Arvind Adalja's Blog

ગંદકી અને ગંદવાડ !!!!!!
ગંદકી       અને       ગંદવાડ  !!!!!!

આપણાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ મંત્રીશ્રી જયરામ રમેશે થોડાં દિવસો પહેલાં જો ગંદકીને માટે નોબલ પ્રાઈઝ રાખવામાં આવે તો આપણાં દેશને અચૂક પણે પ્રાપ્ત થાય ! તેવું જાહેર નિવેદન કરેલું !

આમ તો આપણે કોઈ પણ ક્ષેત્રમાં નોબેલ તો શું પણ કોઈ પ્રકારનું પ્રાઈઝ મેળવી શકીએ તેવી સક્ષમતા ધરાવતા નથી. આથી ગંદ્કી તો ગંદકી, ચાલો એક ક્ષેત્ર તો આવી સક્ષમતા ધરાવે છે તેવું પ્રધાનશ્રીનું નિવેદન વાંચી,    જન સમુદાય આનંદ વિભોર બની ગયો છે ! મેરા ભારત મહાન !!

પ્રધાનશ્રીના કથન મુજબ દિન-પ્રતિ-દિન સહિયારો પ્રયત્ન કરી સમગ્ર દેશમાં ગંદકીનું સામાજ્ય ફેલાય જાય માટે તમામ રાજ્યોને આ દીશામાં જોતરવા અને પ્રોત્સાહિત કરવા અનુદાન અને વિશિષ્ટ ઈનામોની જાહેરાત કરી રાજ્યો વચ્ચે સ્પર્ધા પણ યોજવાનું આયોજન કરવું જોઈએ ! ગંદકી વધુ અને વધુ કઈ રીતે કરી/ફેલાવી શકાય તે માટેના ખાસ તાલીમ વર્ગો શરૂ કરી સરકારી-અર્ધ સરકારી ( સ-વિશેષ સુધરાઈ ) કર્મચારીઓને શિક્ષણ આપવું જોઈએ અને આ તાલીમાર્થીઓ વચ્ચે પણ સ્પર્ધા યોજતા રહેવું જોઈએ !

સમગ્ર દેશ ઉપર દ્ર્ષ્ટિપાત કરવામાં આવે તો ગંદકી કરવા/વધારવા સખ્ત પરિશ્રમ કરવો પડે તેવું જણાતું નથી. ગંદકી-ગંદવાડ તો આપણાં દેશનું કલ્ચર્-ચારિત્ર અને સંસ્કાર બની ચૂક્યા છે ! કોઈ પણ રાજ્ય ઉપર નજર ફેરવો ગંદવાડના થર ના થર જોવા મળશે. ગંદવાડ

*** પાટનગર દિલ્ફીથી શરૂઆત કરીએ તો સૌ પ્રથમ ઈંદીરાજીની હત્યા બાદ શીખોની કરવામાં આવેલી સામૂહિક કતલ અને તેના પ્રણેતાઓ કાં તો સરકારમાં અથવા સત્તાધારી પક્ષમાં નિર્દોષ ગણાઈ મહત્વના હોદાઓ ધરાવે છે. બોફોર્સ કાંડ જનસમુદાયની યાદમાંથી સીફત્-પૂર્વક ભૂલવાડી દેવામાં આવ્યું  અને સુપ્રિમકોર્ટ્માંથી ફરિયાદનું ફીડલુ વાળી દેવાયું !

*** રૂ!. 60.000/- સાઠ હજાર કરોડનું પ્રધાનશ્રી રાજા  દ્વારા આચરાયેલું અને દેશને ચૂનો લગાડી દેતા કૌભાંડ ઉપર લીંપણ કરી દેવાના સક્રિય અને સતત પ્રયાસો થઈ રહ્યા છે અને આજે પણ, જે તે પ્રધાન, જે તે હોદા, ઉપર આરામથી બિરાજમાન છે ! *** બિહારમાં લાલુનું ઘાસ ચારા કૌભાંડ,,  તો ઉત્ત્રર પ્રદેશમાં માયાવતીજીનું તાજ કોરીડોર અને પૂતળાઓ પાછળ કરોડો રૂપિયાનોં થઈ રહેલું આંધણ !

*** આંધ્રમાં સત્યમનું કૌભાંડ અને તેમાં દિવંગત મુખ્ય પ્રધાનશ્રીનું સામેલ હોવું કે સહિયારું કૌભાંડ ઉપર પણ લીંપણ થઈ રહ્યું છે !

*** ઝારખંડમાં મધુ કોડાનું રૂ!.4000/- ચાર હજાર કરોડ ઉપરાંતની રકમનું કૌભાંડ !

*** મુંબઈમાં આતંકવાદીઓ દ્વારા ઠાર મરાયેલા કે ઈજા પામેલા લોકોને એક વર્ષ થવા છતાં જાહેર કરેલી રકમ આજ સુધી મળેલ નથી.( આ ઠાર મરાયેલા કે ઈજા ગ્રસ્ત કોઈ રાજકારણીના સગા કે સ્નેહીઓ હોત તો ? ) સરકારની કામગીરી અને આતંકવાદીના હુમલા પછી પણ બે પરવા અને બે જવાબદારીથી વર્તેલા ગૃહ પ્રધાન આર.આર. પાટિલને ફરી તેજ હોદાની લ્હાણી ! ઉપરાંત કસાબને જીવતો રાખવાનો વર્ષનો ખર્ચ અંદાજે રૂ!. 31 એક્ત્રીસ કરોડ થવા જાય છે. તો સંસદ ભવનના હુમલાખોર અસ્રરફને દેશની સર્વોચ્ચ અદાલતે ચાર વર્ષ પહેલા ફાંસીની સજા ફરમાવેલ હોવા છતાં હજુ ફાંસી દેવાની નિયત આ સરકારમાં હોય તેવું દ્રષ્ટિગોચર થતું નથી.

*** તામિલનાડુમાં કરુણાનિધિનું લંકાના તામિલ વ્યાઘ્રો સાથેનું  જગ જાહેર કનેકશન  ઉપરાંત ત્યાંના જ અનેક રાજ કારણીઓનો ચંદન ચોર વિરપ્પ્ન સાથેના કનેક્શનો !

*** બેંગલોરના રેડ્ડી બંધુઓનું આંધ્રના દિવંગત મુખ્યમંત્રી સાથેના કનેકશન અને માઈનીંગનું અંદાજે રૂ! 4000/- ચાર હજાર કરોડનું કૌભાંડ !

*** પૂર્વના રાજ્યો જેવા કે બેંગાલ-આન્ધ્-ઝારખંડ-આસામ –બિહાર અને મહારાષ્ટનો કેટલોક વિસ્તાર નક્સલવાદીઓ-માઓવાદીઓ સાથે જે તે રાજ્યના રાજકારણીઓ સાથેના ગાઢ સંબંધો અને સાઠ્-ગાંઠથી જ આ અંતિમવાદી પ્રવ્ર્તિ ફાલી-ફૂલી છે !

*** મહારાષ્ટ્રમાં ગંદકી અને ગંદવાડના શિરોમણી બાલ ઠાકરે અને રાજ ઠાકરે આણી કંપની જેનો તગડો ઉછેર કોંગ્રેસના આશીર્વાદ અને સ્પૂન ફીડીંગ વગર ના થઈ શક્યો હોત જે જગ જાહેર છે ! ભવિષ્યમાં મુંબઈ માટે કે અન્ય રાજ્યમાં જવા-આવવા માટે વિસા લેવા પડ્શે તેનાં એંધાણ બાલ ઠાકરે અને રાજ ઠાકરેને જે રીતે પાળવા-પોષવામાં આવી રહ્યા છે તે ખૂબ જ સૂચક અને આવનારા દિવસોના સંકેત રૂપ છે !

*** અનેક રાજ્યોમાં ઔધોગિક વિકાસને નામે ઉપસી રહેલા સેઝો, ખેતીની ઉપજાવ જમીન પાણીના મૂલે ખેડુત પાસેથી પડાવી રહ્યા છે ,અને જેને જે તે રાજ્યના અને કેન્દ્ર સરકારના સત્તાધારીઓનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.!

*** શરદ પવાર જેવા અધમ અને લુચ્ચાઈના શિરોમણી શેરડીના પાકની અને અન્ય જીવન જરૂરિયાતની ચીજોમાં સટ્ટા અને વાયદાની છૂટ અપાવી લોકોને મોંઘવારીની ચક્કીમાં છડેચોક પીસી રહ્યા છે અને  છાસ વારે હજુ પણ ભાવો આગામી 3 માસ સુધી વધશે તેવા ભડકાવનારા  નિવેદનો કરી બજારોને તેજી તરફ લઈ જવાના છડેચોક સંકેતો આપે છે અને દેશના વડાપ્રધાન નિઃસહાય થઈ જોઈ રહ્યા છે !!

*** મોટે ભાગે તમામ  રાજ્યોમાં અનેક પ્રકારના નાના-મોટા કૌભાંડો આ દેશના જન સમુદાયને ચુનો લગાડ્યા કરે છે અને દેશના લોકો સતત અસલામતી અને અસહાયતા અનુભવે છે.

*** રાજકારણીઓ જેવાજ  સેવા અને ધાર્મિકતાના  નેજા હેઠળ સાધુ-સંતો –ગૂરુઓ-બાવાઓ અને અનેક સંપ્રદાયના વડાઓ પણ આજ રીતે લોકોને ભોળવી દેશ ભરમાં 5 કે 7 સ્ટાર હોટ્લ જેવા આશ્રમો બનાવી પોતે તમામ પ્રકારના ભૌતિક સુખો ભોગવી રહ્યા છે.!

ગંદકી અને ગંદવાડનો સ્પષ્ટ ભેદ સ્વાસ્થ્ય અને પ્રર્યાવરણ પ્રધાનશ્રી બરાબર સમજી ચૂક્યા હશે તેમ છતાં અહિ વધારે સ્પષ્ટતા કરી દેવી યથાર્થ ગણાશે ગંદકી સામન્ય જન સમુદાય કચરો ફેંકી કરે તે સંદર્ભમાં સમજવાનું રહેશે જ્યારે કહેવાતા સેવા ધારીઓ- રાજકારણીઓ-સત્તાધીશો-પ્રધાનો-સાધુ-સંતો-બાવાઓ કે આશ્રમના વડાઓ જે  ભોળા જન સમુદાયને મૂર્ખ બનાવી કૌભાંડો આચરી રહ્યા છે  અને તમામ પ્રકારની સમાજ વિરૂધ્ધની/ સમાજના અહિતની પ્રવૃતિ વડે પોતાના અંગત સ્વાર્થ માટે આચરવામાં આવતી તમામ ક્રિયાઓ કે  જે સામે પોતાની વગ દ્વારા કોઈ પણ જાતની ક્યારેય પણ સજા/નશ્યત ભોગવવાની ના આવે તેવી સલામત રીતે કરવામાં આવતી પ્રવૃતિઓ ને દેશના ગંદવાડ તરીકે ઓળખવી રહી !

ઉપર જણાવ્યા પ્રમાણે આ દેશમાં ગંદકી અને ગંદવાડ ચો-તરફ ફેલાયેલા છે અને દિન-પ્રતિ-દિન વધી રહ્યા છે.

ત્યારે આવા સંજોગોમાં જયરામ રમેશજીને એક વાત કહેવાનું મન થાય છે કે કચરાની ગંદકી વધારવાનું તો રાજ્યો અને સુધરાઈઓ ઉપર છોડી દઈ શકાય પરંતુ ગંદવાડ વધારવા માટે તો કેન્દ્રમાંથી જ સખ્ત પ્રયાસો હાથ ધરવા પડે અને તો જ આપણાં દેશને માત્ર ગંદકીનું જ નહિ પણ ગંદવાડ માટેનું  એમ બે જાતના પણ જો નોબેલ પ્રાઈઝ ચાલુ થાય તો આવનારા લગભગ 100 વર્ષ સુધી તો તે આપણાં દેશને બિન હરીફ જ મળ્યા કરશે !

મેરા ભારત મહાન !!!!!!!!!!

Posted in Prakirna

“આપણું ગુજુ અંગ્રેજી જોઈ લ્યો”
મિત્રો

ગુજરાત સમાચારની બુધવાર 25 નવેમ્બર 2009ની શતદલ પૂર્તિમાં  હાલના સમયના આધુનિક મા-બાપો પોતાના બાળકોને ધરાર અંગ્રેજી માધ્યમમાં ભણાવી રહ્યા છે તે વિષય ઉપર શ્રી મધુસુદન પારેખે એક જેની લાઠી તેની ભેંસ નીચે “આપણું ગુજુ અંગ્રેજી જઈ લ્યો” ના મથાળા હેઠળ સુંદર કટાક્ષિકા લખેલ છે  આપ સૌ પણ તે વાંચી  જાણી  અને માણી શકો તેવા હેતુ અને ઉદેશથી તે લેખની લીંક નીચે આપેલ છે તો અવશ્ય મુલાકાત લઈ વાંચશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો ! આભાર

સ-સ્નેહ

અરવિંદ    http://www.gujaratsamachar.com/gsa/20091125/guj/supplement/lathi.html

શ્રી મધુસુદન પારેખ અને ગુજરત સમાચારના સૌજન્યથી.

Posted in Prakirna

ગાય બચાવો અભિયાન—મજાક કે ફારસ નહિ બની રહે ને !!! ????? !!!
ગાય બચાવો અભિયાન — મજાક કે  ફારસ નહિ બની રહે ને  !!! ????? !!!

