્રથા આપણા મહાન નેતાઓ-જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલના સમયથી ચાલી આવે છે. આશ્ચર્ય તો એ બાબતનું છે કે આ વીષે કોઈ હરફ સુદ્ધાં ઉચ્ચારતું નથી. બધાને આ યોગ્ય લાગે છે.

  Like

  1. શ્રી ગાંડાભાઈ
   આપે બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ મોક્લ્યો. આભાર્ જ્ઞીતિના બંધનો હવે હળવા થતા રહ્યા હોય ઉચ્ચ જ્ઞાતિમાં છુતાછૂત હલવી બની છે અને આંતર જ્ઞાતિ લગ્નો પણ થઈ રહ્યા છે જે આની નિશાની છે. બ્લોગના માધ્યમ વડે મારાં વિચારો અવાર નવાર રજૂ કરતો રહુ છું લોકો કેટલે અંશે પરિવર્તન સ્વીકારશે તે જાણતો નથી પણ પ્રયાસ કરતો રહું છું. ફરીને આભાર્
   સ-સ્નેહ
   અરવિંદ્

   Like

 13. ટૂંકમાં આપણાં દેશનો ઈતિહાસ અંદરો અંદર લડતી પ્રજા, ટૂકી બુધ્ધિ વાળા, નજીવી અને ક્ષુલ્લ્ક વાતોમાં અહમના ટકરાવથી લડવા નીકળી પડનારી, વિભાજીત પ્રજાનો ઈતિહાસ ! જ્યાં આપણી માનસિકતા જ વિભાજનવાદી બનાવવામાં જે તે સમયના સાધુ-સંતો અને સંપ્રદાયના વડાઓએ મહત્ત્વનો ભાગ ભજ્વ્યો છે ત્યાં રાજકારણીઓ અને સત્તાપિપાસુઓને તો બગાસું ખાતા પતાસું મળી ગયાનો આનંદ આવે છે ! આ રાજકારણીઓ તો લોકોને કેમ વધુ અને વધુ વિભાજીત કરી શકાય તેના નુસ્ખા રાત્-દિવસ શોધ્યા કરે છે. સમાજના કચડાયેલા વર્ગને અને લઘુમતિને અનામત આપવાનું ગતકડું છેક તળીયા સુધી વિભાજન પહોંચાડવાની યુક્તિ સીવાય કંઈ નથી. અને આ દેશના અબુધ અને અજ્ઞાન લોકો તેનો ભોગ બનતા રહે છે.

  Deeply studied LEKHA .You have narreted facts.As a Bharatiy ,we should awake and act.
  Thanks to write and share such very useful thoughts,.your write up have special value
  and in the interest of our nation,it should be widely published.
  Ramesh Patel(aakashdeep)

  Like

  1. શ્રી રમેશભાઈ
   આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર્ આપ્ને મારાં વિચારો ગમ્યા તેજાણી વધુ આનંદ થયો. આ તો એક સાધારણ નાગરીકની મનો વેદના છે હું જાણું છું કે આપણાં સમાજ્માં કે સમજ્માં કોઈ પરિવર્તન આવવાની સંભાવના નથી તેમ છતાં આપણાં પોતાના મનનો ભાર હળવો કરવાની આ બ્લોગની સગવડતા સરસ હોય તેનો અવારનવાર ઉપયોગ કરી અન્યોને વિચારો જણાવવા કોશિષ કરતો રહું છું.
   ફરીને એક વાર આભાર્

   સ-સ્નેહ
   અરવિંદ્

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s