થોડાં સમય પહેલાં અમારાં શહેર જામનગરમાં ગૌ કથાનું આયોજન થયેલું અને આયોજકોના કહેવા પ્રમાણે સૌ પ્રથમ આવી કથા આયોજિત થયાનું અમારાં શહેરને સદભાગ્ય પ્રાપ્ત થયેલું !

સમગ્ર દેશમાં છેલ્લાં 20-25 વર્ષો થયા ભાગવત કથા-રામાયણ કથા- ગીતા પ્રવચનો તથા અન્ય ધાર્મિક વ્યાખ્યાનો સુનામીની જેમ ઉછળી રહ્યા છે ! અને શક્ય છે કે શ્રોતાઓ કદાચ એક ના એક પ્રકારના વ્યાખ્યાનોથી ઉબકાઈ ગયા હોય એટલે ચીલા-ચાલુ કથાને બદ્લે નવા વિષયનુ શ્રવણ કરવા આકર્ષવા આ ગૌ-કથાનું આયોજન કરવામાં આવ્યું હોય !

જેમ એક જ પ્રકારની કહાની વાળા ચીલા-ચાલુ સિનેમા પ્રેક્ષકોને આકર્ષી શકતા ના હોય નવા વિષયની વાર્તા ઉપર સિનેમા બનાવી પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવે છે તેવું જ કંઈક ગૌ-કથા કહેનારાઓ અને આયોજકોએ વિચાર્યું હોવું જોઈએ !

આ ગૌ-કથા સાભળ્યા બાદ તેમાંથી પ્રેરણા મેળવી કદાચ થોડાં દિવસો પહેલાં વિશ્વમંગલ ગૌ ગ્રામ યાત્રા જેવા નામના નેજા હેઠળ ગાય-બચાવવા માટેનું એક આવેદન પત્ર ગામડાંઓ અને શહેરોમાંથી નાગરિકોની સહીઓ એકઠી કરી રાષ્ટ્ર્પતિશ્રીને આપવાનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે તેમ જણાવી અમારી સહીઓ કરાવવા બે પ્રતિનિધિઓ આવેલા. ઉપરાંત દ્વારકાપીઠના જગદગુરૂ શંકરાચાર્યજીએ પણ ગૌ-હત્યા અટકાવવા કડક કાયદા કરવા સરકારને અનુરોધ કરેલ છે.

આ સંદર્ભે કેટલાક પ્રશ્નો/વિટંબણાઓ વિષે મનો-મંથન કરવામાં આવે તો —-

1. એમ માનવામાં/મનાવવામાં આવે છે કે ગાય માતા સ્વરૂપે પવિત્ર પ્રાણી છે અને તેના શરીરમાં 32 કરોડ દેવતાનો વાસ છે.

2.ગાયના મળ્-મૂત્ર અનેક રોગોના ઉપચારનો અકસીર ઈલાજ કરી શકે છે. 3.ગાયનું દૂધ અમૃત તુલ્ય ગણવામાં આવે છે. અને અનેક ફાયદાઓ આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે.

4.સામન્ય રીતે જમતા પહેલાં ગાયનો ભાગ ગૌ-ગરાસ તરીકે ગાયને ધરાવી/ખવડાવી પછી જ જમવાનું શરૂ કરવમાં આવતું જોવા મળે છે.

5.મૃતક પાછળ ગાયનું દાન મૃતકને વૈતરણી પાર કરવામાં સહાય રૂપ બને છે તેવી પણ એક માન્યતા છે.

6. કોઈ પણ શુભ પ્રસંગે બહાર જનારી વ્ય્કતિને જો ઘરની બહાર નીકળતા સામી ગાય મળે તો શુકન થયા તેમ ગણવામાં આવે છે અને જે કાર્ય માટે જઈ રહ્યા હોય તે અંગે સફળતા જ મળશે તેવો વિશ્વાસ ધરાવનારો એક વર્ગ છે જે આવા સમયે જો પોતાના ઘરની બાજુમાં ગાય દ્રષ્ટિ ગોચર ના થાય તો બાજુની શેરી માંથી ગાયને મારી મારી પોતાની સામે લાવતા રહે છે અને આવા બનાવોનો હું મૂક શાક્ષી રહ્યો છું.

આની સામે આજના સમયમાં ગાયની વાસ્તવિક પરિસ્થિતિ વિષે વિચારી એ તો —–

1. ગાયને ગૌ-પાલક અર્થાત ગાયના માલિકો શહેર/ગામડામાં દૂધ દોહી વહેલી સવારથી જ શેરીઓ/ગલીઓમાં રઝ્ળતી છૂટી મુકી દે છે ! ગાયને માતા સમજનારો જન સમુદાય તેનું ખરા અર્થમાં માતા તરીકે જતન કે લાલન-પાલન કરે છે ખરા ? .

2. પહેલાંના જમાનામાં તમામ પાલતુ ઢોર –ગાય સહીત- ગામને પાદર ગૌ-ચરની જમીનમાં ચરવા માટે ગોવાળો લઈ જતા અને સંધ્યા સમયે પરત લાવતા .આ પ્રથા વર્ષો થયા બંધ પડી છે. અપવાદ રૂપે કોઈ કોઈ ગામડામાં ચાલુ હોય તો હોય !

3. આમ કોઈકની માલિકીની ગાયો શહેર/ગામડામાં જાહેર માર્ગો ઉપર વાહન-વ્યવહાર માટે અડચણ રૂપ બની બિન્દાસ વિહાર કરતી જોવા મળે છે અને જો ભૂલે ચુકે પણ સુધરાઈ આવા ન-ધણિયાતા ઢોર અર્થાત ગાયને પકડી લે તો ધાર્મિક લાગણીઓ દુભાવાને નામે આંદોલન ચાલે છે..

4. આવી કેટલીક ગાયો શેરી.ગલીઓમાં ખોરાકની શોધમાં રઝળતી હોય છે. અને આપણાં ધર્મપ્રિય અને જીવ દયા પ્રેમી નાગરિકો આવી કોઈકની પાલતુ ગાયોને ગૌ-ગરાસ્-શાક્-ભાજીના છોતરાઓ- સડેલા/વાસી શાક્-ભાજી કે જમ્યા બાદનો એઠવાળ પૂણ્ય સંચય કરવાના હેતુ સાથે ખવડાવતા રહે છે. કેટલાક આવા ખોરાકને પોલીથીન થેલીઓમાં ઘરની બહાર ગાય આવી આરોગી જશે તેવી ધારણા સાથે રાખતા હોય છે. અને આ પોલીથીન થેલીઓ સાથે જ ગાય આવો ખોરાક આરોગી પણ જતી હોય છે અને મૃત્યુ બાદ જ ખબર પડે છે કે ગાયના પેટમાંથી 10-15 કિલો પોલીથીનની થેલીઓ નિકળતી રહે છે. ક્યારેક આ રીતે રાખેલા ખોરાક આરોગવા ગાયો ના પણ આવે તેવું બને ત્યારે આ ખોરાક ભયંકર ગંદકી કરે છે પરિણામે રોગ ચાળૉ ફાટતો રહે છે.

5. કેટલાક પાલતુ ગાયોના માલિકો પોતાની ચતુરાઈ વાપરી ગાડાંમાં ઘાસ-ચારો ભરી ગાયને ખવડાવી પૂણ્ય કમાવી દેવા માટે અબુધ નાગરિકોને ઉશ્કેરે છે અને પોતાની જ ગાયો ગાડાં સાથે પાછ્ળના ભાગે બાંધી ફેરવતા રહેતા હોય છે અને નાગરિકો પાસેથી કિમત વસૂલી પોતાની ગાયોને જ આ ઘાસ ચારો ખવડાવતા રહે છે.

6. આજ ગો-પાલકો અર્થાત ગાયના માલિકો જ્યારે ગાય દૂધ દેતી બંધ થઈ જાય ત્યારે અર્થાત વસુકી જાય ત્યારે કાં તો પાંજરા પોળ અથવા કતલ ખાને વેંચી નાખતા હોય છે.

7 .ગાય માતાની આવી દુર્દશા માટે કોણ જવાબદાર ? અને ગાયોની આવી દુર્દ્શા મિટાવવા માટે જનસમુદાયને કેળવવો તે પ્રાથમિક ફરજ બની રહે છે ગાય બચાવો ઝુંબશ શરૂ કરનાર આયોજકોની ગાયોને રસ્તે રઝળતી મૂકતા ગૌ-પાલકોની હલકી વૃતિ ઉપર અંકુશ મૂકી તાત્કાલિક અટકાવવા સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહેવી જોઈએ !

અગાઉના સમયમાં મોટા ભાગના પરિવારો પોતાની ગાય પાળતા અને તે ગાય માટે પોતે જમ્યા પહેલાં ગૌ-ગરાસને નામે થોડું ઘરમાં બનાવેલ રસોઈમાંથી અલગ કાઢી ખવડાવતા ! ગાય સવારમાં જ ધણમાં ચરવા ગોવાળો લઈ જતા અને સંધ્યા સમયે પરત લાવતા. ગાયનું દૂધ કે છાસ/માખણ વેંચવુ પાપ ગણાતું અને આડોશ્/પાડોશ કે સગાં/વહાલાને વીના મૂલ્ય આપવામાં આવતું. અને તેવા સંજોગોમાં જેમને ત્યાં ગાય ના હોય તે ગૌ-ગરાસના સ્વરૂપે પડોશની ગાયોને ખવડાવી જતા ! ગાય પરિવારના એક સભ્ય તરીકે જ માનવામાં આવતી !

જ્યારે આજના સમયમાં અગાઉ કહ્યું તેમ વાસ્તવિક હકિકતથી કોઈ અજાણ નથી પછી તે ગૌ કથા કહેનારા પ્રવચનકાર હોય કે તેના આયોજકો કે જગદગુરૂ શંકરાચાર્ય !

રાષ્ટ્ર્પતિને આવેદન પત્ર આપતાં પહેલાં કે સરકારશ્રીને કડક કાયદો ઘડવાનો અનુરોધ કરતાં પહેલાં તમામ લોકો કે જે ગાયના પાલન-પોષણ કરી રહ્યા છે અને સામાન્ય જન સમુદાયને ગાયનું પાલન-પોષણ કરવાની જવાબદારી/ફરજ વિષે સભાન/સતર્ક કરવા જ રહ્યા ! રસ્તે રઝ્ળતી ગાયો ખચિત પણે કોઈકની માલિકીની છે અને આ ગૌ-પાલકો ગાયોને સાચવવાની/ખવડાવવાની ફરજ નહિ નિભાવતા હોય છૂટી મૂકી દેતા હોય પરિણામે અનેક અકસ્માતો સર્જાય છે. વૃધ્ધો/બાળકો અને સ્ત્રીઓને ગાય શીંગડે ચડાવી ઈજાઓ કરતી રહે છે.

ગાયને ગૌ-ગરાસને નામે શેરીઓ/ગલીઓમાં જન સમુદાય તરફથી અપાતો ખોરાક ખચિત પણે ગાય-પાલકોને પોતાની જવાબદારી/ફરજ પ્રત્યે બેદરકાર અને બે પરવા બનાવે છે. આ રીતે ખવડાવવામાં આવતો ગૌ-ગરાસ/ખોરાક ધરનારને કોઈ પણ પ્રકારનું પૂણ્ય મળવાની સંભાવના હોતી નથી. ગાયને ખવડાવવાથી જો પૂણ્ય મળતું જ હોય તો આ રીતે રસ્તે રઝળતી ગાયોને ખવડાવવા કરતાં વિકલ્પે પાંજરા-પોળ જેવી સંસ્થાઓ કે જ્યાં અપંગ/બિમાર ગાયોને રાખવામાં આવે છે તેવી સંસ્થામાં નાની-મોટી રકમનું દાન કરી શકાય !

અંતમાં ગાયને નામે ગાય બચાવવા કે ગૌ-હત્યા અટકાવવા અનુરોધ કરનાર તમામ વ્યકતિઓ-સંસ્થાઓ-સંતો-સાધુઓ-ગુરૂઓ-બાવાઓએ સૌ પ્રથમ ગાયની વાસ્તવિક પરિસ્થિતિ વિષે માહિતગાર થઈ ઉંડો અભ્યાસ કરી પોતાના પ્રવચનો/વ્યાખ્યાનોમાં સમાજના તમામ વર્ગના લોકોને સભાન/સતર્ક કરવાની અને ગાયના મૂલ્ય વિષે કેળવવાની મુળભૂત અને પાયાની જરૂરિયાત મહેસુસ કરવી રહી ! આત્મ પરીક્ષણ કરી વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી અનુરોધ કરવો રહ્યો !

અંતમાં એક સ્પષ્ટતા કરવાની કે મારાં આ વિચારો કોઈપણની લાગણી દુભાવવા કે શરૂ કરવામાં આવેલી ગાય બચાવો ઝુંબેશ વિરૂધ્ધ ખચિત નથી જ નથી ! આ ઝુંબેશ/ચળવળને પરિણામ લક્ષી બનાવવા મક્કમ નિર્ધાર હોય તો ગાય વિષે જનસમુદાય અને ગૌ-પાલકોને ગાયના મહત્ત્વ વિષે કેળવી સભાન અને સતર્ક કરવા સખ્ત પરિશ્રમ કરવાનો રહેશે ! અને એ માટે એક સુચન કરવાનની લાલચ રોકી શક્તો ના હોય કરું છું કે જ્યાં સુધી ગાયના રક્ષણ માટે પૂરેપૂરી સમજ ના કેળવાય ત્યાં સુધી તે ઝુંબેશ માત્ર એક ગામડાં સુધી મર્યાદિત રાખી અને બાદ જ અન્ય ગામ કે શહેર માટે આગળ લઈ જવી જોઈએ. નહિ તો મને ડર છે કે આવી આ ખૂબજ ઉપયોગી ઝુંબેશનું બાળ-મરણ થઈ જશે ! ઉપરાંત ઝુબેશના પ્રણેતાઓએ આ ચળવળ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રાજકારણીના હાથમાં સરી ના જાય તે માટે સતત સતર્ક રહી પૂરેપૂરી સાવધાની અને તકેદારી રાખવાની રહેશે !

માત્ર સરકારી કડક કાયદા તેનો કોઇ ઈલાજ નથી ને નથી જ ! આવા તો અનેક કાયદાઓ કાયદા-પોથીમાં અસ્તિત્વ ધરાવે છે પણ ક્યારેય કડક અમલવારી થતી જોઈ છે ખરી ? માત્ર કોઈક ( સરકાર ) તરફ આંગળી ચીંધી પોતાની જવાબદારી ફંગોળી દેવી તે તો નરી ક્રૂર મજાક જ બની રહેશે ! કમભાગ્યે મારું કામ કોઈક બીજું આવી કરી આપે તેવી આપણી માનસિકતા અહિ પણ પ્રદર્શિત થાય છે !

Posted in Prakirna

મૃત્યુ અને કર્મ કાંડ !!!!!
મૃત્યુ  અને  કર્મ કાંડ  !!!!!

મૃત્યુ

આપણે સૌ એ વાતે સભાન છીએ કે મૃત્યુ નિશ્ચિત છે. માત્ર મૃત્યુનો સમય અનિશ્ચિતતાથી ભર્યો છે. તેમ છતાં મોટા ભાગના લોકો જીવન એ રીતે જીવતા જોવા મળે છે કે જાણે તેઓએ મૃત્યુ જીતી લીધું છે અને અમર પટ્ટો લખાવી આવ્યા હોય !  અને યાવદ ચંદ્રદિવાકરૌ જીવંત રહેવાના હોય !

મૃત્યુ માટે આપણાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે, કે જન્મ અને મરણ મનુષ્યના હાથની વાત નથી. પરંતુ જીવન, અલબત્ત તેના હાથની વાત છે અને તે કઈ રીતે અને કેવું જીવવું તે તેણે નક્કી કરવાનું રહે છે. એક વાત તો સપષ્ટ છે કે મોતના સ્વીકાર વગર જિંદગીનો સાચો સ્વીકાર સંભવ નથી. એ વાત પણ કઠોર સત્ય છે, કે જે ક્ષણે જન્મ થયો એ જ ક્ષણથી મૃત્યુ તરફ્નું પ્રયાણ પણ શરૂ થઈ જાય છે .દરેક જીવીત કે અજીવીત વ્યક્તિઓ કે વસ્તુઓની જન્મની ક્ષણે જ એક્ષ્પાયરી ડીઈટ પણ લખાઈ ચૂકી હોય છે.

માણસ જન્મ સાથે જ થોડી ક્ષણોમાં મરી શકે છે અને વર્ષો સુધી મૃત્યુ આવતું નથી !  જન્મવું આપણાં હાથમાં નથી. પણ મરવું આપણાં હાથમાં છે. ધારીએ ત્યારે આત્મહત્યા કરી જીવનનો અંત લાવી શકાય છે. માત્ર એ માટેની ઈચ્છા શક્તિ અને પ્રબળ પ્રતિબધ્ધતા હોવી જોઈએ. પરંતુ જીવન પ્રત્યેનો મોહ લાલસા, વાસના, આકાંક્ષા વગેરેને કારણે મૃત્યુના વિચાર કે પડછાયાથી પણ મોટા ભાગના લોકો ફફડી ઉઠે છે.

અરે! મને કહેવા દો, કે મૃત્યુ સામે આવે છે, ત્યારે ભલભલા કહેવાતા ધાર્મિક અને આધ્યાત્મિક સાધુ-સંતો, મૌલવીઓ કે પાદરીઓ પણ ફાટી પડતા જોઈ શકાય છે ! પૃથ્વી ઉપર ભોગવેલી જાહો જલાલી , સત્તા, સમૃધ્ધિ, સંપત્તિ છોડવાની લાલસા/વાસના આ લોકોમાં પણ સાધારણ લોકો જેવી જ જોવા મળે છે ! કોઈ પણ મોટી હસ્તીઓ જેવી કે રાજાઓ, મહારાજાઓ, રાષ્ટ્રપ્રમુખો,  વડાપ્રધાનો, સેનાપતિઓ, સરમુખત્યારો કે આધ્યાત્મિક્/ધાર્મિક ગુરૂઓ, સાધુ-સંતો, મૌલવીઓ કે પાદરીઓ બધાને સરેરાશ માનવીની તમામ પ્રકારની પીડા દુઃખ અને પરેશાનીઓમાંથી પસાર થવું જ પડે છે. ગમે તેવા ઉંચા સ્થાને પહોંચ્યા પછી પણ માનવીની સ્વાભાવિક મર્યાદાઓમાંથી છૂટી શકાતું નથી. દરેક માનવીને સુખ્-દુઃખના સંજોગોમાંથી તન અને મનની અકળામણમાંથી પસાર થવું જ પડે છે.

મૃત્યુ વિશે લખતાં લખતાં જીવનની કથા કહેવાઈ જતી હોય છે. માણસ રોજ રોજ થોડું થોડું મરતો હોય છે. મૃત્યુને ગંભીરતાથી લેવાની જરૂર નથી. આમ જોવા જઈએ તો આપણે મૃત્યુને રોજ જોતા હોઈએ છીએ. એટલું જ નહિ આપણે અનેક  જીવ-જંતુને મૃત્યુ આપતા રહેતા હોઈએ છીએ. બહાર કીડીયારું પુરવા જનાર ઘરમાં કીડીઓ-મંકોડાઓ-વંદાઓ-માખીઓ-મચ્છરો અને અન્ય જીવ-જંતુને બેરહમ રીતે મૃત્યુ આપતા રહે છે અને તે વિશે ક્યારે ય અફસોસ કે શોક કરતા નથી. જીવ-જંતુઓ તો મારી નાખવા માટે જ હોય છે અને તે જ તેમની નિયતી ગણવામાં આવતી રહે છે ! કતલખાનામાં કતલ થતા ગાય્-ભેંસ-બકરી-બળદ કે માછલી કે મુરઘા વધેરાતા/કપાતા હોય ત્યારે મૃત્યુ જ પામતા હોય છે. અને તેમની આ મરણ ચીસથી  આ રીતે હત્યા કરનાર કોઈ પણની લાગણી વિચલિત થતી હોય તેવું જાણ્યું નથી. પશુ-પ્રાણી કે પક્ષીની હત્યા કરતી વખતે તેમને પીડા નહિવત થાય તે માટે આધુનિક કતલ ખાનાઓમાં તે જાતની મશીનરી લગાડવામાં આવતી હોય છે  હોટેલોમાં પીરસાતા ચીકન માટે જે મુરઘાઓ વધેરવામાં આવે છે તેમાના મોટા ભાગના નાના બચ્ચા જ હોય છે ! કલકત્તાના કાલી મંદિરમાં અને એવા જ અન્ય મંદિરોમાં પણ બકરા/ઘેંટા ધાર્મિકતાને નામે વધેરાતા રહે છે તે જોઈને પણ દર્શનાર્થીઓની સંવદેના વિચલિત થતી નથી ! કારણ આ મૃત્યુ માનવ જાત આપી રહેલ છે માટે ક્ષમાને પાત્ર ગણવામાં આવતું હશે, કદાચ !  અરે વૃક્ષ ઉપરથી ખરી પડતા પાંદડા કે પુષ્પો પણ મૃત્યુ જ પામતા હોય છે ! અર્થાત મૃત્યુને જો તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવવામાં આવે તો ચો-તરફ મૃત્યોત્સવ નિરંતર ચાલતો રહેતો હોય છે. ટૂકમાં જેનું સર્જન તેનું વિસર્જન અને એજ તેની નિયતી ! મૃત્યુ ના હોય તો જિંદગીનો કોઈ મહિમા પણ ના જ રહે !

ચંદ્રકાંત બક્ષીના શબ્દોમાં કહું તો ગર્ભાધાનની ક્ષણથી  જ મૃત્યુનું કાઉંટડાઉન શરૂ થઈ જાય છે. જેનો જન્મ થઈ ગયો છે એનો અંત એનું પૂર્ણવિરામ અને મૃત્યુ અવશ્યમભાવી છે!

તેમ છતાં જે જીવે છે એને વધારે જીવવાની જીજીવિષા હોય છે અને સ્વજનોને પણ વધારે જીવાડવા છે માટે મૃત્યુ સ્વીકાર્ય નથી. જેનું અસ્તિત્વ છે તેનું પૂર્ણવિરામ છે  એની સમાપ્તિ છે. એનો અંત છે.

મૃત્યુ બાદ સમજાય છે કે આત્માની પણ એક ખૂબસુરતી હોય છે. પ્રિયજન કે સ્વજનના મૃત્યુની સાથે સાથે આપણે પણ થોડા થોડા મૃત્યુ પામતા હોઈએ તેવી અનુભૂતી થયા કરે છે .મનુષ્યમાં રહેલા અરસ્-પરસ એક બીજા પ્રત્યે પ્રેમ અને લાગણીના બંધન આપણને મૃત્યુને કારણે આઘાત આપતા રહે છે અને અશ્રુ વહેવડાવે છે. જ્યારે જીવ-જંતુ કે પશુ-પક્ષી આપણાં વડે જ મૃત્યુને ભેટતા હોવા છતાં  આપણને કોઈ અરેરાટી અનુભવાતી નથી કે આપણે કોઈ અફસોસ કે શોક કરતા નથી કે અશ્રુ પણ વહેવડાવતા નથી અર્થાત બિલકુલ વિચલિત થતા નથી. આપણી સંવેદનાઓ માત્ર આપણાં સ્વજન/સગાં-વહાલાં કે સ્નેહીઓ પૂરતીજ જાણે સજીવ થતી હોય તેવું  ફલિત થતું હોય તેમ લાગ્યા કરે છે ! રોજેરોજ અખબારોમાં અને મીડીયા ઉપર અનેક માનવીઓના આકસ્મિક મૃત્યુ કે હત્યાના સમાચારો વાંચતા/જોતા હોવા છતાં જો તેમાં કોઈ નજીકના સ્વજન કે સ્નેહિના મૃત્યુ/હત્યાના સમાચાર હોય તો ક્ષણિક વિચલિત થઈ બાદમાં વીસારે પાડી દેતા હોઈએ છીએ. અને તેવું જ જીવ્-જંતુ અને પશુ-પક્ષીઓ કરે છે. કારણ કે તેઓ મૃત્યુને   પોતાના જીવનનો એક સ્વાભાવિક અને સહજ  અંત ગણે છે. આપણે પણ લાગણીના બંધનમાંથી ઉપર ઉઠી સ્વસ્થતા મેળવવી જ પડે છે અને મેળવવી જ રહી અને મૃત્યુ ને જીવનમાં બનનારી એક સ્વાભાવિક બનતી કે બનનારી અનિવાર્ય ઘટના તરીકે જ મુલવવી જોઈએ !

મૃત્યને ઓશો રજનીશ એક ઉત્સવ ગણે છે ! મરી ગયા પછી શું કરવું કેવી વિધિ કરવી એ વિશે પણ કેટલાક માનવીઓ ચિંતા કરતા હોય છે. જ્યોર્જ બર્નાડશૉના વીલની વાત મને ખૂબજ પસંદ પડી છે  “સુનર ફરગોટન ધ બેસ્ટ”  “જેટલો જલ્દી ભૂલાઈ જઉં  એટલું સારું !”  હું પોતે પણ આમ જ માનું છું અને એ વિશે અમારા સંતાનો અને સ્વજનોને વારંવાર કહેતો રહું છું !

કર્મકાંડ

આપણાં સમાજમાં મૃત્યુ પછી મોક્ષ અને પુનર્જન્મ એમ બે સિધ્ધાંતો સ્વીકારાયા છે આ સિધ્ધાંતો હિન્દુ-જૈન અને બૌધ્ધ ધર્મમાં સ્વીકાર પામ્યા છે. મોક્ષ મેળવી સ્વર્ગની પ્રાપ્તિની અભિપ્સાને એટલી હદે બહેકાવવામાં આવી છે અને કોઈ કોઈ એ તો સ્વર્ગના વર્ણનો અશ્લીલ લાગે તેવી કક્ષાના કર્યા છે ! અને આવી લાલચમાં લપટાઈ જઈ કેટલીક વાર કેટલાક મૃતકો પોતાના મૃત્યુ બાદ કયા કયા ક્રિયા કર્મો કરવા તે વારસદારોને જણાવતા જતા હોય છે. તો કેટલાકના વંશ્-વારસો આવી કર્મકાંડની ક્રિયાઓ કરતા રહે છે.

આવી ક્રિયાઓ પણ નાત્-જાત અને જ્ઞાતિઓના દરજજા પ્રમાણે અલગ અલગ પ્રકારની રચવામાં આવી છે. આવી ક્રિયાઓ કરાવનાર કર્મકાંડી બ્રાર્ભણો તરીકે ઓળખાતા હોય છે.

જ્યારે મૃત્યુ બાદની અવસ્થા વિશે વિચાર કરીએ તો આપણાં સમાજમાં બે વિરોધાભાસી વિચાર સરણી અસ્તિત્વ ધરાવે છે અને બંનેના પુરસ્કરતાઓ પોતાને જ જડની જેમ સાચા ઠરાવવાની સતત કોશિશ કરતા માલુમ પડે છે. જો કેટલીક વિધિ-વિધાન બાદ મૃતકનો મોક્ષ થતો હોય તો પુનઃજન્મની વાતમાં બહુ તથ્ય જણાતું નથી. અને જો પુનઃજન્મ થવાનો જ હોય કે થતો જ હોય તો મોક્ષ માટે કોઈ વિધિ કરવાની આવશ્યકતા રહેતી નથી.

હવે મૃતકની પાછળ તેના વંશજો ઉઠમણાં/પ્રાર્થના સભાની  વિધિ પતાવી બાદમાં ઘરમાં ગીતા કે તેના સમકક્ષ ધાર્મિક પુસ્તકનું વાચન કરવા કોઈ મારાજને નિમંત્રી શરૂ કરાવે છે. આ વાચનનું શ્રવણ કરવા મૃતકના સ્વજનો-સગા-વહાલાં-સ્નેહી મિત્રો વગેરેને નિંમત્રવામાં આવે છે. અને સામાન્ય રીતે આ વાચન વહેલી સાંજના ભાગમાં યોજવામાં આવતું હોય છે. આ વાચન સમયે મારાજ જે તે ( ધાર્મિક)પુસ્તકનું પઠન કરે છે અને શ્રોતાઓ અંદરો-અંદર વાતચીત કે સંવાદો કરવામાં પરોવાય જતા હોય છે !! અર્થાત કથા શ્રવણ કરવા આવેલા કોઈનું ધ્યાન વંચાઈ રહેલી કથામાં નહિ હોતા અંદરો-અંદરની વાતોમાં વધુ રહેતું હોય છે!!  અને કેટલીક વાર મારાજ શ્રોતાઓને કથામાં ધ્યાન પરોવવા/શાંતિથી સાંભળવા ટોકતા જોવા મળે છે !

આ ક્રિયા અલગ અલગ જ્ઞાતિ કે પરિવારની રીત રસમ પ્રમાણે ત્રણ પાંચ કે સાત દિવસ ચાલુ રહે છે. અને બાદ મૃતકના મૃત્યુના દસમા દિવસથી શ્રાધ્ધની ક્રિયા શરૂ કરવામાં આવે છે. આ પહેલાં જે વ્યક્તિ આ શ્રાધ્ધની ક્રિયા માટે બેસવાની હોય તેનું મૂડન કરવામાં આવે છે. ( આજના સમયમાં મોટા ભાગના લોકો આવું મૂડન કરાવવાની જરૂર જોતા નથી.)

મૃતકના વંશજ ની તથા મારાજની વ્યસ્તતાને  લક્ષમાં રાખી શ્રાધ્ધની ક્રિયાનો સમય નિશ્ચિત કરવામાં આવે છે. અગાઉના સમયમાં આ શ્રાધ્ધની ક્રિયાઓ ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ચાલતી. જેમાં શ્રાધ્ધ કરનાર વ્યક્તિને જનોઈ ધારણ કરવી પડતી અને અસંખ્ય વાર સ્નાન કરાવવામાં આવતું. આધુનિક સમયમાં આ તમામ પ્રકારની વિધિ ઉપર કહ્યું તેમ શ્રાધ્ધ કરાવનાર અને મારાજની વ્યસ્તતા/અનુકૂળતા પ્રમાણે ગોઠવી પૂરી કરવામાં આવતી નજરે પડે છે. આ તમામ વિધિ દરમિયાન વિધિ કરનારે જનોઈ અને ધોતિયું પહેરવું અનિવાર્ય ગણાતું હોય સામાન્ય દિવસોમાં જનોઈ કે ધોતિયું નહિ પહેરનાર પણ આ વસ્ત્રો ધારણ કરતા નજરે પડે છે.

(અર્થાત કહેવાતી યજ્ઞોપવીતની વિધિ કર્યા બાદ જનોઈ હંમેશ માટે ધારણ કરવાની હોવા છતાં આવા લોકો પણ ક્યારેય જનોઈ ધારણ કરતા હોતા નથી તેના સંદર્ભમાં આ કહેવાયું છે )

મૃત્યુના 13મા દિવસે શ્રાધ્ધ સાથે મૃતકની પાછળ જે જે ચીજ-વસ્તુઓની જીવંત વ્યક્તિને પાયાની જરૂરિયાત ગણાય તે તમામ મારાજને દાનમાં આપવામાં આવે છે. આ સમયે મૃતકના સ્વજનો-સગાં-વહાલાં-અને સ્નેહિમિત્રો વગેરે ઉપસ્થિત રહે છે અને યથા શક્તિ સૌ કોઈ મારાજને દાન્-દક્ષિણા આપે છે. હાલના સમયમાં મારાજ પોતે જ તમામ ચીજ્-વસ્તુઓ લાવે છે અને દાન કર્યાનો સંતોષ મેળવી મૃતકના વંશજો તેની કિંમત પેટે મારાજને ઉચક રકમ રોકડેથી ચૂકવે છે. અગાઉના સમયમાં તમામ ચીજ-વસ્તુઓ ઘરમાંથી ફાળવવામાં આવતી અથવા બજારમાંથી નવી ખરીદી દાનમાં અપાતી. પરંતુ કાળક્રમે આવી કર્મકાંડની વિધિ કરાવનારાઓની સંખ્યા મર્યાદિત થઈ જતાં અને મૃતકોની પાછળ વિધિ કરાવનારાઓ તો અસંખ્ય હયાત હોય આવી દાનમાં મળેલી ચીજ-વસ્તુઓ સાચવવાની વિંટબણા અને  જગ્યાની મુશ્કેલી અનુભવાતા વ્યવહારુ રસ્તો અપનાવી મારાજો દાનમાં મળેલી આવી ચીજ-વસ્તુઓ હરરાજી કરી તેમના વર્તુળમાં વેંચી નાખતા થયા. આ લખનારે આવા દ્રશ્યો નજરો નજર જોયા છે. અને બાદમાં મૃતકોના વારસદારોએ પણ મારાજો સાથે બેઠક કરી બધી ચીજ-વસ્તુઓના સેટ મારાજો પોતા પાસે વસાવી રાખે અને આવા પ્રસંગે તે લાવે અને તે પેટે ઉચક રકમ સ્વીકારી લઈ દાન કર્યા અને કરાવ્યાનો બંને પક્ષો સંતોષ માને તેવો વ્યવહારુ રસ્તો મોટાભાગના લોકોએ સ્વીકારી લીધો છે.

ઉપરાંત શ્રાધ્ધ્ની ક્રિયાઓ જે 3-4 દિવસો અને કલાકો સુધી લંબાતી તે પણ માઈક્રો બનાવી દેવામાં આવી છે અને ખૂબજ ટૂકા સમયમાં અને ઓછા કલાકોમાં પતાવી દેવામાં આવે છે. અર્થાત હવેના સમયમાં મૃતક પાછળ થતી કર્મકાંડની વિધિ એ માત્ર મન મનાવા અને મૃતક તરફ ફરજ બજાવ્યાની ઔપચારિકતા માત્ર રહી છે કોઈ શ્રધ્ધા કે નિષ્ઠા દ્રષ્ટિગોચર થતી જણાતી નથી. તેમ છતાં મૃતક પાછળ તેના વારસોએ કોઈ ક્રિયાકાંડ ના કર્યા તેમ સમાજમાં કોઈ વાતો ના કરે તે માટે આવો મુખવટો પહેરી આવી ક્રિયાઓ કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે ! કેટલાક પરિવારો જે આર્થિક રીતે સક્ષમ હોય છે તે આવી શ્રાધ્ધની ક્રિયાઓ કરવા યાત્રાના અથવા આવી ક્રિયાઓ કરવા માટે જાણીતા થયેલા સ્થળોએ જઈને પણ કરતા હોય છે. આવા સ્થળોમાં પ્રભાસ,  સિધ્ધ્પુર,  નર્મદાના તટે, નાસિક, ગયા વગેરે આ માટે પ્રસિધ્ધ છે. જ્યાં આવી શ્રાધ્ધની ક્રિયા સંપન કરી પરત આવનાર ત્યાંના મારાજો  દ્વારા ଒ દાન-દક્ષિણાને નામે  કરવામાં આવતી લૂંટ અને દાદાગીરીની વાતો સાંભળી રહી શહી શ્રધ્ધા પણ ઉડી જતી હોય છે ! કેટલાક એટલા તો નબળા મનના અને વ્હેમી હોય છે કે મૃતક્નો આત્મા હેરાન ના કરે માટે તેવા ડર/ભયના ઓથાર નીચે આ ક્ર્રિયાઓ કરે છે. આવો ડર્/ભય કહેવાતા સાધ્-સંતો કે ગુરૂઓએ સામાન્ય લોકોના મનમાં ઠાસી ઠાંસી ભરી દીધો હોય છે કે જેથી તેમના( સાધુ-સંતો કે ગુરૂઓના ) ગુજરાન માટે કોઈ મુશ્કેલી ઉભી ના થાય ! અર્થાત મારી સમજ પ્રમાણે આવી ક્રિયાઓ કરવાની જરૂરિયાત નથી તેમ માનનારઓ  આ ક્રિયાઓ બંધ કરવા માટે જરૂરી હિમત ધરાવતા ના હોય પોતાના આત્માના અવાજની વિરૂધ્ધ જઈને પણ આ ક્રિયાઓ કરતા રહે છે આમ પોતાની જાત/આત્મા  સાથે જ છેતરપીંડી કરતા હોય છે.

મને કહેવાદો હું દ્ર્ધ અને મકક્મતાથી મૃતકની પાછળ આવી કોઈ વિધિ-વિધાન કરવાની જરૂરિયાત નથી તેમ માનુ છું અને મારાં માતુશ્રી 13 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા ત્યારે કે મારાં પત્ની 10 વર્ષ પહેલાં મૃત્યુ  પામ્યા ત્યારે આવી કોઈ વિધિ અમે કરી નહિ હતી અને અમને આજ સુધીમાં કોઈ ખરાબ અનુભવો  કે કોઈ પ્રકારનું નુકશાન થયું  નથી. અરે આ બંને મૃતકોની પાછળ, કોઈ પવિત્ર  પુસ્તક, જેવીકે ગીતાનું વાચન કરવાનું યોજેલ છે, કે કેમ તેવુ મને જ્યારે, અમારા સ્વજનો-સગાં-વહાલા વગેરે દ્વારા  પૂછવામાં આવેલું, ત્યારે જવાબમાં મેં કહેલું, કે ગીતાજીનું વાચન રોજ સાંજે 5 થી 6 વાગ્યા સુધી કરવા વિચારેલ છે અને આ વાચન હું પોતે જાતે કરવાનો છું  કોઈ મારાજ પધારવાના નથી માટે જો આપને શ્રવણ કરવામાં રસ હોય તો આ સમય દરમિયાન જરૂર પધારશો ! અને મારાં આશ્ચ્રર્ય વચ્ચે મારાં દ્વારા વંચાનારી ગીતાજી શ્રવણ કરવા કોઈ પધાર્યું નહિ હતું !  આ માટે ના કારણો સ્પષ્ટ હતા કે મારાજ વાચન કરતા હોય તો ધ્યાન અન્ય સાથે વાતો કરવામાં પરોવી શકાય જ્યારે હું વાચન કરતો હોઉં ત્યારે બીજી કોઈ વાતચીત થઈ ના શકે. અર્થાત ગીતા સાંભળવામાં જ સમ્રગ ધ્યાન પરોવવું પડે !

આ ઉપરાંત ભગવાન કૃષ્ણએ પ્રબોધેલી ગીતામાં પણ મૃતકની પાછળ આવા કોઈ કર્મકાંડ/શ્રાધ્ધ વગેરે કરવાનો ઉલ્લેખ મળતો નથી !

અંતમાં સ્વામી સચ્ચિદાનંદ કહે છે તે પ્રમાણે

મૃત્યુ  પછી કોઈ સ્વર્ગ કે નર્કમાં જતું નથી.ખરેખર તો સ્વર્ગને નર્ક માત્ર કલ્પના છે. મૃત્યુ વખતે  જ ચેતનાનો વિલય થઈ જતો હોઈ કોઈ ભૂત-પ્રેત થતું નથી એટલે જીવની અવગતિ રોકવા માટે શ્રાધ્ધ કે પિંડદાન વગેરે ક્રિયા કરવાની કોઈ જરૂર નથી.—- હા પોતાના સ્વજનો પાછળ દરિદ્રોને, બાળકોને, વૃધ્ધોને અને લાચાર માણસોને જમાડવા, વસ્ત્રો કે અન્ય જીવન જરૂરિયાતની ચીજ્-વસ્તુઓ આપવી જોઈએ ! માનવતાવાદી અને સમાજલક્ષી કાર્યો કરીને મરણ પામેલા માણસો પ્રત્યે કૃતજ્ઞતા બતાવવી જોઈએ !! કોઈપણ પ્રકારના નડતરનો ભય રાખવો નહિ. જીવતાં-જીવ આશીર્વાદ આપનારા મા-બાપ મૃત્યુ પછી નડતા હશે ?  પૂર્વજો નડે છે તેવી ભ્રમણાથી મુકત થવું માણસને પોતાનોં અજ્ઞાન જ વધુ નડે છે. કદાચ નડે તો તે જીવતા માણસો નડે  મરેલા ન નડે. જો મરેલા નડતા હોત તો હત્યારાઓને હત્યા કરેલા માણસો ના નડે ?

મારાં અન્ય વિષયો ઉપરના વિચારો જાણવા માટે મારા બ્લોગની મુલાકાત લેવા વિનંતિ છે ! બ્લોગની લીંક http://arvindadalja.wordpress.com

Posted in Prakirna

દ્રૌપદી-ચીર હરણ અને ડીઝાઈનર સાડી/વસ્ત્રોનું ભવ્ય સેલ !!!
દ્રૌપદી-ચીર હરણ અને ડીઝાઈનર સાડી/વસ્ત્રોનું ભવ્ય સેલ !!!

હસ્તિનાપુરમાં કૌરવોના જુગાર રમવાના નિમંત્રણથી આવેલા પાંડવો વતી જુગ્ટુ રમવાના શોખીન યુધિષ્ઠીર પોતાની જાત સહિત બધા પાંડુ ભાઈઓ અને દ્રૌપદી શુધ્ધાં હારી ચૂકયા હતા.. અને દ્રૌપદીના ચીર હરણ જેવી બિભત્સ ચેષ્ટા દુર્યોધન દુઃશાસન મારફત ભરી રાજસભામાં કરી ચૂકયો હતો. બાદ પાંડ્વો દ્રૌપદી સાથે માત્ર વલ્કલ ધારણ કરી જુગ્ટાની શરત પ્રમાણે વન વનવાસ માટે પ્રસ્થાન કરી ચૂક્યા હતા અને આ બાજુ દ્રૌપદીના શરીર ઉપરથી ધરાર ખેંચીને હરણ કરેલી સાડીઓ ઉપર દુઃશાસન થાકી –હારી ઢ્ગલો થઈ પડ્યો હતો. રાજસભા વિખરાઈ ગઈ હતી. દુર્યોધન  કર્ણ અને બીજા કેટલાક  આ સાડીઓનું શું કરવું તેની વિમાસણમાં મુંઝાયેલા જણાતા હતા. આખરે હાલ તુરત તો સાડીઓ એકઠી કરી એક જગ્યાએ રાખી દેવાની કર્મચારીઓને સુચના આપી સૌ વિખરાયા.

આ બનાવ બન્યાને વર્ષોના વહાણા વીતી ગયા અને સાડીઓ જેમની તેમ હજુ પણ પડી રહી હતી. સાડીઓ કૌરવ પત્નીઓને ભેટ આપવાની વાતનો, તેમની પત્નીઓએ, આવી કોઈની ધરાર ઉતરાવેલી સાડીઓ સ્વીકારવાનો  જબર જસ્ત  વિરોધ કરેલ, તો બજારમાં નવી નવી ફેશનો આવતા સાડીઓ પહેરવાની આધુનિક યુવતીઓ/સ્ત્રીઓએ લગભગ બંધ કરેલ હોઈ, તમામ સાડીઓ જેમની તેમ સાડીઓના શો-રૂમમાં પડેલી હતી.

આ તરફ પાંડ્વોના વનવાસનો સમય પૂરો થવામાં હોઈ અર્જુન અને દ્રૌપદીએ છ્દ્મ વેષ ધારણ કરી હસ્તિનાપુરમાં ચાલી રહેલી ચહલ પહલનો જાત અભ્યાસ કરવાનો નિર્ણય કરી બંને હસ્તિનાપુરની બજારમાં નીકળી પડ્યા. જ્યાં તેઓએ દુઃશાસન અને કર્ણને એક વસ્ત્રોના શો-રૂમમાં વિવિધ જાતના વસ્ત્રો વેંચતા જોયા એટલે બંને તે શો-રૂમમાં ગયા અને જુદી જુદી ડીઝાઈનના રેડી-મેઈડ વસ્ત્રો  દેખાડવા જણાવ્યું. સાથોસાથ એક શો-કેસમાં પડેલી સાડીઓ તરફ ધ્યાન જતાં એ સાડીઓ પણ દેખાડવા અને વેંચવા માટે છે કે કેમ તે પૂછ્યું. જવાબમાં બધાજ કામ અને અન્ય ગ્રાહકોને પણ પડતા મૂકી, પ્રથમ આ સાડીઓ દેખાડવા લાગ્યા. અને બહુ જ વ્યાજબી ભાવે, બધી જ આપી દેવાની છે અને શ્રેષ્ઠ  ડિઝાઈનરે ડિઝાઈન કરી છે, તેવા વખાણ કરી, જો બધી જ ખરીદો તો, જથ્થાબંધના ભાવે આપી દેવા ઓફર કરી !!

અર્જુનને એક બાજુ બોલાવી દ્રૌપદીએ સંતલસ કરી, તમામ સાડી એક સાથે ખરીદવાનો, અત્યંત નીચો ભાવ એમ કહી જણાવ્યો, કે આ ડિઝાઈનો તો બહુ જ જૂની હોય અમને વેચાશે કે કેમ તે વિષે પણ શંકા હોય, જો આપને અમારા ભાવે આપવી હોય, તો અમો ખરીદવા તૈયાર છીએ. દુઃશાસને પણ કર્ણ સાથે મસલત કરી અને સાડીઓથી છેડો ફાડવા અર્જુનની ઓફર સ્વીકારી અને તેઓએ કહેલા ભાવે બધી જ સાડીઓ વેંચી દીધી.

બધી જ સાડીઓ એક સાથે વેંચાઈ ગયાના ખુશ ખબર રાત્રે દુર્યોધનને આપતાં દુર્યોધને ખુશ થઈ બંનેને અભિનંદન આપ્યા અને કહ્યું, કે હવે તમારા બંનેમાં ધંધાની કુશળતા આવી રહેલી જણાય છે !!

આ તરફ અર્જુન અને દ્રૌપદી બધી જ સાડીઓ લઈ પોતાને ઉતારે પહોંચ્યા અને આટલી મોટી સંખ્યામાં સાડીઓ જોઈ યુધિષ્ઠીરે પૂછ્યું કે આટલી સાડીઓ શા માટે ખરીદી તમે બંને જાણૉ છો કે હજુ આપણો પ્રગટ થવાનો સમય પાક્યો નથી અને ત્યારે આ બધી સાડીઓ ક્યાં સાચવશું ?

અર્જુને કહ્યું મોટાભાઈ ચિતા નહિ કરો અમે બધું વિચારીને જ આ સાડીઓ ખરીદી છે અને બહુ ટુંકા સમયમાં જ આ સાડીઓ માટે પડા પડી થશે તમે માત્ર જોયા કરજો !

થોડા દિવસો બાદ હસ્તિનાપુરમાં એક હેંડબીલ મારફત  જાહેરાત ફરતી થઈ, કે ધમાકા સાથે વિવિધ પરિધાનનો એક સેલ ટુંક સમયમાં આવી રહ્યો છે, માટે વિવિધ ડીઝાઈનર સાડીઓ અને અન્ય પરિધાનના વિવિધ ડીઝાઈનર વસ્ત્રોની ખરીદી માટે થોડી રાહ જોવા હસ્તિનાપુરની જનતાને હાર્દિક અપીલ કરવામાં આવી.

વધુમાં જણાવવામાં આવ્યું, કે આંતર રાષ્ટ્રિય ખ્યાતિ પામેલા મી. કનૈયા લાલ દ્વારા ડીઝાઈન કરવામાં આવેલ સાડીઓ ઉપરાંત અનેક વિવિધ જાતના વસ્ત્રોનો સેલ હસ્તિનાપુરમાં આવેલા રમત્-ગમતના મેદાનમાં માત્ર 3 દિવસ માટે જ યોજવામાં આવેલ છે અને ખૂબજ વ્યાજબી ભાવે સ્ટોક ખત્મ કરવાનો છે કારણ કે આયોજકોને ટૂક સમયમાં  વિદેશ  જવાનું હોય સ્ટોક ક્લીયરંસ માટે જ આ સેલ યોજેલ છે.

આ સાડીઓ એવી રીતે ડીઝાઈન કરેલી છે કે પહેરનાર તેની પસંદગી પ્રમાણે પહેરી શક્શે. સાડીને સાડી તરીકે પહેરો કે કુર્તા-સરવાલ બનાવો કે ટોપ અને સ્કર્ટ બનાવી પહેરો તો કપ્તાન કે  નાઈટી કે હાઉસ કોટ પણ અદભુત બનશે અને આપની પ્રતિભામાં ચાર ચાંદ લાગશે ! આ વસ્ત્રોની ડીઝાઈન જાણીતા અને આંતર રાષ્ટ્રિય પ્રખ્યાત ડીઝાઈનરે ડીઝાઈન કરેલા હોય અને એક ડીઝાઈન વાળું વસ્ત્ર માત્ર એક જ નંગ ઉપલબ્ધ હોય અન્ય વિક્રેતાઓની માફક 1 સાથે 1-2 3- કે 5  કે 10  ફ્રી નહિ મળે જેની નોંધ લેશો. આપ જે ખરીદશો તે એક્ષ્ક્લુસીવ બની રહેવાનું છે અને આપની પ્રતિભા અનેક ગણી ઉભરી ઉઠ્શે તેની ખાત્રી રાખશો વગેરે વગેરે !!!

આ સેલ માત્ર 3 દિવસ માટે જ હોય કૌરવોની પત્નીઓ બીજા કોઈ ખરીદી લે તે પહેલા જ સેલમાં પહોંચી સારો માલ હાથ વગો સૌ પ્રથમ કરી લેવા તત્પર બની અને સેલમાંથી પહેલા 2 દિવસમાં જ બધી સાડીઓ તેઓએ જ ખરીદી લીધી એટલે અર્જુન અને દ્રૌપદી સેલનો વિંટલો વાળી પોતાના ઉતારે પહોંચી ગયા અને યુધિષ્ઠીરને બધી વાતથી વાકેફ કર્યા ! આ બધી વાતો સાંભળી તેઓ પણ મંદ મંદ હસ્યા અને કૌરવોની પત્નીઓને બેવકુફ બનાવવા માટે બંનેને અભિનંદન આપ્યા !

આ બાજુ ખરીદેલી સાડીઓ પોત પોતાના પતિઓને દેખાડવા કૌરવોની પત્નીઓ ઉત્સુક બની અને સૌ પ્રથમ દુર્યોધન અને દુઃશાસનની પત્નીઓએ સાડી બતાવી અને કહ્યું કે  જુઓ અમે આંતર રાષ્ટ્રિય ડીઝાઈનરની ડીઝાઈન કરેલી એવા પ્રકારની સાડીઓ ખરીદી લાવ્યા છીએ કે જેમાંથી અમારા ડ્રેસ પણ બનશે અને નાઈટી વગેરે પણ બનાવી શકાય તેવી ડીઝાઈન હોય વિવિધ જાતના અમારા વસ્ત્રો બની શક્શે અને સમાજમાં આપની સાથે આપની પત્નીઓની પ્રતિભા ખીલી ઉઠ્શે !

દુઃશાસને સાડીઓ જોવા માંગી અને જોયા પછી માથું કુટયું અને કહ્યું, કે હે મૂર્ખ શિરોમણિઓૢ, આ એ જ સાડીઓ છે જે મેં દ્રૌપદીના ચીર હરણ કર્યા ત્યારે ખેંચી હતી, અને હજુ થોડા દિવસો પહેલાં જ એક ખરીદનાર અમારી પાસેથી જથ્થાબંધ ભાવે બધી જ સાડીઓ ખરીદી ગયેલો ! આપને અને અમને પણ આ અજાણ્યા ખરીદનાર ચુનો લગાવી ગયા, એટલું જ નહિ અમારી પાસેથી જે ભાવે ખરીદી કરેલી તે કરતાં પણ 10 ઘણાં વધારે ભાવે તમને લોકોને માથામાં મારી ગયા છે ! દુર્યોધનને સંબોધી કહ્યું કે મોટા ભાઈ આ નવા વેપારીઓને પક્ડી મંગાવો જેથી એ કોણ હતા તે ઓળખી શકાય અને પ્રજા સાથે છેતરપીંડી કરનારને સખ્ત સજા પણ કરવી જ રહી !

દુર્યોધને હસતા હસતા કહ્યું કે દુઃશાસન વસ્ત્રો પાછ્ળ સ્ત્રીઓ પાગલ હોય છે તે આપણા સૌનો અનુભવ છે અને આ પાગલ પણાંનો કોઈ વેપારી એક યા બીજા ઓઠા હેઠળ લાભ લે છે એટલે સૌ પહેલા તો આપણે આપણી પત્નીઓને વાળવી રહી ! ઉપરાંત તું ધારે છે તેટલા આ વેપારીઓ મૂર્ખના હોય કે તે સેલ પૂરું થઈ ગયા બાદ પણ ત્યાં બેઠા હોય !!!

Posted in Prakirna

ઉલટ ફેર !!! સુદામા અને કૃષ્ણ !!!
સ્વપનિલ મહેતા અને સંદેશના સૌજન્યથી નીચેનો લેખ આપ સૌ મિત્રોના વાચનાર્થે  રજૂ કરેલ છે. આશા છે કે આપ સૌને આ સુદામા અને કૃષ્ણ માટે  વિચારેલ ઉલટ ફેર પસંદ પડશે !

પ્રભુકૃપાથી સુદામા આજે સંપન્ન હતા. આજે વિશ્વભરમાં તેમના સુદામા રિસોર્ટ અને તાંદુલ કેટરર્સ ધૂમ મચાવી રહ્યાં છે. એમાંય તાંદુલના તો એમણે પેટન્ટ કરાવી લીધા હતા. કેવળ તાંદુલમાં જ એમણે ત્રણસો પચાસ જેટલી નવી વેરાઇટી ઊભી કરી હતી. ગલ્ફ દેશોમાં પગપેસારો કરવા એ નોનવેજ તાંદુલ ‘ઇન્ટ્રોડયુસ’ કરવાના હતા.ભવ્ય, આલિશાન, પચાસ માળવાળા સુદામા કુટિરના પેન્ટહાઉસમાં એ પોતાનો ભૂતકાળ વાગોળી રહ્યા હતા. ભૂતકાળની યાદોએ એમનું મોં કટાણું કરી દીધું. અરમાનીના વૈભવશાળી શૂટમાં સજ્જ એવા સુદામાથી કમરની નીચે એક નાની પોતડી અને કમરની ઉપરના ભાગે વસ્ત્રના નામે એક માત્ર જનોઇ ધારણ કરેલો જૂનો સુદામા સહન થઇ શક્યો નહીં.વાસ્તવિકતાથી ભાગવા મોટા પડદાવાળા ટીવીમાં કોઇ કાર્યક્રમ કે સમાચાર જોવાનો નિર્ધાર કર્યો. એમના પાંચેય છોકરા અત્યારે અબ્રોડમાં સેટ થઇ ચૂક્યા હતા. પત્ની પણ છોકરાના છોકરા રમાડવા વિદેશ પહોંચી ચૂકી હતી. એમણે ટીવી ચાલુ કર્યું. એમ ટીવી પર ચાલતી ડિસ્કોની તરજ પણ સુદામાને શાતા આપી શકી નહીં. ચહેરા પર કશો અકળામણનો ભાવ ઉપસી આવ્યો. બે ઘડી ટીવી સામે ગુસ્સાથી જોઇ રહ્યા. ટીવી બંધ કર્યું. પોતાના પર્સનલ જીમમાં જઇને થોડીક કસરત કરી નાખવી જોઇએ એવા નિર્ધાર સાથે સુદામાએ કપડાં બદલીને પોતાના જીમમાં પ્રવેશ કર્યો.

આદમકદના અરીસા સામે ઊભા રહીને ટ્રેડમિલ પર પોતાની વોક શરૃ કરી દીધી પરંતુ અરીસામાં ટ્રેકસૂટમાં દોડી રહેલા સુદામાની જગ્યાએ દોડી રહેલો પેલો ગરીબ દરિદ્ર સુદામો જ દૃષ્ટિગોચર થયો. એક ક્ષણ તો સુદામાને આ મોંઘો અરીસો તોડવાનું મન થઇ આવ્યું પણ નાણાંનું મૂલ્ય સુદામાથી વધારે કોણ સમજી શકે ? અરીસાને તોડવા કરતાં અરીસાને પીઠ દેખાડવી જ બધી રીતે ફાયદાકારક છે એમ માનીને પોતાના પર્સનલ યોગગુરુની સલાહ પ્રમાણે જ પલાંઠી વાળીને પ્રાણાયામ શરૃ કરી દીધો. પરંતુ સુદામાએ જ્યાં આંખો બંધ કરી ત્યાં વળી પાછો પેલો સુદામા દેખાયો.

કોઇ દિવસ નહીં ને વળી, આજે પોતાને શું થઇ રહ્યું છે તેની સમજણ સુદામાને પડી નહીં. પોતાના દારુણ ગરીબીથી ભરેલા ભૂતકાળથી બચવા માટે યોગનું કયું આસન કરવું જોઇએ તેની સુદામાને ખબર પડી નહીં. આ પરિસ્થિતિથી બચવા ઊંઘની ગોળીઓ લઇને પોતે સૂઇ જશે તો સ્વપ્નમાં પણ પેલો ગરીબ સુદામા જ પ્રગટ થવાનો, એવું સુદામાને ચોક્કસપણે લાગી રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં શું નિર્ણય લેવો તેનો સુદામા વિચાર કરતા હતા ત્યાં જ બાજુમાં પડેલો ઇન્ટરકોમ રણકી ઊઠયો. સુદામા કુટિરના ચીફ સિક્યોરિટી ઓફિસરનો ફોન હતો. એણે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું:

‘સર આપણા ગેટ પર કોઇ અતિ દુર્બળ, કાળો, મેલોઘેલો ગરીબ ઊભો છે અને આશ્ચર્યની વાત એ છે કે એ આપનો પરમ મિત્ર હોવાનો દાવો કરી રહ્યો છે.

‘કદાચ કૃષ્ણ હશે…’ એવું મનોમન બબડીને, મોં કટાણું કરીને, સુદામાએ ઇન્ટરકોમનું રિસીવર બાજુ પર મૂકી દીધું.

ઉલટ ફેર પસંદ પડશે !

Posted in Prakirna

પાડો કે પ્લેન ! ? !
પાડો કે પ્લેન ! ? !

યમરાજ ભગવાનની ઓફિસના સ્વાગત-કક્ષમાં આવીને ક્યારના ભગવાન બોલાવે તેની રાહ જોઈ બેસી રહ્યા હતા. બે ક વાર ભગવાનના પર્સનલ સેક્રેટરીને પોતાની ભગવાન સાથેની અગાઉથી નક્કી થયેલી મુલાકતની યાદ પણ આપી અને જલ્દીથી મુલાકાત માટે આગ્રહ્ભરી વિનંતિ પણ કરી.

યમરાજ ભારે મુંઝાયેલા અને સખ્ત અકળામણ અનુભવી રહ્યા હોઈ ચિંતાગ્રસ્ત પણ જણાતા હતા. વિમાસણ્ને કારણે એક સ્થાને સ્થિર બેસી પણ નહતા શક્તા અને આમથી તેમ આંટા મારી રહ્યા હતા. સ્વાગત્-કક્ષમાં રહેલો ડ્નલોપીલોનો પોચો અને સુંવાળો સોફો પણ તેમને કઠતો હોય તેમ જણાતું હતું. સમગ્ર ઓફિસ વાતાનુકુલિત હોવા છતાં યમરાજ પરસેવે રેફ્-ઝેફ થઈ ગયા હતા. વારંવાર પર્સનલ સેક્રેટરી તરફ દયામણી નજર માંડી ઝડપથી મુલાકાત માટે વિનવણી કરી રહ્યા હોય તેમ જણાતું હતું. બેચેની તેમના ચહેરા ઉપર બરાબર દ્ર્ષ્ટિગોચર થઈ રહી હતી.

આખરે તેમની ઈંતેજારીનો અંત આવ્યો અને સેક્રેટરીએ ભગવાનની ચેમ્બરનું દ્વાર ખોલી આપી મુલાકાત માટે અંદર પધારવા જણાવ્યું. ચેમ્બરમાં પ્રવેશતાં જ યમરાજ દોડી ભગવાનના ચરણોમાં ઢગલો થઈ પડ્યા અને આજીજી પૂર્વક પ્રાર્થના કરી પોતાને બચાવી લેવા વારંવાર જણાવવા લાગ્યાં.

ભગવાને યમરાજને ઉભા કરી નિરાંતે સ્થાન ગ્રહણ કરવા જણાવ્યું અને ઠંડા પાણીનો ગ્લાસ ધર્યો. યમરાજ એક જ ઘુંટડે આખો ગ્લાસ ગળામાં ઠાલવી દીધો અને ભગવાન સામે દીન્આંખે જોવા લાગ્યા.

ભગવાને પૂછ્યું કે,” હવે કહો યમરાજ કે આપને આટલી મુંઝ્વણ શાની છે અને આપને કઈ સમસ્યા પીડી રહી છે ? જે કોઈ પ્રશ્ન હોય તે શાંતિથી કહો.”

યમરાજે બે હાથ જોડી ઉંડો શ્વાસ લઈ સમસ્યા કહેવાની શરૂઆત કરી.

”  હે પ્રભુ આપે સ્વાઈન ફ્લુને કારણે મૃત્યુનો આંક વધી જતા મૃતાત્માઓને લાવવા પ્લેન વાપરવાની સગવડ કરી આપેલી કે જેથી સેંકડોની સંખ્યામાં મૃતાત્માઓને અત્રે એકી સાથે લાવી શકાય્ પ્લેનના આ વપરાશને કારણે અમારી આ કામગીરીમાં અમને ખૂબ જ રાહત મળેલી કારણ એકી સાથે અસંખ્ય મૃતાત્માઓને પ્લેન મારફત  સહેલાઈથી અને સરળતાથી વહન કરી શકાતા હતા.”

”સ્વાઈન ફ્લુ સિવાય પણ અનેક રોગોને કારણે મૃત્યુ થતાં હોઈ અમને આ કામગીરીમાં પ્લેનના વપરાશથી ઝડપ પણ વધારી શકવા અને સમર્થ બની રહેલા. ત્યાં જ ધરતી-કંપ અને સમુદ્રમાં ઉઠેલા સુ-નામી મોજાઓએ પણ કાળો-કેર વર્તાવતાં હજારોની સંખ્યામાં મૃતાત્માઓને ઉઠાવવાની કામગીરી આવી પડી હોય અમારે રાઉંડ ધી ક્લોક કામ કરવું પડે છે. પ્લેનની સગવડતાથી અમારી કામગીરી અમે કુશળતા અને સહેલાઈથી સફળતા પૂર્વક પાર પાડી રહ્યા છીએ”.

યમરાજની આ રજૂઆત સાંભળી ભગવાને મંદ મંદ મલકાઈ રહ્યા અને યમરાજને કહ્યું, કે “આપના કહેવા પ્રમાણે જો પ્લેનની સગવડતાથી આપની કામગીરી ઝ્ડપી સરળ અને સહેલી બની હોય તો ફરિયાદ કે સમસ્યા જ ક્યાં છે ?”

“અરે !મારાં પ્રભુ !” યમરાજ બોલ્યા “આ પ્લેનની પળોજણે જ અમારા માટે જબર જસ્ત સમસ્યા ઉભી કરી છે. આપ જાણો છો પૃથ્વી ઉપર એક ભારત નામનો દેશ છે અને આ દેશના લોકો અત્યંત રૂઢિચુસ્ત ,જૂનવાણી જ નથી ,પણ અંધશ્ર્ધ્ધાથી પણ ભરપૂર છે. આ દેશ્માં પણ પાશ્ચાત્યદેશોમાંથી સ્વાઈન ફ્લુના દર્દીઓ આવીને આ રોગ ફેલાવી રહ્યા છે અને માણસો ટ્પો ટપ મૃત્યુ પામી રહ્યા છે. આ સાથે જ અન્ય રોગ જેવાકે કેંસર, ટીબી, ન્યુમોનીયા, હાર્ટ-એટક, મેલેરીયા અને સામાન્ય ફ્લ્યુને કારણે તો મૃત્યુનો આંક વધી જ રહ્યો હતો ત્યાં આ સ્વાઈન ફ્લ્યુએ આતંક મચાવ્યો છે એમ સરકારના આંકડા જણાવે છે.”

”આથી અમારે તાત્કાલિક ત્યાંથી મૃતાત્માઓને ઉઠાવવા ધ્યાન કેન્દ્રીત કરવુ પડતાં અમે અમારા કેટલાક પ્લેનને ભારત જવા આદેશ આપેલો. અને ત્યાંથી અમને તાકીદનો સંદેશો મલ્યો કે અહીં મૃતાત્માઓ ચાર શહેરોમાં એકઠા થઈ સામુહિક રીતે પ્લેનમાં આવવાનો સખ્ત વિરોધ કરી રહ્યા છે અને એક પણ મૃતાત્મા આવવા તૈયાર ના હોઈ અમારે શું કરવું ? અને મને ( યમરાજ ) ભારતની તાબડતોડ મુલાકાતે આવી જવાનું કહેવામાં આવતા અને મને પણ તાકીદની પરિસ્થિતિ મારા જવાથી હલ થઈ શક્તી હોય તો મેં તાત્કાલીક મુલાકાત લેવાનું વિચાર્યું અને ત્યાં પહોંચી જોયું તો અસંખ્ય મૃતાત્માઓ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પૂના અને અમદાવાદમાં સમુહમાં એકઠા થયેલા અને મને જોઈ સૌ એકી સાથે નારા લગાવવા લાગ્યા કે “પ્લેન પાછા મોકલો ,” પાડો લાવો,”  “હમારી માંગે લેકે રહેંગે,”  “પાડાકે બીના હુમ કહીંભી નહિ જાયેંગે”,  “પાડા લાવો ,પાડા લાવો” ,”પ્લેન કો છોડદો”,  વગેરે ! મેં તેમના પ્રતિનિધિઓ સાથે વાત કરવા અને સમજાવવા કોશિશ કરી પણ એક પણ મૃતાત્મા મારી જોડે જ્યાં સુધી પ્લેન પરત ના જાય ત્યાં સુધી વાત કરવા પણ તૈયાર નહિ થયા.  અને મને આ આવેદન પત્ર આપ્યું કે અમે ભગવાનના દરબારમાં આવવા માત્ર તૈયાર જ નહિ પણ ઉત્સુક પણ છીએ પણ અમે આવીશું તો પરંપરા ગત અને પ્રણાલિકાગત વાહન પાડા ઉપર જ .”

”આ મૃતાત્માઓની આવી વિચિત્ર માંગણી આજે 21મી સદીમાં પણ જૂનવાણી વાહન વાપરવાની જીદ પાછ્ળનું કારણ જાણવા મેં મારાં સ્તોત્રો દ્વારા કોશિશ કરતાં જાણવા મળ્યું કે આ મૃતાત્માઓને પ્લેનના પાયલોટો કે એર-હોસ્ટેસો કે ગ્રાઉંડકર્મચારીઓ અને અન્ય ટેકનીકલ કર્માચારીઓની કાબેલીયત કે તેઓની ગમે તે સમયે અને ગમે ત્યાં હડતાલ ઉપર ઉતરી જવાની આદતને કારણે બિલકુલ વિશ્વાસ ના હોય પાડાનો વિકલ્પ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ મૃતાત્માઓએ તો ત્યાં સુધી કહ્યું કે અમે એક વાર તો મૃત્યુ પામી ચૂકયા છીએ અને ભગવાનના દરબારમાં લઈ જવાની જવાબદારી યમરાજની છે અને જો અમને પ્લેનમાં ઉઠાવી જવાનું ફરજિયાત કરવામાં આવશે તો અમને ડર છે કે આ પ્લેનના પાયલોટૉ ઉડાન કરી રસ્તમાં જ હડતાલ ઉપર ઉતરી પડે તો અમારું તો બીજી વાર મૃત્યુ આવી પડે ! અને જે અમને મંજૂર નથી !! ”

”આવા સંજોગોમાં આપની પાસે આ સમસ્યાનો યોગ્ય ઉકેલ શોધવા આવેલ છું. તો આપ શ્રી આ સમસ્યાને તેના યોગ્ય સંદર્ભમાં સમજી અમને યોગ્ય માર્ગ દર્શન આપો જેથા ભારતમાં હજારોની સંખ્યામાં એકઠા થઈ ગયેલા મૃતાત્માઓને ઝડપથી ઉઠાવી આપના દરબારમાં હાજર કરી શકાય્”

યમરાજની વાતે ભગવાનને પણ ઘડીભર મુંઝ્વણમાં મૂકી દીધા. અને સેક્રેટરીને મંત્રીમંડળની તાકીદની બેઠક બોલાવવા આદેશ આપ્યો. જે કોઈ મંત્રી જ્યાં હોય ત્યાંથી તમામ કાર્યો પડતા મૂકી ભગવાનની ઓફિસમાં હાજર થઈ જવાની તાકીદ કરવામાં આવી.

થોડી ક્ષણોમાં સર્વે મંત્રીઓ હાજર થતાં જ ભગવાને યમરાજની મુંઝ્વણ વિષે તમામને જાણ કરી અને તેમના સલાહ સુચનો માંગ્યા. મંત્રીઓ એક બીજા સામે જોવા લાગ્યા કોઈની એવી કાબેલિયત કે હોંશિયારી નહિ હતી કે આવા સંવેદનાત્મક પ્રશ્નનો હલ દર્શાવી શકે.

તેમ છતાં એક મંત્ર્રીએ પ્લેનની અવેજીમાં પાડાઓની તાત્કાલિક ભરતી કરી પાડાઓ મોકલવા જણાવ્યું. ( આ મંત્રી પ્ર્રાણી ખાતુ સંભાળતો હોય તુરત જ અન્ય મંત્રીઓ એક બીજા સામે આંખ મારવા લાગ્યા ) ભગવાને જણાવ્યું કે જો આ રીતે આપણે એક દેશના મૃતાત્માઓ પાસે ઝુકી જઈશું તો આપણી નબળાઈ જાણી બીજા દેશના મૃતાત્માઓ પણ આવા ગતકડા કરી અવાર-નવાર આપણણે મુંઝ્વણમાં મૂકવાની કોશિશ કરશે માટે રસ્તો એવો વિચારવો રહ્યો કે ડોશી મરે નહિ ને જમડાં ઘર ભાળે નહિ. વળી આ પ્રશ્ન પણ તાકીદનો છે માટે વિલંબ પોષાશે નહિ.

ખૂબ લાંબી ચર્ચા-વિચારણા બાદ આખરી નિર્ણય ભગવાન ઉપર છોડી અને તેમને જ આ પ્રશ્ન હલ કરવાની આખરી સત્તા સોંપતો ઠરાવ કરી મંત્રીમંડળની બેઠક પૂરી થયેલી જાહેર કરવામાં આવી. યમરાજ બિચારા મોં વકાસી આ તમાશો જોતા રહ્યા. બધા મંત્રી વિદાય થઈ ગયા એટલે યમરાજે ફરી ભગવાનને બે હાથ જોડી આ પ્રશ્ન વિષે ભગવાન પોતે શું વિચારી રહ્યા છે તે પૂછ્યું.

ભગવાને  તાત્કાલિક વિશ્વકર્માને તેડું મોકલ્યું અને તે હાજર થતાં  યમરાજના પાડા જેવાજ આકારના  પ્લેન તાબડતોડ  બનાવા કહ્યું અને જેના સંચાલક તરીકે યમરાજ  જ ચલાવી શકે અને હુબહુ એ પાડા જેવાજ દેખાવા જોઈએ તેવી તાકીદ પણ કરી. યમરાજને આ  યુક્તિ પસંદ પડી ગઈ !  ભગવાને વધારામાં આ પાડામાં પણ ઈકોનોમી ક્લાસ  જેવી સીટો ગોઠવવા પણ જણાવ્યું   કે જેથી હાલમાં ચાલી રહેલી  કરકસર કરી ખર્ચ બચાવાની રાજકારણીઓએ શરૂ કરેલી રમતને આ મૃતાત્માઓ પણ જોઈ શકે અને માણી પણ શકે !  વિશ્વકર્માએ તાત્કાલિક ધોરણે નવી ટેકનીક અપનાવી આવા પાડા તૈયાર કરી આપ્યા.

આમે ય ભારત સરકારના એક મંત્રીએ તો કહેલું જ છે કે પ્લેનનો  ઈકોનોમી કલાસ ઘેંટા-બકરા માટે હોય તેવો જ હોય છે અને આપ જાણો છો તે પ્રમાણે ભારતવાસીઓ જીવતા જીવ –  (અપવાદ જેવા કે  રાજ કારણીઓ-સાધુ-સંન્યાસીઓ કે મૂડીપતિઓ સિવાયના લોકો તો-) આવા  કેટલ કલાસથી જ ટેવાયલા હોય છે અને તેથી તમે તમારા આ પાડા આકારના પ્લેનમાં ઠાંસોઠંસ ભરીને મૃતાત્માઓ લાવશો તો તે તેઓને વધારે પસંદ આવશે અને કોઈ પણ આ પાડા જેવા પ્લેનને પ્લેન તરીકે નહિ સ્વીકારે તેને  પાડો જ માનશે માટે યમરાજ આપ આપની કામગીરી આ યુક્તિને અમલમાં મૂકી તાત્કાલિક શરૂ કરી દો અને તેમ છતાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તુરત જ મારો સંપર્ક કરશો.

ભગવાનનો યમરાજે ગદ ગદ થઈ અહેસાન અને આભાર માની ભગવાને દર્શાવેલ  અને વિશ્વકર્માએ બનાવી દીધેલ પાડાઓ લઈ જઈ અધુરી મૂકેલી કામગીરી  ફરીને ચાલુ કરાવા વિદાય લીધી. આમ આખરે ભારતના મૃતાત્માઓ સમક્ષ ભગવાનને પણ નમતું જોખી ( ભલે છળ પૂર્વક પણ ) પ્લેનને પાડાના સ્વરુપમાં જ રજૂ કરવાની ફરજ પડી ! મેરા ભારત મહાન !!!!

Posted in Prakirna

હોરાઈઝ્ન—–ભવેન કચ્છી
મિત્રો

ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં આધુનિક જીવન પધ્ધ્તિ ઉપર એક સરસ લેખ શ્રીભવેન કચ્છીએ લખેલ છે અને તેમાં દર્શાવેલા વિચારો મારાં વિચારો સાથે અદભૂત રીતે સામ્યતા ધરાવતા હોય આપ સૌ પણ તે વાંચી અને જાણી શકો તેવા હેતુ અને ઉદેશથી તે લેખની લીંક નીચે આપેલ છે તો અવશ્ય મુલાકાત લઈ વાંચશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો ! આભાર

સ-સ્નેહ

અર્વિંદ

ગુજરાત સમાચારના સૌજન્યથી

હોરાઈઝન – ભવેન કચ્છી

http://www.gujaratsamachar.com/gsa/20090927/guj/supplement/horizains.html

Posted in Prakirna

પરિવારના વડા તરફ કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ
23, ઓગષ્ટ 2009.

મારાં વ્હાલા સ્વજનો અને પ્રિય મિત્રો,

આજે આપણો સમાજ આપણાં સહિત કોઈપણ જાતના ભેદ-ભાવ વગર ગણપતિનું પૂજન-સ્થાપન્ કરશે ! અને ખુશ ખુશાલ બની મહોત્સવ મનાવશે !

ત્યારે આ ક્ષણે ! આવો આપણે સૌ આપણાં પોતાના ગણ-પરિવાર-ના પતિ અર્થાત વડાનો પણ ગણપતિની સાથોસાથ માન-આદર અને સત્કાર કરી તેમના તરફ કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી કૃત્-કૃતાર્થ થઈએ ! અને આપણો પરિવાર આવનારા દિવસોમાં તેમના તથા ગણપતિના આશીર્વાદથી વધુ અને વધુ ફાલે-ફુલે અને અનેક નવી સિધ્ધિઓ હાંસલ કરે તેવી બંને સમક્ષ વંદન કરી પ્રાર્થના કરીએ !

આજના આ શુભ-દિવસને પરિવારના વડા તરફ કૃતજ્ઞતા વ્યકત કરવાના દિવસ તરીકે ઉજવીએ અને સમગ્ર પરિવાર ખુશ્-ખુશાલ અને મઘ્-મઘતો બની રહે તેવું પ્રાર્થી આ દિવસને એક નવું પરિમાણ આપી રહીએ ! આ દિવસને ગણપતિ સાથે જ પરિવારના વડા તરફ કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ તરીકે વર્ષો વર્ષ મનાવતા રહીએ અને તેજ રીતે આ પવિત્ર દિવસને ઓળખ પણ આપી રહીએ !

મને વિશ્વાસ અને શ્રધ્ધા છે કે આપ સૌ મારી આ વાત સાથે સહમત થશો અને આપના પરિવારમાં આ દિવસને મનાવશો !

અસ્તુ !

આપનો જ

સ-સ્નેહ

અરવિંદ

Posted in Prakirna

આંકડાઓ વિષે રસ પડે એવું, થોડું (કેલિડોસ્કોપ)
વ્હાલા મિત્રો

કેટલાક વિષયો ઉપરની મારું  કૂતુહલ અને જિજ્ઞાસા સંતોષવા મેં ગણપતિનું પૂજન શામાટે ? ( 2 ) લક્ષ્મીજીનું વાહન શું અને મોટા ભાગે  માત્ર કમળના  ફૂલમાં  ઉભેલ પ્રયોજવાનું શું કારણ હોઈ શકે ?  ( 3 ) સવારમાં પ્રગટાવાતો દીવો અને તેની મહત્તા વગેરે ઉપર મારાં પોતાના તર્ક ( RATIONAL ) રજૂ કરેલ છે. આ સાથે એક એવું જ સામ્ય ધરાવતા આંકડાઓ વિષે ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત શ્રી મોહમદ માંકડસાહેબે લખેલ એક લેખ ગુજરાતી સંદેશની સંસ્કાર પૂર્તિમાં પ્રષિધ્ધ થયેલ લેખ આપના સૌના ધ્યાન ઉપર લાવી આવા જે જે પ્રશ્નો મનમાં ઉપસ્થિત થાય તે વિષે જો તર્ક બધ્ધ વિચારવામાં આવે તો આવા જે કોઈ રિવાજો કે રૂઢિ/પ્રણાલિકાઓ જે તે સમયે જે કોઈ એ પ્રયોજી હશે તેમને વધારે સારી રીતે સમજી આપણે સૌ તેનું માત્ર સ્થુળભાવે અનુકરણ કરવાને બદલે તેનું યોગ્ય હાર્દ સમજી પુખ્ત વિચારણા બાદ અનુસરતા થશું તો આપણાં જીવનમાં જાણ્યે-અજાણ્યે દંભ ઘુસી ગયેલ હશે તો તે નાબુદ થશે તેમ ધારું છું.

આ સાથે જ મારાં મનમાં લાંબા સમય થયા ઘોળાતા પ્રશ્નો પણ આપની જાણ માટે લખી રહ્યો છું  કોઈ મિત્રો આ વિષે પ્રકાશ પાડશે તો મારી જિજ્ઞાસા સંતોષાશે ! આ રહ્યા તે પ્રશ્નો

( 1 ) મહાદેવને દૂધ જ શા માટે ચડાવવામાં આવે છે ?

( 2 ) હનુમાનને તેલ અને સીંદુર શા માટે ચડાવવામાં આવે છે ?

આકડા વિષે

( 7 )\     આસમાન સાત કેમ ?  ત્રણ ચાર કે પાંચ કેમ નહિ ?

( 5 )  પાંચ પંચ ત્યાં પરમેશ્વર – પંચ મહાભુત વગેરે

( 3 )  ત્રણ – પહોર ત્રણ સવાર-બપોર સાંજ  ત્રણ વાર જમવાનુ   દવા પણ ત્રણ વાર લેવાની વગેરે

( 10 )  દશાંશ પધ્ધ્તિ

( 12 )  વર્ષના મહિના બાર – દિવસ રાતના કલાક બાર -રાશીઓ બાર વગેરે

આંકડાઓ વિષે રસ પડે એવું, થોડું(કેલિડોસ્કોપ)

માનવજીવનના વિકાસના પાયામાં બે મહત્ત્વની બાબત રહેલી છે. પહેલી મહત્ત્વની બાબત છે ભાષા (જેમાં આપણે લીપી અને બોલી બંનેનો સમાવેશ કરીએ છીએ.) જો મનુષ્યને શબ્દ, ભાષાનું જ્ઞાાન પ્રાપ્ત ન થયું હોત તો માણસ માણસ વચ્ચે જ્ઞાાનની આપ-લે કરવાનું પણ શક્ય ન બન્યું હોત. અને કોઈ એક વ્યક્તિનું જ્ઞાાન ગમે તેટલું વિશાળ કે અગાધ હોય તોપણ એ એના મૃત્યુ સાથે ચાલ્યું જાત પોતાનું જ્ઞાાન એ ક્યારેય બીજાને આપી શકત નહીં.

અને એવી જ બીજી મહત્ત્વની બાબત છે માણસનું ગણતરી કરવાનું જ્ઞાાન. ગણિતશાસ્ત્રના એના વિશાળ જ્ઞાાનને કારણે ટેક્નોલોજી આજે એટલી વિકાસ પામી છે કે માણસ છેક ચંદ્ર ઉપર પોતાનાં પગલાં પાડી શક્યો છે અને ચંદ્ર, મંગળ ઉપર અવકાશયાન મોકલી શક્યો છે. બીજા જીવો કરતાં માણસ આ બંને બાબતોમાં ચડિયાતો છે એટલે એ પોતાના જીવનમાં પોતાની રીતે ફેરફાર કરી શક્યો છે અને હજી ફેરફાર કરતો રહેવાનો છે.

માણસના જીવનમાં ગણિતે ક્યારે અને કઈ રીતે પ્રવેશ મેળવ્યો હશે એ આપણે ચોક્કસ રીતે કહી શકતા નથી. બીજું, આંકડાઓનો વિચાર કરીએ છીએ ત્યારે કેટલીક આશ્ચર્યજનક બાબતો આપણને જાણવા મળે છે.

માણસ ઊંચે નજર કરે છે ત્યારે એને પોતાના માથા ઉપર ઝળુંબી રહેલ એક મોટો આસમાની ઘુમ્મટ દેખાય છે છતાં આસમાન સાત હશે, એવું એણે કેમ માન્યું? સાત આસમાન, સાત પાતાળ, સાત સ્વર્ગ, સાત નર્ક, સાતનો આંકડો એના મનમાં આટલો બધો કઈ રીતે ઠસી ગયો હશે?

આજે આપણે અબજો સુધી ગણતરી કરી શકીએ છીએ, છતાં આપણી  પસંદગી પામેલી સંખ્યાઓ તો અમુક જ છે. આદિમાનવ બહુ ઓછી ગણતરી કરી શકતો હશે, પણ એમાંય એણે અમુક સંખ્યાને કેમ વધારે પસંદગી આપી હશે? આસમાન સાત કેમ? ત્રણ, ચાર કે પાંચ કેમ નહીં? ઋુષિઓ સાત – સર્પ્તિષ કેમ?

અને પાંચના આંકડાને પકડયો ત્યારે પંચ ત્યાં પરમેશ્વર – પંચમહાભૂત – પંચવર્ષીય યોજના કેમ છ વર્ષીય નહીં? કેમ ચાર મહાભૂત નહીં? કેમ છ નહીં?

અને, ત્રણ : સવાર, બપોર, સાંજ, ત્રણ વાર જમવાનું, દવા લેવાની ત્રણ વાર, હરરાજીના બોલ એક, બે, ત્રણવાર.

અને દસ તો અત્યારે વ્યાપી ગયેલી સંખ્યા છે. ચલણમાં દશાંશ પદ્ધતિ, તોલમાપમાં દશાંશ પદ્ધતિ, અંતર માપવાનું હોય તો દશાંશ પદ્ધતિ.

છતાં, વર્ષના મહિના દસ નહીં પણ બાર અને દિવસના અને રાતના કલાકો પણ બાર-બાર. અને દસમાં ફેરવવાની કોશિશ થઈ છે, અને હજી થશે પણ… અત્યારે  તો બારની જ બોલબાલા છે. એટલે તો જ આપણે કહીએ છીએ ‘એના બાર વાગી ગયા!’

અમુક સંખ્યાઓ માણસે જાણે પકડી લીધી છે, એમાં પાંચ, સાત અને દસ તરફ એનો વધારે પક્ષપાત દેખાય છે. પાંચ અને સાતની સંખ્યાઓ સેંકડો વર્ષોથી અમુક રીતે વપરાતી આવી છે. જૂના ગ્રંથો અને જૂની પ્રજાઓની કહાણીઓમાં આ બે આંકડા બહુ જ મહત્ત્વ ધરાવે છે. શા માટે?

આદિ માનવનું કોમ્પ્યુટર એના હાથના આંગળાઓ હતાં અને એ હતાં પાંચ. પાંચ એટલે પવિત્ર પાંચ એટલે જરૃરી એટલું બધું જ અને એનાથી ઓછાની જરૃર હોય તો ત્રણથી ચાલે કારણ કે આંગળીના વેઢા ત્રણ. છતાં પાંચએ પાંચ – પાંચ તો પરમેશ્વર. પાંચમાં પૂછાય એવા નર તો કોઈક જ. પાંડવો પાંચ અને કૌરવો સો, છતાં આખરે જીતે તો પાંચ જ. અને સૌને આખરે મળી જવાનું તો પંચમહાભૂતમાં જ. પાંચનો આંકડો  ગમે ત્યાંથી હાજર થઈ જાય, કારણ કે કોઈ પણ બાબત વિષે વિચાર કરતી વખતે પાંચ આંગળા તો માણસની સામે જ હોય.

અને બે હાથના આંગળા ભેગા થયા એટલે દસ. દશાંશ પદ્ધતિનો પાયો કદાચ એ રીતે જ નંખાયો હશે.

અહીં આપણને એવો પણ પ્રશ્ન થાય કે માણસે પગનાં આંગળાંઓ જોયા જ નહીં હોય?

અંગ્રેજો હાથની આંગળીને ફીંગર કહે પણ પગની આંગળીઓને ‘‘ટો’’ કહે છે એટલે કે એમને મન આંગળીઓ વીસ નથી. એ પ્રજા હાથની આંગળીઓ દસ છે એને જ મહત્ત્વ આપે છે, પગની આંગળીઓ દસ છે પણ એને હાથની આંગળીઓ જેવું મહત્ત્વ નથી.

અને છતાં, એવી પ્રજાઓ પણ હતી જેમણે હાથનાં અને પગનાં પૂરા આંગળાંઓને ગણતરીમાં લઈને, દસ પાસે નહીં પણ વીસ પાસે જ અટકવાનું નક્કી કર્યું હતું.

મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં જે સંસ્કૃતિ ફેલાઈ હતી એમાં ગણતરીનો પહેલો થાકલો દસ નહીં પણ વીસ હતો.

શૂન્યનો ઉપયોગ એ લોકો દસ નહીં પણ વીસ માટે કરતા હતા.

શૂન્ય શોધવાનું માન ભારતીયને ફાળે જાય છે. શૂન્યની શોધ એ ખરેખર એક અજબ શોધ છે. ગણિતશાસ્ત્રની એ ક્રાંતિકારી શોધ છે.

અજબ લાગે એવી એક વાત એ છે કે, જગતના સંસ્કૃત લોકોથી અજાણ અને માઈલો દૂર આવેલ મોટા ભૂમિખંડ ઉપર વસનારી મધ્ય અને દક્ષિણ અમેરિકાની પ્રજા પણ ગણતરી તરીકે શૂન્યનો ઉપયોગ કરતી હતી. આ એક વાત એવી છે કે ખરેખર એ વસ્તુને ભારતના લોકો સાથે સંબંધ હતો કે નહીં એ સંશોધનનો વિષય છે. ે એ લોકોની ‘મય’ સંસ્કૃતિ અને મહાભારતના ‘મય’ દાનવને કોઈ સંબંધ ખરો?

માણસના હાથનાં દસ આંગળાંઓ એની સામે હતાં છતાં વર્ષના મહિનાઓની ગણતરી કરતી વખતે એણે વર્ષના દસ ભાગ કેમ ન કર્યા?

કારણ કે, એક બીજી વસ્તુએ એમાં ભાગ ભજવ્યો છે. મહિનો શબ્દ ‘માહ’એટલે કે ચંદ્ર ઉપરથી આવ્યો છે. માણસે ચંદ્રનું નિરીક્ષણ કર્યું તો એને લાગ્યું કે સૂર્ય ફરી ફરીને પોતાની મૂળ જગ્યાએ આવે છે ત્યાં સુધીમાં ચંદ્ર પોતાની જગ્યાએ બાર વખત ઊગે છે. સૂર્ય પોતાની મૂળ જગ્યાએ ફરીથી ઊગે એ સમયગાળાને એણે એક વર્ષ ગણ્યું અને ચંદ્રને એ ગાળામાં બાર વખત ઊગતો જોઈને વર્ષના બાર મહિના ગણ્યા. આ ગણતરી બહુ સૂક્ષ્મ નહોતી એટલે પાછળથી એમાં એને અનેક ફેરફાર કરવા પડયા અને હજી પણ ફેરફાર કરવા પડશે. જગતભરના લોકોને માન્ય હોય એવું, અને એ પણ સંપૂર્ણ વૈજ્ઞાાનિક હોય એવું, કેલેન્ડર હજી બનવું બાકી છે.

પણ એક પ્રશ્ન એ પણ થાય છે કે આમાં સાતની સંખ્યા ક્યાંથી ટપકી પડી? પુરાણકાળથી માણસની વાતોમાં સાત સમંદર પાર જવાની અને સાત પાતાળની વાતો ક્યાંથી આવી ?

ધરતી ઉપર વસતા માણસે પોતાના ઉપર ઝળુંબી રહેલ આકાશના વિશાળ ઘુમ્મટનું અવલોકન કર્યું હશે અને એ વખતે એણે કેટલાક આકાશી પદાર્થોને સ્થિર જોયા હશે પણ કેટલાક આકાશી પદાર્થોને એણે ખસતાં જોયા હશે અને  એમાં સૂર્ય એને મન સૌથી મોટો હતો અને એવો જ બીજો ચંદ્ર હતો. એણે જોયેલા બીજા એવા જ તેજસ્વી પદાર્થોને વર્ષોના અવલોકન પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિના નામ આપ્યાં.

એની દૃષ્ટિએ સૂર્ય, ચંદ્ર સહિત એવા સાત ગ્રહો હતો. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને પણ ગ્રહ ગણ્યો છે અને ચંદ્રને પણ. એ સાતેય ગ્રહો આકાશમાં ઘૂમતા હતા છતાં ક્યારેય અથડાઈ જતા નહોતા. ક્યારેક તો કોઈક ગ્રહ સૂર્ય કે ચંદ્રની નજીક જ નહીં પણ લગભગ સાથે જ આવી જતો હતો, છતાં એ અથડાઈ જતાં નહોતા એમ કેમ?

એના માટે એનો તર્ક હતો કે, જુદી જુદી કક્ષાના જુદી જુદી ઊંચાઈ, જુદા જુદા આસમાનમાં સાતેય ગ્રહો ફરે છે અને એટલે આસમાન પણ સાત હોવા જોઈએ. અને એમાં શનિ સૌથી દૂર હતો એટલે સાતમું આસમાન તો ઘણું દૂર હતું.

અગિયારમી સદીમાં થઈ ગયેલ ઉંમર ખય્યામે પણ લખ્યું છે કે :

Up from Earth’s Centre

through the Seventh Gate.

I rose and on the Throne of

Saturn Sate.

અને સાત આસમાનની આ કલ્પનાની સાથે જ સાત પાતાળની વાત પણ બહુ સહજ રીતે આવી. કારણ કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બધા ગ્રહો આથમીને ક્યાં જાય? પૃથ્વીની નીચેના ભાગમાં અને ત્યાં પણ એવા જ સાત ભાગ હોવા જોઈએ નહીં તો ગ્રહો એકબીજા સાથે અથડાઈ ગયા વિના ન રહે.

સાત એટલે અગાધ, વિશાળ, ઉચ્ચોચ્ચ, અપાર, સાત સમંદર, સાત સ્વર્ગ અને એની સામે સાત પાતાળ અને સાત નર્ક પણ ખરાં જ. સાતની સામે માણસનું માથું ઝૂૂકી જાય છે. દરેક દિવસને એ સૂર્ય, ચંદ્ર અને પેલા ગ્રહોના નામ આપે છે અને સાત વાર નક્કી કરે છે. અને કોઈ ગ્રહ રૃઠે કે નડે તો એને મનાવવા માટે શનિવાર કે મંગળવાર કરવાની બાધા રાખે છે. સાતનો આંકડો એના માટે દૈવી મહત્ત્વ ધરાવે છે. તો આવો છે માનવજીવન સાથેનો આંકડાનો સંબંધ – અલબત્ત, ઊડતી નજરે…

Posted in Prakirna